Abtak Media Google News

દરેક બાળક પોતાની રીતે કઈક વિશેષ હોય છે,કારણ માતા-પિતાના થકી તેના સંસ્કારોનું સિંચન અને તેનો ઉછેર અલગ રીતથી થતો હોય છે. ત્યારે સમય અંતરે બાળક પોતે પોતાના આસપાસના મિત્રો કે પરિવારજનોની વાતો કે તેના વર્તન જોય જાતેજ તેનું પોતાના જીવનમાં ધીરે-ધીરે અમલ કરી દે છે. ત્યારે જીવનમાં અનેક એવી વાતો ક્યારેક બાળકના  માતા-પિતા વચ્ચે એક અવરોધરૂપ સાબિત થાય છે. ક્યારેક બાળકો રમતા હોય ત્યારે તેની સોસાયટીમાં તેમની   મમ્મીઓ બાળકોને રમતા જોતા તેની ખાસ વાતો કે તેઓની ખામી જોય તેની સાથે રમતા તેના અન્ય બાળકો સાથે તેની સરખામણી કરવા માંડે છે. આ એક એવી ખાસ વાત છે કે જે કોઈ બાળકને  પસંદ હોતી નથી, કારણ જાણતા કે અજાણતા સંતાનો ધીમે-ધીમે માતા-પિતાથી દૂર થવા માંડે છે. આ એક સરખામણી દરેક સંતાનને મનમાં ખુચતી હોય છે. પણ સંતાનો ક્યારેય તે જણાવતા નથી.અનેક અભ્યાસો પણ આ વાત સ્પષ્ટ કરે છે કે એક  બાળકની સરખામણી બીજા બાળક સાથે કરવાથી બાળકની માનસિક અને તેના આત્મસન્માન પર અસર કરે છે તેવી શક્યતા છે.

સંતાનો નફરત ક્યારે કરે ?

  • દરેક સંતાન ખાસ જ હોય છે પણ તેની વધતી સરખામણી તેના માટે મનમાં અનેક સવાલ તેમજ શંકાનો ઉદભવ કરે છે.
  • દરેક સંતાન ધીમે-ધીમે પછી સરખામણી સહન ના કરતાં માતા-પિતા વચ્ચે એક ભેદ કઈ બોલ્યાં વગર ઊભો થાય છે.
  • સંતાન સરખામણીથી પોતાની જાતને વિશેષ સમજવાની બદલે પોતાને જ નફરત કરવા માંડે છે. આ નફરત તેની દરેક સફળતાની તેના અજાણતા નિસફળતા તરફ વાળી જાય છે.

દરેક માતા-પિતાએ પોતાના સંતાનની કોઈ બીજા સાથે સરખામણી કરતાં પહેલાં એક વાત અવશ્ય યાદ રાખવી કે તેની એક કરવા કરેલી સરખામણી બાળકને જીવનભર યાદ રહે છે. બાળકને કરતાં વખાણ તે હમેશા યાદ રાખે અને તે પ્રમાણે અનુસરે છે સારી વાતો હમેશા બાળકના મનમાં સકારાત્મ્ક્તા અનુભવે છે. ત્યારે જો તેની સરખામણી કરવામાં આવે તો બાળકના મનમાં નકારાત્મ્ક્તાનો ભાવ અનુભવે છે. બાળકોને હમેશા એક વાત શીખવવી કે તે જીવનની આ એક સ્પર્ધામાં અનેક જગ્યાએ પોતાની ભૂમિકા ભજવે છે. ત્યારે તેને પોતાની રીતે આગળ વધવું એ ખૂબ અગત્યની વાત છે. તે પોતાના જીવન સાથે અનેક સ્પર્ધા જેમ સ્કૂલ હોય કે પછી કોઈ રમત તે પોતાની રીતે અલગ છે અને તે દરેક સ્પર્ધાને જીતી શકશે તેવો દિલાસો આપવો સાથે તેને સરખાવા કરતાં તેની વિશેષ વાતોની એક યાદી બનાવો કે જ્યારે  તમારો બાળક કોઈ નિસફળતા કે નાની મોટી વાતોથી ઉદાસ થઈ જાય તો તેને તે બતાવી પ્રેરણા આપો.આ બાબતો પર દરેક માતા-પિતા ધ્યાન આપે તો પોતાના સંતાનો તેના ધાર્યા કરતાં પણ વધુ સારું કામ અને પોતાની જાતને દરેક જગ્યાથી વિજય મેળવશે અને નફરત કરતાં પ્રેમથી દરેક વાતને સમજશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.