Abtak Media Google News

સામાન્ય રીતે છોકરીઓની લાંબી હાઇટ હમેશા આકર્ષિત કરે છે. જો કે, દુનિયાની એક એવી પણ મહિલા છે, જે તેના પગ સૌથી વધારે લાંબા છે. રશિયામાં રહેતી 29 વર્ષિય એકેટેરિયન લિસીનાના પગની લંબાઇના કારણે આજકાલ ચર્ચાનો વિષય બની છે.લિસીનાનું કદ 6 ફૂટ 9 ઇંચ છે અને તે રશિયાની સૌથી લાંબી મહિલા જાહેર થઇ ચૂકી છે. તેનો દાવો છે કે, તેના 524 લાંબા પગ દુનિયામાં સૌથી લાંબા છે. લિસિનાના નામે દુનિયાની સૌથી લાંબા પગવાળી મહિલાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. આ વર્ષે જૂનમાં તેણે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.લિસિનાના ડાબા પગની લંબાઈ 132.8 સેન્ટિમિટર (52.2 ઈંચ) છે, જ્યારે કે જમણા પગની લંબાઈ 132.2 સેન્ટિમીટર (52 ઈંચ) છે, એટલે કે 4 ફીટથી વધુ છે.

તેનું કહેવું છે કે, મારા લાંબા પગ મને મોડેલિંગની લાઇનમાં સફળતા અપાવવામાં ઘણાં મદદરૂપ બનશે. તેણે કહ્યું કે, 16 વર્ષની વયે મારી પાસે બે વિકલ્પ હતા. એક બાસ્કેટબોલ અથવા મોડેલિંગ. જો કે, તેની ઇચ્છા હતી કે, તે મોડલ બને. હવે રમતમાંથી નિવૃત્તિ બાદ તે ગ્લેમરની દુનિયામાં રંગ જમાવવા માંગે છે.

લિસીના વર્ષ 2008માં ઓલિમ્પિકમાં રશિયા મહિલા ટીમનું પ્રતિનિધિત્વ કરી બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. લિસીનાજ્યારે પોતાના મિત્રો સાથે ઉભી હોય છે ત્યારે તેના મિત્રો તેના ખભા સુધી પણ નથી પહોંચી શકતા. લિસીનાના પિતાની હાઇટ 6 ફૂટ 5 ઇંચ અને માતાની હાઇટ 6 ફૂટ 1 ઇંચ છે.

ઉલ્લેખનીય છેકે, બોલીવૂડમાં પણ આવી ઘણી અભિનેત્રીઓ છે, જેમની હાઇટ ફિલ્મમાં તેમના હિરોથી લાંબી છે. દીપિકા પાદુકોણ, કૈટરીના કૈફ, કૃતિ સેનન જેવી અભિનેત્રીઓની ગણના લાબી અભિનેત્રીઓમાં થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.