Abtak Media Google News

તલવાર કરતાં કલમમાં વધુ તાકાત છે.’ – આ ઉક્તિ સર્વસામાન્ય સત્ય છે. વિશ્ર્વની કેટલીક વ્યક્તિઓના વિચારો અને લેખોએ સમાજમાં સામાજિક પરિવર્તન અને ક્રાંતિ લાવવાનો માર્ગ સરળ બનાવ્યો હતો. તેમણે માનવ-ઇતિહાસની ગતિવિધિમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. એ મહાન વિચારકોને તેમના જીવનકાળ દરમિયાન ઘણું સહન કરવું પડ્યું હતું. અને તેમાંના કેટલાકને જીવનનું બલિદાન પણ આપવું પડ્યું હતું. આમ છતાં, તેમણે ફક્ત તેમના દેશવાસીઓ માટે જ નહિં પરંતુ સમગ્ર માનવજાત માટે કલ્યાણકારી કાર્યો કર્યા છે. આવા કેટલાક મહાન વિચારકો (ચિંતકો) વિશે ટૂંકી માહિતી નીચે આપી છે.

૧. સોક્રેટિસ :

Download 6સોક્રેટિસ ગ્રીક ચિંતક અને તત્વજ્ઞાની હતા. મહાન ગ્રીક તત્ત્વજ્ઞાની તથા પ્લેટોના ગુરુ સોક્રેટિસ પશ્ચિમી તત્વજ્ઞાન ના પ્રણેતા માનવામાં આવે છે. સોક્રેટિસનો જન્મ ડેમ, એલોપેસ, પ્રાચીન એથેન્સમાં ઈ.પૂ. ૪૬૯માં થયો હતો. ૩૯૯ ઈ.પૂ. આશરે ૭૧ વર્ષની આયુએ પ્રાચીન એથેન્સમાં તેમનું અવસાન થયું. તેઓ પાશ્ચાત્ય દર્શનશાસ્ત્ર કે તત્ત્વચિંતનનાં પ્રણેતાઓમાંના એક ગણાય છે. તેમના વિચારો અને કાર્યપદ્વતિનો પશ્ર્ચિમી તત્વજ્ઞાન પર ખૂબ પ્રભાવ હતો. કમનસીબે તેમના દેશના શાસકોએ તેમને ઝેરનો પ્યાલો પીવાની સજા કરી.

સોક્રેટિસ ગ્રીક ચિંતકના છેલ્લા શબ્દો….
સોક્રેટિસે મૃત્યુ પહેલા છેલ્લે ક્રીટોને સંબોધન કરેલું. તેમને ક્રીટૉને કહેલુ : (ગુજરાતી ભાષાંતર)
“ક્રીટો, એસ્ક્લિપિયસ પાસેથી મેં એક મરઘો ઉછીનો લીધો છે. તેને આ કરજ ચૂકવવાનું ભૂલતા નહિ.

૨. પ્લેટો :

1 51
પ્લેટોનું મૂળ નામ એરિસ્ટોકલ્સ હતું. તે ગ્રીક તત્વચિંતક અને અધ્યાપક હતા. તેઓ એરિસ્ટોટલના ગુરુ હતા. ‘ધ રિપબ્લિક’ એ પ્લેટોની ઉત્તમ કૃતિ છે. તેઓ સોક્રેટિસના શીષ્ય અને એરિસ્ટોટલના ગુરુ હતાં. પશ્ચિમ જગતમાં ઉચ્ચ અભ્યાસ માટેની પ્રથમ સંસ્થા પ્લેટોનિક એકેડમિની તેમને સ્થાપના કરી હતી. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના ઈતિહાસ પર પ્લેટોની અસાધારણ અસર પડી હતી.

પ્લેટોનો જન્મ એટિકાના દરિયાકિનારે આવેલા એજિના નામના ટાપુમાં ઈ. સ. પૂર્વે ૪૨૮ અથવા ૪૨૭માં ગ્રીસમાં થયો હતો. તેમના પિતાનું નામ એરિસ્ટોન અને માતામું નામ પૅરિક્ટીઓન હતુ, તથા તે બંને એથેન્સવાસી હતા. પ્લેટોના તત્ત્વજ્ઞાનને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય: વિચારશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર. વિચારશાસ્ત્રમાં જગતના અંતિમ તત્ત્વના સ્વરૂપ સંબંધી ચર્ચા જ્ઞાનમીમાંસાની ર્દષ્ટિએ કરવામાં આવી છે, જ્યારે ભૌતિકશાસ્ત્રમાં ભૌતિક જગતનાં સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે.

પ્લેટોના મૃત્યુ અંગે ઘણા એકથી વધુ મતમતાંતરો પ્રવર્તે છે. એવું માનવામાં આવે છે કે પ્લેટો ૮૦ વર્ષની ઉંમરે પોતાના મિત્રના લગ્ન સમારંભમાં હાજરી આપવા ગયા ત્યારે ત્યાં જ તેમનું ઈ.સ. પૂર્વે ૩૪૭ અથવા ૩૪૮માં અવસાન થયું.

૩. કાર્લ માર્ક્સ :

2 42

કાર્લ માર્કસ જર્મન તત્વજ્ઞાની અને ક્રાંતિકારી વિચારક હતા. તેમના મૂડી અંગેના વિચારો તેમના પુસ્તક ‘ડાસ કાપિટાલ(Das Kapital)માં રજૂ થયા છે. તેઓ બે મહાન સમાજવાદ અને ક્રાંતિકારી સામ્યવાદના પ્રણેતા હતાં.

આ ઉપરાંત તેણે કલ્પેલી શોષણ રહીત અને મુડીવાદના પ્રદુષણોથી મુક્ત એવી અર્થવ્યવસ્થાની વિચાર સરણી લઇને રશિયા, ચીન અને યુરોપમાં ચળવળો ચાલી લેબર પાર્ટીઓ અને રાજકીય પાર્ટીઓ અસ્તિત્વમાં આવી જે Communist Party કહેવાણી ,પાર્ટીના સુત્રધારોને ( Marxist )માર્ક્સવાદી કે ” કોમરેડ” કહેતા. પણ કાર્લ-માર્ક્સ પોતે મજાકમાં કહેતો ” I am not Marxist ”

૪. આર્યભટ્ટ :

3 26

આર્યભટ્ટ ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેમણે સૌ પ્રમ જણાવ્યું હતું કે, પૃથ્વી તેની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તથા તેને લીધે દિવસ અને રાત્રિ થાય છે. તેઓ પૃથ્વીની ઝડપ નક્કી કરનાર પ્રમ ખગોળશાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટીય નામનો ગ્રંથ લખ્યો છે. ભારતના સૌ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ (આર્યભટ્ટ)નું નામ તેમના નામ પરી પાડવામાં આવ્યું છે.

૫. એરિસ્ટોટલ :

5 24
પ્લેટો શિષ્ય, મહાન તત્ત્વજ્ઞાની, ભૌતિક વિજ્ઞાની, તત્ત્વમીમાંસાસક, કવિ, નાટ્યકાર, સંગીતકાર, તર્કશાસ્ત્રિ, મહાન વક્તા, રાજનીતિજ્ઞ, જીવવિજ્ઞાની, વનસ્પતિશાસ્ત્રિ, પ્રાણીશાસ્ત્રિ જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા ગ્રિસના યુગપુરુષ, એરિસ્ટોટલ એલેક્ઝાન્ડર ના શીક્ષક હતા.

એરિસ્ટોલ ગ્રીક તત્વચિંતક તેમજ વિજ્ઞાની હતા. એરિસ્ટોટલના વિચારો અને શોધો આજે પણ ઉચ્ચ કોટિનાં ગણાય છે. તેઓ સમ્રાટ એલકઝાન્ડરના ગુરુ હતાં.

મના ગુરુ પ્લેટો તથા સોક્રેટિસની સાથે જ એરિસ્ટોટલની ગણના પણ પાશ્ચાત્ય ફિલસૂફીના મહાનત્તમ વ્યક્તિઓ માં થાય છે. તેઓ પાશ્ચાત્ય ફિલસૂફીની સર્વગ્રાહી પ્રણાલી, નીતિશાસ્ત્ર સૌંદર્ય શાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વિજ્ઞાન, રાજનીતિ અને તાત્વિક મીમાંસાના ગ્રંથોના પ્રણેતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.