Abtak Media Google News

૧૯ દિવસીય ઉત્સવમાં વિદેશી સહેલાણીઓ પણ જોડાઈને સ્ત્રીરૂપ ધારણ કરી પૂજા-અર્ચના કરે છે

પૂજા-અર્ચના કરવામાં મહિલાઓ આગળ હોય છે. આમ તો રિતિ-રિવાજોની સમજ પણ સ્ત્રીઓને વધુ હોય છે. કારણ કે સ્ત્રી દેવી છે અને બધા જ કિરદારો નિપુર્ણતાી ભજવી શકે છે અને પુરૂષો પણ આ વાતને સ્વીકારી ચુકયા છે. કેરલના કોલામમાં કોતાન્કુલન્ગારા દેવી મંદિરે ‘કોતાન્કુલન્ગારા ચમ્યાવિલાકકુ’ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેમાં હજારો પુરૂષો સ્ત્રીરૂપ ધારણ કરી ભગવાનને રિઝર્વ છે. ૧૯ દિવસ લાંબા આ તહેવારના છેલ્લા દિવસે ક્રોસ ડ્રેસિંગની માન્યતા છે.

સ્ત્રી-પુ‚રૂષની એકતા સમાન આ ઉત્સવમાં હવે ન્યુઝીલેન્ડ અને લંડનની પણ વિદેશી પુરૂષો આવીને રિવાજનો ભાગ બની સૌભાગ્ય માને છે. પુરૂષોનું સ્ત્રીરૂપી સમૂહ કુલ અને નારિયેલ ભરેલી ‘કોતાન’ નામની થાળીથી એક એક શ્રધ્ધાણુ પત્રને અર્પણ કરે છે. કહેવાય છે કે આ તહેવારમાં એક દિવસ સ્વયં દેવી આવીને આશિર્વાદ આપે છે. આ વર્ષે ૫૦૦૦ પુરૂષો આ ર્પ્રાના માટે જોડાયા હતા. પુરૂષોને તૈયાર કરવા માટે મંદિરની આસપાસ મેકઅપ આર્ટિસ્ટો પણ સરળતાી મળી જાય છે. ૪૫ વર્ષીય ડાન્સ માસ્ટર અને મેકઅપ આર્ટિસ્ટ જણાવે છે કે, મારી પાસે ૨૦ ગ્રાહકો હતા તેમને તૈયાર કરવામાં મારે ૪૫ મિનિટનો સમય લાગ્યો હતો. જયારે હું ફકત મેકઅપ કરી આપુ ત્યારે અમારી બીજી ટીમ વાળ અને કપડાની વ્યવસ કરી આપે છે. પુરૂષો સાડી અવા કેરલનું પરંપરાગત પોશાક ર્સ્કટ અને બ્લાઉઝ પહેરે છે. દિન-પ્રતિદિન આ ઉત્સવમાં જોડાતા પુરૂષોની સંખ્યા વધી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.