Abtak Media Google News

– શિયાળામાં કેવી મજા આવે નહીં ઘણાં બધા લગ્નો પ્રસંગો હોય છે નવા-નવા લોકોને મળવાનું પરિવાર સાથે સમય વિતાવવું અને સાથે બેસીને જમવાનો અલગ જ આનંદ આવે છે હવે જેના લગ્ન હોય ને તેને વધુ ઉપાધિ હોય છે આ લગ્ન સિઝનમાં તમે પણ જો કોઇના અંગતના લગ્નમાં જવાના હોય તો તેમને આ થીમ ડેકોરેશન ટીપ્સ જરુરથી આપજો.. જો તમે ભારતીય લગ્નમાં તામ-જામ અને ધૂમ-ધડાકા ના જોયા હોય તો શું મજા આવે માટે શણગાર માટે આ ટીપ્સ ખૂબ જ ઉપયોગી બનશે.

– શિયાળો આવી ગયો છે અને લગ્ન સિઝન પણ આવી ગઇ છે લોકો સૌથી પહેલાં તેના કપડા, જગ્યા અને ખરીદી કરી લેતાં હોય છે પરંતુ લગ્નનું થીમ સૌથી વધુ મહત્વ ધરાવે છે જો તમારી પાસે વધુ બજેટ ના હોય આમ છતા તમે બેસ્ટ ડેકોરેશન કરવા માંગતા હોય તો તમે આ લગ્ન સિઝનના ટ્રેન્ડ લાઇટ પીન્કને પોતાનો બનાવી શકો છો. લાઇટ પીંક ડેકોરેશન સાથે ડાર્ક બ્લૂનું કોમ્બીનેશન ખૂબ જ સરસ લાગે છે તો અમુક મહિનામાં તમે પણ લગ્ન કરવાના હોય અથવા તમારા સબંધીઓ લગ્ન કરવાના હોય તો તેમને લાઇટ પીંક અને ડાર્ક બ્લૂના કોમ્બીનેશન વિશે જરુરથી જણાવો.

– આજ કાલ લોકો ડેસ્ટીનેશન વેડિંગના વલણ તરફ વળી રહ્યા છે એમા તમે પણ જો બીચ જેવી જગ્યા પર લગ્ન કરવાના હોય તો તેમાં મૂગલ થીમ બેસ્ટ કોમ્બીનેશન બનશે, રોમેટિંક ડેકોરેશન સાથે મુગલોના મહેલ જેવું નાનું એવુ મંડપ તમારા લગ્નની સાંજને યાદગાર બનાવી દેશે જે આ નવા વર્ષે ખૂબ જ ટે્રન્ડીંગ ચાલી રહ્યું છે.

– નવી જનરેશનમાં લોકો બ્રાઇટ કલર્સ તરફ વળ્યા છે જો તમે પણ તમારા લગ્નમાં કલરફૂલ ડેકોરેશન કરશો તો મહેમાનો સેલ્ફી સ્ટાર બની જશે, અવનવુ ડેકોરેશન તમે તમારા મહેમાનોની ખૂરશી, સોફા, મંડપ કલર ફૂલ ફ્લાવર્સથી કરી શકો છો. મહેમાનો પણ તે સ્થળે પહોંચતા જ ખૂબ જ રોમાંચક અનુભવશે તો આ થીમથી તમારા લગ્નના ફોટા પણ યાદગાર આવશે.

– ફૂલોથી વધીને કોઇપણ વસ્તુ ખૂબસુરત નથી માટે જો તમે લગ્નના મંડપને સજાવવાની તૈયારીઓ કરી રહ્યાં હોય તો આખો મંડપ બે કલરના લાઇટ ફ્લાવર્સથી સજાવીને કરશો તો એ એકદમ યુનિક લૂક આપશે. વળી ફ્લાવર્સથી આજુબાજુનું વાતાવરણ પણ સુંગધિત થઇ ઉઠશે, વેડિંગ થીમ માટેનો ફ્લાવર્સ ડેકોરેશન ટ્રેન્ડ સુપરહિટ છે

– ભારતીય લગ્નમાં જો શાહી અંદાજ પીરસરવામાં આવે તો તેની મજા ઓર છે માટે તમે લગ્નની ઐતિહાસિક થીમ અપનાવી શકો છો. વેન્યુ ઉપર તમે અવનવા આર્ટીકલ્સ રાખી શકો છો તેમજ સિલ્કમાં તેમજ ઝરીવાળા કર્ટેન્ઝથી વેન્યુમાં શાહી લૂક આપી શકો છો આ ઉપરાંત તમે લાઇટ ડેકોરેશનને બદલે કેન્ડલનો પણ ઉપયોગ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.