Abtak Media Google News

મુશરફને ડરવાની જરૂર નથી, પાકિસ્તાન સરકાર તેમને સુરક્ષા આપશે: અહેસાન ઈકબાલ

પાકિસ્તાનના પૂર્વ સરમુખ્તયાર પરવેઝ મુશરફને હાથના કર્યા હૈયે વાગી રહ્યાં છે. મુશરફ હાલ પાકિસ્તાનમાં પગ મુકતા પણ બીવે છે. પાકિસ્તાનમાં કોઈ તેમનો જીવ લઈ લેશે તેવો ડર સત્તાવી રહ્યો છે. હાલ મુશરફ દુબઈમાં વસવાટ કરી રહ્યાં છે.

તાજેતરમાં પરવેઝ મુશરફે પાકિસ્તાનની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. જો કે, ત્યારબાદ એકાએક પાકિસ્તાનમાં સુરક્ષા ઉપર ખતરો હોવાની વાત કરી આ મુલાકાતને ટાળી છે. આ મામલે પાકિસ્તાનના હોમ મિનિસ્ટર અહસાન ઈકબાલે કહ્યું છે કે, મુશરફને સરકાર સુરક્ષા પુરી પાડશે. તેમને ડરવાની જરૂર નથી. કોઈપણ જાતની બીક વગર તેઓ પાકિસ્તાન પર ફરી શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ૭૪ વર્ષના પરવેઝ મુશરફ દુબઈમાં વસવાટ કરી રહ્યાં છે. તેમને તબીબી સારવાર માટે પાકિસ્તાનમાં ઘુસવાની મંજૂરી આપવામાં આવી છે. વર્ષ ૨૦૦૭માં તેમને પાકિસ્તાનમાં ઈમરજન્સી લગાવવા મામલે દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ સુનાવણી ૨૦૧૪માં થઈ હતી. તેમનું નામ બેનજીર ભુટો હત્યાકાંડમાં પણ સંડોવાયેલું છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પરવેઝ એકમાત્ર એવા જનરલ છે કે જેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.