Abtak Media Google News

પીએમ મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે નવરાત્રી, દિવાલી, છઠપૂજા સહિતના તહેવારો માટે શુભકામનાઓ આપી હતી. પીએમ મોદીએ મીડિયા અને સોશિયલ મીડિયા યૂઝર્સને કોરોનાને લઇને લોકજાગૃતિ માટે જેટલું પણ થઈ શકે તે કહ્યું.

તેમને કહ્યું કે, બે ગજનું અંતર, હાથ ધોવા અને માસ્ક પહેરવા. હું તમને ખુશ, સ્વસ્થ જોવા ઇચ્છું છુ. તહેવાર ઉત્સાહ અને આનંદ ભરે તે જોવા ઇચ્છુ છું.જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ ના રાખવી.

અનેક દેશો વેક્સિન માટે કામ કરી રહ્યા છે. આપણા વૈજ્ઞાનિકો પણ વેક્સિન પર કામ કરી રહ્યા છે. કોરોનાની વેક્સિન જ્યારે પણ આવશે એ પ્રત્યેક વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચશે તેની પણ ઝડપથી તૈયારી ચાલી રહી છે. જો તમે સાવધાની રાખતા નથી તો તમે વૃદ્ધો, બાળકો અને પોતાના પરિવારને ખતરામાં નાખી રહ્યા છો.

સેવા પરમો ધર્મના મંત્ર પર ચાલતા આપણા ડૉક્ટર, નર્સો, સુરક્ષા કર્મચારીઓ નિ:સ્વાર્થ સેવા કરી રહ્યા છે. દુનિયાના સાધન સંપન્ન દેશોની તુલનામાં ભારત પોતાના નાગરિકોના વધારેમાં વધારે જીવ બચાવવામાં સફળ થઈ રહ્યું છે. ભારતમાં 12 હજાર ક્વોરન્ટાઇન સેન્ટર, 2 હજાર લેબ છે.

પીએમ મોદીએ કહ્યું કે, લૉકડાઉન ભલે જતુ રહ્યું હોય, પરંતુ કોરોના નથી ગયો. આપણે સમજવાનું છે કે વાયરસ હજુ નથી ગયો. આપણે સ્થિતિને વધારે બગડવા નથી દેવાની અને સુધારો કરવાનો છે. આજે દેશમાં રિકવરી રેટ સારો છે.

પીએમ મોદીએ કહ્યું, કોરોના કાળમાં આપણે લાંબી સફર કાપી છે. ધીરેધીરે આર્થિક ગતિવિધિઓમાં તેજી આવી રહી છે.  તહેવારોની સીઝનમાં બજારોમાં રોનક આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.