Abtak Media Google News

દરેક સ્ત્રીની જેમ દરેક પુરુષ પણ સુંદર વધુ દેખાવા માંગતા હોય છે. ત્યારે દરેક પુરુષ પોતાની રીતે અનેક પ્રયાસ સુંદર દેખાવા માટે કરતાં હોય છે. એવું પણ કહેવાય છે કે પુરુષ તે યંગ દેખાવાની ઈચ્છા સદા કરતાં હોય છે જેનાથી તે વધુ ફિટ તેમજ જુવાન દેખાય. ત્યારે દરેક પુરુષ હમેશા પોતાની અનેક પદ્ધતિ તેમજ કોઈ મિત્રની સલાહ લઈ અને પોતાની સુંદરતાને નિખારવા માટે પ્રયાસો કરે છે.

ત્યારે એવી અનેક નાની વાતો છે જે દરેક પુરુષ ભૂલી જતાં હોય છે જેનાથી તેની આ ઈચ્છા પૂરી થઈ શકે છે. તો આ નાની અને ખૂબ મહત્વની ટિપ્સનું અવશ્ય એકવાર અમલ કરી જુઓ જેથી તમે ફરી એકવાર તમે ધારો તેવી સુંદરતા મેળવી શકશો.

આરામ કરો

દરેક પુરુષ પોતાના કામકાજનું ખૂબ ટેન્શન લેતા હોય છે ત્યારે આ વાત તેની સુંદરતા પર અવશ્ય અસર કરી શકશે. ત્યારે પુરુષોએ આ વાતની ખાસ કરી ધ્યાન લેવું કે તેઓએ કામની ચિંતા ઓછી કરી પૂરતો આરામ કરવો જોઈએ. પુરુષ કામની ચિંતામાં પોતાની સુંદરતાને ભૂલી જતાં હોય છે. પછી પોતાના રજાના સમયમાં એવું વિચારતા હોય છે કે મારે સુંદર દેખાવવા માટે શું કરવું ? ત્યારે આરામ કરવો એ ખૂબ મોટી વાત છે, કે સમયસર આરામ કરો જેથી સુંદરતા તમે જાતેજ વધારી શકો છો.

દૂધનો ઉપયોગ કરો

દરેક પુરુષે દિવસમાં ત્રણથી ચાર વાર પોતાના મુખને પાણી કરતાં દૂધથી ધોવો જોઈએ. પાણીથી મુખ સાફ કરવાથી નાના મોટા અણુઓ સાફ થઈ જશે પણ દૂધથી મુખ ધોવાથી તે ત્વચાનું ક્લીન્સિંગ થઈ શકે છે. દૂધ એ ત્વચા માટે ખૂબ મહત્વની છે કારણ દૂધ એ  સ્કીનમાં રહેલા કોશિકાને નષ્ટ કરી શકે છે અને સુંદરતાને સરળતાથી વધી શકે છે.

વધુ શાકભાજી ખાવા જોઈએ

અનેકવાર પુરુષો શાકભાજી ખાવાનું ટાળતા હોય છે તેની અસર પોતાના મુખ પર થાય છે. ત્યારે સુંદર દેખાવા માટે અનેક પુરુષો ખાસ કરીને લીલા શાકભાજી નથી ખાતા. સારો આહાર તેમાં પણ વધુ શાકભાજીઓનું સેવન ત્વચા તેમજ સુંદરતા માટે ખૂબ સારા પ્રમાણમાં ખાવા જોઈએ. તેમાં વધુ વિટામિન અને એંટિઓક્સિડેંટ હોવાથી ત્વચા માટે ખૂબ સારું કહેવાય છે.

તડકાને ટાળો

દરેક પુરુષ પોતાના કામ માટે બહાર જતાં હોય છે. ત્યારે તે તડકામાં તેની ત્વચાને ખૂબ નુકશાન હોય છે. કારણ તડકાને કારણે તેની ત્વચા પર સીધી અસર થશે. જો સંજોગો વશ બહાર નિકળવું પડે તો ક્રીમ તેમજ લોશન લગાડી બહાર નીકળવું જેનાથી સૂર્યના સીધા કિરણો શરીર અને ત્વચાને નુકશાન ના પહોચે.

સ્મોકીંગ

દરેક પુરુષને સ્મોકીંગની  એકવાર લત લાગ્યાં પછી તે જલ્દી છોડી શકતા નથી. ત્યારે આ એક ખરાબ આદત પુરુષની સુંદરતા એક ક્ષણમાં ભૂલી જવું જોઈએ. કારણ જ્યારે સ્મોકીંગ કરતાં હોય ત્યારે તમારી ઉમર હોય તેના કરતાં વધુ લાગે છે તેવું પણ માનવમાં આવે છે. તો સ્મોકીંગને ટાળો અને સુંદરતાને નિહાળો.

તો આવી નાની બાબતોનું દરેક પુરુષ ધ્યાન રાખશે તો તેની સુંદરતા અને જુવાન દેખાવાના સપના પૂર્ણ કરી શકશે. સુંદરતા સુધરી અવશ્ય શકે છે પણ અમુક બાબતોનું ધ્યાન લેવું તેના માટે ખૂબ આવશ્યક બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.