Abtak Media Google News

ભાર વગરના ભણતરની બુલાંગો વચ્ચે ધોરાજીની સરકારી શાળાએ ખરેખર વિદ્યાર્થીઓનો ભાર હળવો કર્યો છે

બાળકો જ્યારથી શાળા એ જવા નું  શરૂ કરે અને  પછી  જેમ જેમ આગળ ના ધોરણ માં જતા  જાય તેમ તેમ તેની સ્કૂલ બેગ નું વજન વધતું જાય છે, ત્યારે ભાર વગર ના ભણતર ની બહુ મોટી વાતો થાય છે,  ત્યારે ધોરાજી ની એક સરકારી શાળા દ્વારા આ ભાર ને હળવો કરી ને વિદ્યાર્થી ની મુશ્કેલી હલ કરી છે

ધોરાજી ની સર ભગવતસિંહજી હાઈસ્કૂલ, અહીં વિદ્યાર્થી ઓ ને ખરેખર ભાર વગર નું ભણતર મળી રહ્યું છે, અહીં અભિયાસ કરતા વિધાર્થીઓ ને સ્કૂલ બેગ ની જંજટમાંથી મુક્તિ મળી છે, કારણ કે વિધાર્થીઓ એ પોતે જે ધોરણ માં અભિયાસ કરે છે તેના પુસ્તકો લઈ ને આવવાનું હોતું નથી કારણ કે, સ્કૂલ દ્વારાજ એવી વ્યવસ્થા કરવા માં આવી છે કે તેવો એ આ પુસ્તકો અહીં શાળા એ જ રાખી શકે છે, બેન્ચ ઉપર જે સ્કૂલ બેગ દેખાય છે.

9 9

તે વિધાર્થીઓ એ અહીં જ મૂકી ને ઘેર જતા રહે છે, શાળા દ્વારા કરેલ વ્યવસ્થા મુજબ વિધાર્થીઓ ને શાળા માંથી જ પુસ્તકો અને સંદર્ભ પુસ્તકો ના બે સેટ આપવા માં આવે છે, જે બે સેટ આપવા માં આવે છે તેમાં એક સેટ જે વિદ્યાર્થી આગળ વર્ષ માં જઈ રહ્યો હોય છે તેના દ્વારા પાછળ ના વિદ્યાર્થીને આપવા માં આવે છે અને એક સેટ સરકાર અને શાળા તરફથી જેતે ધોરણ ના વિધ્યાર્થી ને નિયમ મુજબ મળી રહે છે,

ભાર વગર ના ભણતર ની માત્ર વાતો જ કરતા કેળવણી કારો ને આ સરકારી શાળા એ એક વ્યવસ્થા કરી ને સાબિત કરી દીધુ કે ઓછી સુવિધામાં પણ એક સુંદર આયોજન કરી શકાય છે, અને હકીકત માં ભાર વગર ના ભણતર ને કરી ને દેખાડ્યું છે ,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.