Abtak Media Google News

રાજાશાહી વખતના સુરજબાગની પાલિકાએ પથારી ફેરવી નાખી:ઠેર-ઠેર પાણી ભરાયા,ગંદકીના ગંજ

Img 20170808 Wa0040મોરબી સ્ટેટના મહારાણી સાહેબ સુરજબાના નામે મહારાજાશ્રીએ  અત્રેના રેલવે સ્ટેશન રોડ પર બંધાવેલ આલીશાન બગીચાની મોરબી પાલિકાના સતાધીશોએ ઘોરખોદી નાખી છે,એક સમયે મોરબીની શાન ગણાતો સૂરજબાગ હાલ ગંદાપાણીના તળાવ અને ગંદકીથી ખદબદતો ઉકરડો બની ગયો છે.

મોરબી શહેરના પ્રજાજનોના નસીબ કહો કે કઠણાઈ કહો…. શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે,અને તમામ વિસ્તારોમાં ગટરગંગાના અવતરણ થયા છે આટલું ઓછું હોય તેવામાં હવે મોરબીના પ્રજાજનોના હરવા ફરવાના સ્થળ ઈવા બગીચાઓમાં પણ ગંદકીના ગંજ ખડકાયા છે અને બગીચા ફક્ત નામ પૂરતા જ રહ્યા છે, રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ રાજવી બગીચાની તો પથારી જ ફરી ગઈ છે.

અહીં બાળકોને હીંચકા લપાસિયા ખાવા તો ઠીક અંદર પ્રવેશવાની પણ મુશ્કેલી છે,કારણ કે અહીં ગંદા પાણીના તળાવો ભરાયા છે.

ઉલ્લેખનીય છે કે રાજાશાહી સમયમાં બંધાયેલા આ બગીચામાં ફક્ત બહેનો અને બાળકોને જ પ્રવેશ મળતો એથી તદ્દન વિપરીત પરિસ્થિતિમાં હાલ સુરજબાગ આવર તત્વોનો અડ્ડો બની ગયો છે આ સંજોગોમાં પાલિકાના સતાધીશો બગીચાની હાલત સુધારે તેવી લોકમાંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.