Abtak Media Google News

આરબીઆઈ દ્વારા ૨૦૦ રૂ.ની નોટો પ્રિન્ટીંગ અને સિકયુરીટીની પ્રક્રિયામાંથી પસાર

થોડા દિવસો અગાઉ નોટબંધીના પગલે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રૂ.૨૦૦ની નવી નોટો છાપવાની પ્રક્રિયા ચાલી રહી હોવાના સમાચારો સુત્રો પાસેથી મળ્યા બાદ પ્રસારિત થયા હતા. ત્યારે હવે આ નોટના ચિત્રો પણ સામે આવ્યા છે.

આ ચિત્રો કાયદેસર રીતે સામે આવ્યા છે કે કેમ તે ખબર નથી પરંતુ નોટનું ચિત્ર આપણે નિહાળી શકીએ છીએ. આ નોટ આછા વાદળી કલરની છે અને તેમાં કેટલાક ચિહનો રૂ.૨૦૦૦ની નોટ જેવા જ જોવા મળ્યા છે. તેમાં ફોટોશોપ દ્વારા વધારે સારી રીતે રજુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આરબીઆઈ દ્વારા નોટબંધીના પગલે રૂ.૨૦૦ની નવી નોટોની સુવિધા પુરી પાડવા માટે પ્રિન્ટ કરવાની પ્રક્રિયા શ‚ થઈ ગઈ હોવાના સમાચારો વહેતા થયા હતા. નવેમ્બરમાં રાતોરાત નોટબંધી લાગુ કરાયા બાદ રૂ.૨૦૦ની ચલણી નોટો બહાર પાડવાની જાહેરાત ફેડરલ ગર્વમેન્ટ દ્વારા અગાઉ જ કરવામાં આવી હતી. આતંકી પ્રવૃતિને રોક લગાવવા માટે નોટબંધીનો નિર્ણય લઈ ભારત એશિયાનું ત્રીજુ મોટુ અર્થતંત્ર બની ગયું હતું. આરબીઆઈ દ્વારા રૂ૨૦૦ની નોટો પછીથી બહાર પાડવામાં આવશેની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી. જેને કારણે લોકોને વપરાશમાં સરળતા મળી રહે.

૮મી નવેમ્બર નોટબંધીની પહેલા ૧૬૫૦ કરોડની રૂ.૫૦૦ની નોટો બજારમાં અમલી હતી. જે એસબીઆઈનો રીપોર્ટ જણાવે છે. જયારે નોટબંધી કરવામાં આવી ત્યારે ચલણીનોટો બજારમાં ઓછી હોય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. નોટબંધી બાદ લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકારે મિકસ ચલણી નોટો બહાર પાડી હતી. જેમાં જુની ૫૦૦ રૂ.ની અને ૧૦૦૦ રૂ.ની નોટો બંધ કરી દીધી હતી. જે વાપરી શકાય તેવી ચલણી નોટોના ૮૬% હિસ્સો ધરાવતી હતી. જે ૧૭.૯ લાખ કરોડ હતી. ત્યારે ૯મી જુને પણ હજુ ૧૪.૬ લાખ કરોડની ચલણી નોટો વપરાશમાં હતી. હજુ ૧૮.૪ ટકા ઓછી છે ત્યારે લોકોને સુવિધા માટે સરકારે ૨૦૦ રૂ.ની ચલણી નોટો બનાવી દીધી છે. જે બજારમાં નજીકના ભવિષ્યમાં જોવા મળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.