Abtak Media Google News

સામાન્ય રીતે તો ઉતરાયણ પછી ઠંડીનું પ્રમાણ ઘટી જતું હોય છે. પરંતુ આ વખતે હજુ સુધી ઠંડીનું પ્રમાણ ઘટવાને બદલે વધતું ગયું છે માટે ઠંડીનું રૂતુમાં ગરમા ગરમ કાવો બનાવી બગડતી તબિયતથી રાહત મેળવી શકાય છે. આ સમયમાં વાત-પિત્ત-કફથી પેદાં થતાં રોગોનું જોર વધારે હોય છે. નવેમ્બર – ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ વધું હોય એટલે ઔષધિઓ માંથી બનાવેલ ગરમ કાઢો પીવો જોઈએ.

કાવો જુદાં જુદાં ઓસડીયા માંથી બનાવી શકાય છે. એ ઔષધોમાં અર્જુન નામનાં વૃક્ષની છાલ માંથી બનાવેલ કાવો શ્રેષ્ઠ મનાય છે. એક અનુભવી આયુર્વેદિક તબીબનાં મત અનુસાર, ઠંડીની મોસમમાં રોજ પોતાની પ્રકૃતિ મુજબ કાવાનું સેવન કરવું જોઈએ. સવાર સવારમાં રોજ તમે ચા – કોફી પેટમાં ઠાલવો છો એનાં કરતાં ગરમાં ગરમ અર્જુનની છાલનો કાવો પીવાનું રાખો અને આખો શિયાળો તંદુરસ્ત અને તરોતાજા રહો. આ કાઢો ચા કે કોફી કરતાં પણ સસ્તો પડે છે.Arjuna

ઠંડીની સિઝન દરમ્યાન એક ગ્લાસ દુધમાં અર્ધી ચમચી અર્જુનની છાલનો કરકરો પાવડર નાખીને ત્રણ મહિના સુધી પીઓ. એમાં ગોળ નાખો તો વધું સારું રહેશે. અથવાં કાકવી નાખી શકાય. ગોળ બનાવતી પહેલાં કાકવી એમાંથી લિક્વિડ ફોમમાં નીકળે છે. એમાં પણ જો મિશ્રી નાખો તો સર્વોત્તમ. મિક્ષી ગુજરાત કરતાં રાજસ્થાન બાજુંની સારી આવે છે. જો આ બધી વસ્તુઓ ના ફાવે તો ખાંડ પણ ચાલે. અલબત્ત, આમાં સુંઠ ઉમેરો તો સોનામાં સુગંધ ભળે. હવે આ પ્રકારે બનાવેલ કાવો પીવાથી થતાં ફાયદાઓ વિશે જાણકારી નીચે આપી છે.

અર્જુનની છાલ માંથી બનેલો કાવો લોહીની અમ્લતા, હાર્ટ એટેક, રક્ત, પેટની એસિડીટી વગેરેમાં ફાયદો કરે છે. દરરોજ તમે પેટમાં ખોરાક દ્વારા નકામો કચરો નાખો છો તે કચરોઆનું સેવન કરવાથી બહાર નીકળી જાય છે. દરરોજ આનું સેવન કરશો તો ભવિષ્યમાં હાર્ટ એટેક નહીં થાય. કોલેસ્ટ્રોલ પણ  શરીરમાં પેદાં થતો એક પ્રકારનો કચરો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.