Abtak Media Google News

જળએ જ જીવન કૃષિ પ્રધાન ભારતમાં ખેતી સંપૂર્ણ પણે વરસાદના પાણીના આધારીત છે. પીવા અને સિંચાઈના પાણીની કામગીરીનો હજુ મોટો અવકાસ રહ્યો છે. ત્યારે ગુજરાતના બજેટમા ભળભૂત બેરેજ યોજના કલ્પસર પ્રભાગ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા નદીનું મીઠું પાણી અત્યાર ભરૂચ પાસે બીનઉપયોગી રીતે દરિયામાં વહી જાય છે. આ પાણીને રોકી લેવા સરોવર બનાવી ભરૂચ અંકલેશ્ર્વર વિસ્તારમાં ખારી થતી જમીનને બચાવવા માટે દરિયાઈ ભરતીના કારણે ખારા થતા પાણીમાં ગૂણવતા સુધારવા માટે અંકલેશ્ર્વર પાસે આવેલ ભાળભૂત ગામ નજીક નર્મદા નદી ઉપર 5322 કરોડના ખર્ચની ભળભૂત યોજના શરૂ કરેલ છે. ચાર વર્ષમાં આ યોજના પૂરી થશે અને મીઠાપાણીનું સરોવર રચાશે. 70 કિલોમીટરની લંબાઈમાં ખારાસ અટકશે. આ મીઠાપાણીના સરોવરથી ભરૂચને લાભ થશે. અને આ યોજના પર સીકસલેન પૂલ બનવાથી દહેજથી હજીરા અને સુરત વચ્ચેનું અંદર 37 કિલોમીટર ઘટી જશે.

સિંચાઈ યોજનાને પ્રોત્સાહન અપાશે

ગુજરાતમાં સુક્ષ્મ સિંચાઈ યોજના માટે મે-5થી ગ્રીનરીવોલ્વેશન કંપનીની સ્થાપના કરવામાં આવી છે. ખેડુતોને 70 થી 90 ટકા સબસીડી આપવામાં આવે છે. તેનો લાભ ખેડુતોને મળે તે માટે બજેટમાં 697 કરોડ રૂપીયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજયની જીવાદોરી નર્મદા સરોવર યોજના થકી નર્મદાનું પાણી 1792 હજાર લાખ હેકટર યોજનામાં વર્ષે પૂરૂ પાડવામા આવે છે. મૂખ્ય નહેરનું કામ 100 ટકા પૂરૂ કરવામાં આવ્યું છે.બાકીની યોજના માટે 7370 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જળ સંપતી વિભાગ દ્વારા પણ નર્મદાનું પાણી ઘેરઘેરસુધી પહોચાડવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે.

સૌની યોજનાની બીજા તબક્કાની કામગીરીમાં રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર માટે 1071 કરોડની જોગવાઈ

રાજયની મહાત્વકાંક્ષી સૌની યોજના માટે પ્રથમ તબકકાની કામગીરી પૂર્ણ થયેલ છે. બીજા તબકકાની કામગીરી ચાલુ છે. ત્યારે રાજકોટની જીવાદોરી સમી આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણી ભરવામાં આવે છે. તથા ભાવનગર શહેરમાં પીવાના પાણી માટેના તળાવને સૌની યોજનામાં સમાવેશ કરવા માટે ત્રીજા તબકકામાટે 1071કરોડની જોગવાઈ ઉપરાંત ચેકડેમ તળાવો ઉંડા કરવા 312 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.