Abtak Media Google News

આજે 73માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી લાલ કિલ્લાથી દેશને સંબોધિત કર્યો. લાલ કિલ્લા પરથી ભાષણ આપતા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં કયા ક્યા મુદ્દાઓ શામેલ કરશે તેના પર સૌ કોઈની નજર છે.

સ્વતંત્રતા પર્વ પર આતંકી હુમલાના એલર્ટના પગલે રાજધાની દિલ્હીમાં સાવચેતીના ભાગરૂપે સ્થાનિક પોલીસ, સુરક્ષાકર્મી, ટ્રાફિક પોલીસ, એનએસજી, સૈન્ય અને એસપીજીના કમાંડો તૈનાત કરવામાં આવી. સાથે જ આકાશમાંથી પણ સતત ચાંપતી નજર રાખવા આવી. ગુપ્તચર વિભાગે આપેલા એલર્ટ બાદ લાલકિલ્લા અને તેની આસપાસ દિલ્હી પોલીસના હજારો કર્મીઓ અને અર્ધ સૈનિક બળોની ટુકડીઓ તૈનાત કરાઈ હતી. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિયોએ ભારતીયોન સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

ખેડૂતોને અપીલ, કેમિકલ, રસાયણ, દવાઓનો ઉપયોગ ટાળવા પીએમ મોદીની અપીલ.દેશનો દરેક પરિવાર દેશમાં જ ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળો પર ફરવા જવાની પીએમ મોદીની અપીલ

દુકાનદારો ડિજિટલ પેમેન્ટને બળ આપે, “ડિજિટલ પેમેન્ટને હા-રોકડને ના’ કહો : મોદી

પ્લાસ્ટિકની થેલીઓના બદલે શણની થેલીઓ ઉપયોગમાં લો: નરેન્દ્ર મોદી

હવેથી ત્રણેય સેનાઓ હવાઈ દળ, પાયદળ અને નૌકાદળના એક પ્રમુખ હશે અને ત્રણેય સેનાની ઉપર સીડીએસની રચના કરાશે જે ત્રણેય સેનાનું તેતૃત્વ કરશે : પીએમ મોદી.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની રચના કરવામાં આવશે : મોદી

આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓને દુનિયા સામે ખુલ્લા પડાશે.

5 ટ્રિલિયન ડૉલરનું સપનું દરેક ભારતીયનું હોવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.