Abtak Media Google News

કેન્દ્રીય મંત્રીમંડળે કંડલા પોર્ટનું નામ દીનદયાળ પોર્ટ કરવા માટે મંજુરી આપી દીધી છે. આ સાથે કંડલા પોર્ટ નું નામ બદલીને દીનદયાળ પોર્ટ થય ચુક્યું છે. ભારતના બંદરોના નામ તે બંદર જ્યાં આવેલું હોય તે પર થી આપવામાં આવ્યા છે પણ હવે સરકાર વિચારણા કરી મહાન નેતાઓના નામ પરથી પોર્ટ નું નામ બદલી રહી છે.

કચ્છની જનતાએ કંડલા પોર્ટ નું નામ બદલવા  છેલ્લા ઘણા સમય થી માંગણી કરી હતી. પંડિત દીનદયાળ એક મહાન નેતા હતા અને તેને દેશ માટે ઘણું કર્યું છે.તમણે પોતાનું આખું જીવન દેશ ની સેવા માટે સમર્પિત કરી દીધું હતું. ગરીબો અને કામદાર લોકો માટે પણ તેને ઘણો ભોગ આપ્યો છે.

તેમણે કાયદા પ્રત્યે સન્માનની ભાવના પર ચાલીને ‘એકાત્મ માનવતાવાદ’ ના સિદ્ધાંતો પર આધારિત કર્યો કાર્ય હતા.

પંડિત દીનદયાળ ભારત ના મહાન સપુતો માંના એક હતા અને આ પોર્ટ નું નામ બદલવા થી પંડિત દીનદયાળના અમૂલ્ય પ્રદાન ને આ રાષ્ટ્ર હંમેશા યાદ રાખશે. આ ખાસ યુવાનો ને પ્રેરિત કરશે જે આ નેતાના પ્રદાન અને ભોગ વિશે કઈ જાણતા જ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.