Abtak Media Google News

એકવાર સુઇ જાય તો મહીનાઓ સુધી નથી જાગતી

સામાન્ય રીતે માણસને છ થી આઠ કલાક સુવાનો સમય પુરતો હોય છે. પરંતુ તમે જાણીને અચરજ પામશો કે એક છોકરી સુઇ જાય તો મહિનાઓ સુધી ઉઠતી નથી જી દોસ્તો લંડનની વીસ વર્ષની નિકોલ એક એવી છોકરી છે જે એકવાર સુઇ જાય તો બે મહીના પછી ઉઠે છે.

આ છોકરીનું નામ નિકોલ છે પરંતુ તેને સૌ લોકો સ્લીપીંગ બ્યુટીથી ઓળખે છે. જાણવા મળ્યુ છે કે નિકોલ જ્યારે છ વર્ષની હતી ત્યારથી સુઇ ગયા બાદ ૨૨ દિવસે અથવા ૬૦ દિવસે ઉઠતી હતી.

તેના ૧૪માં જન્મદિવસે ઘણા મિત્રો અને કુટુંબીજનો તેને મળતા આવ્યા પણ તે સમયે નિકોલ ગાઢ નિંદ્રામાં પોઢી ગઇ હતી.

વીસ વર્ષની નિકોલ ક્લીન લેવીન સિડ્રોમ બિમારીથી પીડીત છે. અને આ બીમારીથી તે ખૂબ જ પરેશાન છે. નીકોલ દુનિયાભરમાંથી એક માત્ર વ્યક્તિ છે. જે આ બિમારીથી પરેશાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.