આ જંગલ મારૂં…મર્યાદામાં રહો તો સારૂ…

ગીર પંથકમાં સિંહ જોવાની લોકોની પડાપડી થાય છે. સિંહ સાથે સેલ્ફી પાડી મર્દાનગી બતાવવામાં જાણે રેસ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. સિંહ કહે છે કે મારી ડણકથી ભલભલાના હાજા ગગડી જાય. આખું જંગલ ધ્રુજી જાય.

છતાં લોકોમાં મારી નજીક આવી મને છંછેડવાની હિંમત આવી ગઈ છે. મને મારી મર્યાદા ઓળં ગવા માટે મજબૂર ન કરો. હું ગીરની ગરીમાને કારણે ચૂપ છું. બસ હવે તમે મર્યાદામાં રહો તો સારું છે. આમ જંગલમાં માનવજાતી વધતી જતી દખલગીરીથી જંગલના રાજા એવા સિંહ કાળજાળ હોય તેવું તસવીરમાં દ્રશ્યમાન થઇ રહ્યું છે.

Loading...