Abtak Media Google News

સોમવારે દેશના સૌથી આમિર વ્યક્તિ અને રિલાઇન્સ કંપનીના માલિક મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણીની સગાઈ હતી. ઈશા અંબાણીની સગાઈની સગાઈ પિરામલ ગ્રૂપના ચેરમેન અજય પિરામલનાં છોકરો આનંદ પિરામલ સાથે થઇ હતી. આ સગાઈમાં ક્રિકેટ અને બોલિવુડના દિગ્ગજ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં શાહરૂખ ખાન, કરણ જોહર, રણબીર કપૂર, આમિર ખાન સિવાય સચિન તેંડુલકર પણ આ પાર્ટીમાં પહોચ્યા હતા. આ સગાઈની પાર્ટી મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં હતી.

આ ખાસ અવશર પર નીતા અંબાણીએ મન મૂકીને ડાન્સ કર્યો હતો. સાથે સાથે અંબાણિ પરિવાર પણ જુમ્યું હતું. નીતા અંબાણીએ શ્રીદેવીના સોંગ પર ડાંસ કર્યો હતો.

સગાઈની પાર્ટીમાં નીતા અંબાણીએ તેમની પુત્રી સાથે ડાંસ પણ કર્યો હતો. જેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. પાર્ટીમાં નીતા અંબાણીએ શ્રીદેવીની ફિલ્મ ઈંગ્લીશ-વિન્ગ્લીશ સોંગ પર ડાંસ કર્યો હતો. જે સમયે નીતા અંબાણી ડાંસ કરી રહ્યા હતા ત્યારે તેમના પતિ મુકેશ અંબાણી ડાંસ ફ્લોર પર ઉભા રહી તેને ચિયર કરી રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.