આ ગુફામાં આગ પ્રગટાવી તો થશે તમારું મૃત્યુ..

161
offbeat
offbeat

ભૂત-પ્રેતના વિશે આપણે ઘાણી વાર વિચાર હોય છે, પરંતુ દુનિયામાં ઘણી એવી જગ્યા પણ છે જેના વિષે જાણી તમે ભયભીત થઈ જાશો. અહી થનારી ઘટનાઓ ભૂત-પ્રેતના અસ્તીવને વધુ મજબુત કરે છે.સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનાડાની સીમા પર નિયાગ્રા ફોલની ગુફા આવેલી છે. આ ગુફા પોતાની જ રીતે રહસ્યમય છે. આ ગુફા નિયાગ્રા ફોલને ટોરંટો અને ન્યુયોર્કથી જોડાવનારી રેલ્વે લાઈનની નીચે બનેલી છે.કહેવામાં આવે છે કે, માચીસ, લાઈટર અથવા કોઈ પણ તરીકે અગ્નિ પ્રગટાવાની મનાઈ છે. મનાઈ છે કે, જેને પણ અહી અગ્નિ પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો તો તેનું મુત્યુ થઈ ગયું છે.વર્ષો પેહલા આ ગુફાની પાસે બનેલા ફાર્મ હાઉસમાં એક વખત આગ લાગી ગઈ હતી જેમાં એક મહિલા સળગીને મુત્યુ પામી હતી. તે મહિલા લોકોની મદદ માંગી પણ કોઈ તેમની મદદ માટે આવી શક્યા નહોતા. ત્યારથી જે પણ આ ગુફા પાસે અગ્નિ પ્રગટાવવાનો પ્રયત્ન કરે છે તેનું મુત્યુ થઈ જાય છે. આજ દિવસ સુધી જેને પણ આ ગુફાની અંદર પ્રવેશ કર્યો છે તે પરત આવ્યા નથી. લોકોના અનુભવ એટલા ભયાનક છે કે, જે પણ સાંભળે છે તે પણ ભયભીત થવા લાગે છે. પૅરાનર્મલ સોસાયટીએ પણ તપાસ બાદ આ જગ્યા પર કોઈ અદૃશ્ય પડછાયો હોવાની પુષ્ટી કરી છે.

Loading...