Abtak Media Google News

‘ જહાં ચાહ હૈ, વહા રાહ હૈ !’ કહેવાય છેને જેને કંઇક કરવું જ હોય તેને અડચણો નળતી નથી તેવુ જ સાબિત કરી બતાવ્યું છે આ ૬ વર્ષના નિહાલ રાજે. કેરળના કોચ્ચિના રહેતા નિહાળ રસોઇકળમાં ટેલેન્ટેડ છે માટે તે કૂકરી શો કરીને લાખો રૂપિયા કમાય છે તો સોશિયલ મિડિયા પર પણ ફેમસ છે. નિહાલને ખાવાનો ખૂબ જ શોખ હતો જ્યારે પણ તેના મમ્મી રસોઇમાં ભોજન બનાવતી ત્યારે તે ત્યાં જ ઉભા રહી જોયા કરતો હતો.

એક દિવસ જ્યારે નિહાલ જ્યારે તેની માતાને રસોડામાં હેલ્પ કરી રહ્યો હતો ત્યારે તેના પિતાએ તેનો વિડિયો બનાવી ફેસબુક પર શેર કરતા આશ્ર્ચર્યજનક પ્રતિસાદ મળ્યો હતો. આ જોઇ નિહાલના પિતાએ યુ ટ્યુબ ચેનલ બનાવવાનો નિર્ણય લીધો હતો. જેમાં નિહાલના વિડિયો અપલોડ કરવામાં આવતા હતા. નિહાલની રેસીપી એટલી ફેમસ થઇ ગઇ કે ભારત સહિત વિદેશના લોકોએ પણ નિહાલને વધાવ્યો છે. અત્યાર સુધીમાં તે સંજીવ કપુર અને કુણાલ કપુર જેવા દિગ્ગજ શેફોને પણ મળી ચુક્યો છે. આજે તે દેઇલી શો દ્વારા લાખો રૂપિયા કમાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.