Abtak Media Google News

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે ચન્દ્રઘંટા એ નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. જેમના મસ્તક પર ચન્દ્ર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. નવરાત્રિના ત્રીજા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે. ચન્દ્રઘંટા નામનો અર્થ ‘ઘંટ આકારનો, અર્ધગોળ, ચંદ્ર મસ્તક પર ધારણ કરનાર’ એમ પણ થતો હોવાનું જણાય છે. તેમને ત્રણ નેત્ર હોવાનું પણ કહેવાયું છે. કોઈ સ્થળે તેમનું વાહન સિંહ પણ કહેવાયું છે. મા ચંદ્રઘંટા દસ હાથવાળા દેવી છે. તેમના પ્રથમ હાથમાં કમળ, બીજા હાથમાં તીર તથા ત્રીજા હાથમાં કામઠું, ચોથો હાથ વરદમુદ્રામાં છે. પાંચમો હાથ માળામાં લીન છે. છઠ્ઠો હાથ ત્રીશૂલ ધારણ કરેલું છે. સાતમો હાથમાં ગદા, આઠમા હાથ તલવાર, નવમા હાથ યોગમુદ્રાથી શોભે છે અને દમસા હાથમાં કમંડળ ધારણ કરેલું છે. ત્રીજે નોરતે માનું પૂજન કરવાથી જીવનમાંથી આવનારી વિપત્તિનો નાશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.