Abtak Media Google News

મેચ જીતવા કરો યા મરોની સ્થિતિ હોવાનું કોહલીનું માનવું :ઈંગ્લેન્ડે ૩જી ટેસ્ટ માટે પ્લેયીંગ ઈલેવનમાં બેન સ્ટોકસનો સમાવેશ કર્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરીઝની ત્રીજી ટેસ્ટ ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત પાંચ મેચની સીરીઝના શ‚આતના બન્ને મુકાબલા હારી ચુકયું છે. એવામાં જો સીરીઝમાં પરાજય બચાવવો હોય તો કોઈપણ ભોગે આ ટેસ્ટ મેચ જીતવી પડશે.

આ મેદાનની વાત કરીએ તો ભારતનો રેકોર્ડ અહીં સારો રહ્યો નથી. ભારત છ માંથી બે ટેસ્ટ હારી ચૂકયું છે જયારે ૩ ટેસ્ટ મેચ ડ્રો થઈ છે. વર્ષ ૨૦૦૭માં રાહુલ દ્રવીડની કપ્તાનીમાં માત્ર એક જ વખત અહીં ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું છે.

બીજી તરફ આજની ટેસ્ટ ટીમ કોહલી માટે મહત્વની બની ગઈ છે. આ મેચ જીતવા કરો યા મરોની સ્થિતિ હોવાનું કોહલીનું માનવું છે. કોહલીએ ટીમના ખેલાડીઓને આ ટેસ્ટ મેચમાં જુસ્સાથી રમવા કહ્યું છે અને જણાવ્યું છે કે, જયારે તમારી પીઠ દિવાલ તરફ હોય ત્યારે તમારે બીજુ કંઈ વિચારવાની જરૂર નથી.

તમારે કરો યા મરોની સ્થિતિમાંથી બહાર નીકળવાનું છે અને જીત મેળવવાની છે. આ એક એવી પરિસ્થિતિ છે જેમાં તમારે બીજુ કંઈ પણ વિચારવાની તક નથી. આપણે આ મેચ જીતવાની જ છે. ઈંગ્લેન્ડે ૩જી ટેસ્ટ માટે પ્લેયીંગ ઈલેવનમાં બેન સ્ટોકસનો સમાવેશ કર્યો છે. સ્ટોકસને સેમ કરનની જગ્યાએ રમાડવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.