Abtak Media Google News

દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ ટ્રેસર સિસ્ટમ અપનાવીને શંકાસ્પદ ગુનેગારોને બેભાન કરીને કોઈપણ પ્રકારની હિંસા વગર કાબુમાં કરી શકશે

૨૧મી સદીના ટેકનોલોજીના યુગમાં તમામ ક્ષેત્રમાં અવનવી ટેકનોલોજી આવી રહી છે. આ ટેકનોલોજીના કારણે માનવીઓને વિવિધ સુખસુવિધામાં વધારો થવા પામ્યો છે. ત્યારે સમાજમાં ગુન્હાખોરી રોકવા પોલીસ તંત્ર પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યું છે. તેમાં પણ સીસીટીવી કેમેરાની સુવિધા સુલભ થયા બાદ પોલીસ તંત્ર આસાનીથી ગુન્હાખોરી પર નજર રાખવાની સાથે અનેક ભેદ ઉકેલવા લાગ્યું છે. વિશ્ર્વભરના પોલીસ તંત્રની સાથે ગુજરાત પોલીસ પણ હાઈટેક બનાવવામાં આવી રહ્યાનું ગઈકાલે ગૃહમંત્રીએ ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતુ.

રાજયના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત વિધાસભામાં કાયદો અને વ્યવસ્થાને લગતા પૂછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતુકે ગુજરાતમાં પોલીસ તંત્ર માટે ૯૦૦૦ બોડી કેમેરા ખરીદવાનો ઓર્ડર અપાયો છે જેમાંથી ૮૦૦૦ બોડી કેમેરા ફીલ્ડમાં જતા પોલીસ અધિકારીઓને આપવામાં આવશે આ બોડી કેમેરાના કારણે પોલીસ જવાનો સાથે નાગરિકો દ્વારા થતા ગેરવર્તન ઉપરાંત પોલીસદ્વારા નાગરીકો સાથે ખરાબ વર્તન પર નજર રાખી શકાશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ગુજરાત મુલાકાત દરમ્યાન અમેરિકી સુરક્ષા જવાનોના અતિ આધુનિક સુરક્ષા સાધનોનો ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસને પણ હાઈટેક બનાવવાનો નિર્ણય કરાયો છે.

6.Saturday 1

જાડેજાએ વધુમાં જણાવ્યું હતુ કે ડ્રોન પ્લેન દ્વારા આતંકી હુમલાઓના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ માટે એન્ટ્રી ડ્રોન સિસ્ટમ પણ ખરીદવાનો નિર્ણય કરાયો છે. જેથી ડ્રોન હુમલાની સ્થિતિમાં નાગરીકો અને સરકારી મિલકતોની સુરક્ષા જાળવી શકશે. ઉપરાંત ઈઝરાયેલની શંકાસ્પદોને પકડી પાડનારી ટ્રેસરસિસ્ટમ પણ ગુજરતા પોલીસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવનારી છે. આ ટ્રેસર સિસ્ટમમાંજે આરોપીના ડેટા નાખવામાં આવેલા હોય તેવા શંકાસ્પદો ગુન્હા આચરતા દેખાય તો તેને આ ટ્રેસર સિસ્ટમથી પોલીસ ઓળખી શકશે આ પ્રકારની ટ્રેસર સિસ્ટમ અપનાવનારો દેશમાં ગુજરાત પોલીસ પ્રથમ પોલીસ હશે.

આ ટ્રેસર સિસ્ટમમાં બંદૂક જેવા હથિયારમાંથી જારી નીકળે છે. આ જાળી આરોપીને ભાગતો અટકાવી રાખવા સાથે બેભાન કરીને કોઈપણ પ્રકારની ઈજા વગર પોલીસ તંત્ર પકડી શકશે. આ પ્રકારની ટેકનોલોજી છેલ્લા થોડા સમયથી વિદેશોમાં મોટા પાયે ઉપયોગમાં લેવામાં આવે છે.

ઉપરાંત ગૃહ વિભાગ ગુન્હાઓને પકડી પાડવા ૧૦૦૦ સીમકાર્ડ એનેબલ કેમેરા પણ વસાવશે તેમ જણાવીને જાડેજાએ અંતમાંઉમેર્યું હતુ કે વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત ૩૪ જિલ્લા  મથકો, છ ધાર્મિક સ્થાનો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સીસીટીવી કેમેરાનાં નેટવર્ક દ્વારા ટ્રાફીક વ્યવસ્થાપન અને ગુન્હાઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે. ઉપરાંત ગાંધીનગરમાં પોલીસ કમિશ્નરેટ બનાવવામાં આવનારો હોવાનું તેમણે ઉમેર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.