Abtak Media Google News

ઓનલાઇન શોપિંગ, ટ્રાવેલ પ્લાનીંગ માટે જીમેઇલનો ઉપયોગ કરતા લોકો સાવધાન!

સોશિયલ મિડિયા જાયન્ટ કંપની ગુગલ હંમેશાથી વિશ્વાસસનીયતા અને સિકયોરીટી અંગે આત્મવિશ્ર્વાસી રહ્યું છે. પરંતુ આ સોશિયલ મિડિયા જાયન્ટ પણ તમારા જીમેઇલ એકાઉન્ટ અંગે થર્ડ પાર્ટી ડેવલોપર્સને સ્કેન કરી શકવાની મંજુરી આપે છે.

વોલ સ્ટ્રીટ જર્નલનો દાવો છે કે ગુગલ જીમેઇલને સ્કેન કરવા થર્ડ પાર્ટીને મંજુરી આપી રહ્યું છે. ગુગલે બહારના હજારો સોફટવેર ડેવલોપર્સને લોકો જીમેઇલ યુઝરોના ડેટા સ્કેન કરવાના એકસેસ આપે છે જે ઓનલાઇન શોપીંગ, ટ્રાવેલ પ્લાનીંગ જેવી ઓનલાઇન પ્રવૃતિઓ કરે છે.

જો કે હજી સુધી કોઇપણ રિપોર્ટ ગુગલ પર કરવામાં આવ્યો નથી. વિશ્વભરમાં ૧.૪ બિલીયન જીમેઇન યુઝર્સે છે. ગુગલના આધારે તે એવા ડેવલોપર્સને ડેટાની મંજુરી આપે છે. જેની પાસે ઇમેઇલના એકસેસ રહેલા છે. રિપોર્ટ મુજબ ગુગલના ખુદના કર્મચારીઓ જ ઇમેઇલ વાંચી શકે છે. અને તે પણ સિકયોરીટીના અનુસંધાને ગેરઉપયોગ અને છેતરણી રોકવા માટે કરવામાં આવે છે. ઇમેઇલ ડેટા કલેકટર દિવસના લાખો મસેજ સ્કેન કરવા માટે સોફટવેરનો ઉપયોગ કરે છે. ૨૦૧૭માં ગુગલે જણાવ્યું હતું કે કમ્પ્યુટરો જલ્દી જ જીમેઇલ યુઝરોના ઇમેઇલને સિકયોરીટીના ભાગરુપે સ્કેન કરવાનું બંધ કરશે.

ઇન્ટનેટ જાયન્ટે તાજેતરમાં જ એન્ડ્રોઇડ યુઝરોને જીમેઇલ એકાઉન્ટના નેવીગેશન અને સેકયોરીટી અંગેની સરળતા માટે ફિચર્સ લોન્ચ કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.