Abtak Media Google News

રાજયનાં ૧૧૮૮૩ તલાટીઓ પડતર પ્રશ્ર્ને લડી લેવાના મૂડમાં: ત્રણ દિવસથી ચાલતી હડતાલની હજુ સુધી નોંધ ન લેવાઈ

તલાટીઓની હડતાળ આજે ત્રીજાદિવસે પણ યથાવત રહી છે. સતત ત્રણ દિવસથી રાજયભરનાં ૧૧૮૮૩ તલાટી કમ મંત્રીઓ પોતાની ફરજથી અળગા રહેતા ગ્રામ પંચાયતોનાં તમામ વહિવટ ઠપ્પ થયા છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ હડતાળની હજુ સુધી નોંધ લેવામાં આવી ન હોવાથી તલાટી મહામંડળ પડતર પ્રશ્ર્ને લડી લેવાનાં મૂડમાં છે.

ગુજરાત રાજયનાં ૧૧૮૮૩ તલાટી કમ મંત્રીઓએ વિવિધ પ્રશ્ર્ને ગત તા. ૨૨થી અચોકકસ મુદતની હડતાળ શ‚ કરી છે. ગુજરાત રાજય તલાટી મહામંડળ દ્વારા તલાટી કમ મંત્રી સંવર્ગને ઉચ્ચતમ પગાર ધોરણમાં થતો અન્યાય દૂર કરી બઢતીનીતકો આપવા સર્કલ ઈન્સ્પેકટરની જગ્યાએ અપગ્રેડ કરવા, તલાટીકમ મંત્રીમાં ફિકસ પગારથી ભરતી થયેલા તમામ કર્મચારીઓની નિમણુંક તારીખથી જ સેવા સળંગ ગણવામાં આવે, મહેસુલ તલાટીઓ ઉપલબ્ધ હોવા છતા તેની કામગીરી તલાટી કમ મંત્રીઓ પાસેથી લેવામાં આવે છે જે વિસમતા દૂર કરવામાં આવે તેમજ જૂની પેન્શન યોજના શ‚ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

તાજેતરમાં પણ ગુજરાત રાજય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા વિરોધ દર્શક કાર્યક્રમનું એલાન આપવામાં આવ્યું હતુ ત્યારે રાજયભરનાં તલાટીઓએ વિરોધ દર્શક કાર્યક્રમ આપ્યા હોવા છતા પ્રશ્ર્નનો કોઈ ઉકેલ ન આવતા મહામંડળે ફરી આંદોલનનો માર્ગ પકડયો છે. મહામંડળ દ્વારા ગત તા.૨૨થી અચોકકસ મુદતની હડતાળ શ‚ કરવાનું નકકી કરવામાં આવ્યું હતુ.

જેના પગલે રાજયનાં ૧૧૮૮૩ તલાટી કમ મંત્રીઓ ફરજ પરથી અળગા રહ્યા છે. આજે આ હડતાળનો ત્રીજો દિવસ છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ હડતાળનાં પગલે તમામ ગ્રામ પંચાયતોના વહીવટ ઠપ્પ થયા છે. હડતાળને ત્રણ દિવસ થયા હોવા છતા તંત્ર દ્વારા હડતાળની કોઈપણ પ્રકારની નોંધ લેવામાં ન આવતા મહામંડળ હાલ લડી લેવાના મૂડમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.