Abtak Media Google News

પરિણામ તો આવી ગયું હવે શું ? આગળ કઈ રીતે કામ કરવું અને શું થશે તેની સમસ્યા દરેકને હોય છે. જો કે આજના યુવાનો તે વધતી અને બદલતી દિશા સાથે થોડા અટકી જતા હોય છે. ત્યારે કઈ રીતે કામ કરવું અને આગળ વધવાની અપેક્ષા વધતી જતી હોય છે. ત્યારે ધ્યેયને કેન્દ્રિત રીતે કઈ રીતે આગળ વધવું તેનો એક સવાલ હોય છે. ત્યારે આજે અમે તમને એવી જ અમુક સરળ ટીપ આપીશું જે તમારા ધ્યેય અને નક્કી કરવા માટે ઉપયોગી બની શકશે.

જ્યારે પણ ધ્યેય નક્કી કરવાના હોય ત્યારે એકલતા તમારો સાચો મિત્ર બની શકે છે. તમે નિરાતે તમારી મન ગમતી જગ્યા પર બેસી શાંત મનથી વિચારો. અથવા તમારા વાતાવરણને તમારા વિચારોને અનુકૂળ બનાવો. તેનથી તમને સરળ રસ્તા મળશે.

ત્યારબાદ એક અગત્યની બાબત કે તમે જે પણ  વિચારો તેને તમારી ક્ષમતા અનુસાર વિચારો. તેનાથી તમે તમારા વિચારોને એક રીતે એક જ માર્ગ પર લઈ જઇ શકો છો. તમને એ સવાલ નહીં રહે કે મારે શું કરવું ? તેના વિચારો સાથે જવાબ મળશે.

તમારા વિચારો પ્રમાણે તેમાં કઈ તક છે તેને શોધો ત્યારબાદ સમય આપી તેમાં વિચારો કે શું થઈ શકશે, તેમાં તમે કઈ રીતે આગળ વધશો તેમાં ધ્યાન આપો અને પછી તમારા લક્ષ્યનું વિચારો.

એક સાથે સફળતા ના જ આવી શકે તેના ભાગ હોય છે એવી જ રીતે ધ્યેયને પણ ભાગમાં વિભાજિત કરી આગળ વધો. આટલું થયા બાદ તેનો એક પ્લાન કરી તમારી નજર જ્યાં સૌથી વધુ પડતી હોય ત્યાં તેને ચોટાડો તેનાથી તમને તે યાદ રહેશે અને તમે તમારા ધ્યેય સુધી ખૂબ સરળ રીતે પહોંચી શકશો.

તો આ રીતે પરિણામ અને ભવિષ્ય સાથે સમય કાઢી વિચારી અને ધ્યેયને નક્કી કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.