Abtak Media Google News

દેશભક્તિ

મારી દેશભક્તિ વિશિષ્ઠ નથી, પણ અન્યની રાષ્ટ્રીયતા ઉપર સંકટ અને શોષણની સ્થિતિ આવે તેવી દેશભક્તિને હું નકા‚ છું.

સત્ય

સત્ય વટવૃક્ષ સમાન છે, તેને જેટલુ પોષણ મળશે તેટલા ફળો પણ આપશે, માત્ર સત્ય રહેશે બાકીનું તમામ સમયની આંધીમાં વહી જશે.

એકતા

ભારતના વિવિધ સમુદાયો અલગ અલગ ધર્મોના હોવા છતાં તેની એકતા એજ રાષ્ટ્રના જીવનનો ઉદય.

મૃત્યુ

મૃત્યુ આશિર્વાદ છે. પરંતુ સત્યના અસ્તિત્વ માટે મૃત્યુ પામેલ યૌદ્ધા માટે તે બમણા આશિર્વાદ સમાન છે. મૃત્યુ રાક્ષસ નહીં મિત્ર છે તે આપણને પીડામાંથી મુકત કરે છે.

પરાજય

પરાજયની ક્ષણો જ સાચા યૌદ્ધાઓનું નિર્માણ કરે છે. માટે જ સફળતાને શ્રેણીબદ્ધ નિષ્ફળતા બાદના સમય તરીકે વર્ણનમાં લેવાયો છે.

અહીંસા

અહીંસા પરમોધર્મ છે, આપણે ભલે તેનું સંપૂર્ણ રીતે પાલન ન કરી શકીએ પરંતુ તેની ઉર્જાને સમજી માનવતા માટે હિંસાથી દૂર રહેવું.

લોકશાહી

લોકશાહીમાં વિચારો અને કાર્યશક્તિ સંઘર્ષ જ‚રી છે. જેમાં કેટલીક વખત વિવિધ વિચારોને લઈ યુદ્ધની સ્થિતિ સર્જાતી હોય છે.

ક્ષમા

ક્ષમા એ કાયરો નહીં પરંતુ નિડરના લક્ષણો છે, નબળા લોકો કયારેય કોઈને માફ કરી શકતા નથી. જતુ કરવું એ મજબૂત વ્યક્તિત્વની ઓળખ છે.

સ્વતંત્રતા

ભારત વિદેશી વર્ચસ્વ અને પોતાના શોષણ માટે ભાગીદાર બનશે નહીં.

આઝાદી

શૌર્યતાના કાર્યો માત્ર એક વ્યક્તિ દ્વારા કરવાથી રાષ્ટ્રને આઝાદી અપાવવી અશકય છે. કારણ કે આ લડાય વિરતાની નહીં પરંતુ સત્યની છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.