લગ્ન સમારંભમાં જનારે અનુસરવા જેવી બાબતો

63

ભારતમાં ૧૯ કરોડ લોકો દરરોજ ભૂખ્યા સુએ છે, એમને સાંજે ભોજન નસીબ જ નથી થતું, તો અન્નનો બગાડ થાય નહીં તેની તકેદારી રાખવી.

દિકરીના લગ્ન એ એના પિતાની પરસેવાની કમાણીથી થતા હોય છે, એટલે વાનગી સારી નહોતી એવી ફરિયાદ કદાપિ ન કરવી કે ન વિચારવું.

બીજ વાવણીથી માંડીને થાળીમાં વાનગી આવવા સુધી ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ભોજન કરી શકાય છે તેનું મહત્વ સમજવું.

અત્યારે બુફે સિસ્ટમના કારણે જ વધુ ભોજન બગાડ થાય છે. જે જોઇએ તે જેટલુ જોઇએ તેટલું જ પીરસાવવું. સ્વાદ ચાખવાના આશયથી બધી જ વાનગીઓ પીરસાવીને બગાડ ના કરવો, એવુ જ‚રી નથી કે બનાવેલી બધી જ વાનગીઓ બુફેમાં ખાવી. બુફે એટલે પસંદગીની વાનગી ખાવી.

ઘણીવાર જમણવારમાં વિરોધાભાષી વાનગીઓ હોય છે, જેમકે છાસ અને કેરીનો રસ સાવધાનીપૂર્વક લેવો.

જમણવારમાં મીઠાઇ છેલ્લે ખાવાથી પાચન શક્તિ જલ્દી મંદ પડતી નથી અને ખોરાક સરસ રીતે પચે છે એવુ વિજ્ઞાન કહે છે. તો આ બદલાવ જો આપણા જમણવારમાં અપનાવવામાં આવે તો તે આરોગ્ય માટે સુખદાયક છે.

અગવડતામાં સગવડતા ઉભી કરવી જોઇએ. તકલીફરૂપ ન બનવું. જે વ્યવસ્થા કરેલ હોય તેમાં સંતોષપૂર્વક લગ્ન પ્રસંગ માણવો.

આપણી વાણી, વર્તન, વ્યવહાર, પોષાક શોભનીય રાખવા.

ચાંદલામાં ઓછી રકમ આપશો તો ચાલશે, પણ માંદગીના પ્રસંગે એજ વ્યક્તિને મદદરૂપ થશો.

 

 

Loading...