શિયાળામાં ફ્લાવર ખાવાથી થાય છે આ અદભુત ફાયદા

ફલાવરમાં મોજુદ વિટામીન-સી તેમજ એન્ટી એકિસડન્ટ હ્રદય સંબંધીત બીમારીઓથી બચાવવામાં તથા રકત પરિભ્રમણ વ્યવસ્થિત કરવામાં મદદરૂપ

શિયાળાની શરૂઆત થતાની સાથે બજારમાં મૌસમી ફળો અને શાકભાજીની ભરમાર શરૂ થાય છે. એ સિવાય ગાજર, વટાણા, પાલક, મેથીની ભાજી, લીલી ડુંગળી, લસણ, બીટ, કોબીજ અને ફલાવર પણ બજારમાં વ્યાપક પ્રમાણમાં દેખાતા આંખને ઠંડક મળે છે. જેમાં કોબીજ અને ફલાવર બજારમાં સૌથી વધારે વેંચાય છે, જે ખાસ કરીને લોકોને વધુ પસંદ આગે છે. શર્દીના દિવસોમાં ફલાવર સૌથી વધારે ખવાતા શાકભાજીઓમાનું એક છે.

ફલાવર જેટીલું સ્વાદવર્ધક છે તેટલું જ સ્વાસ્થ્ય વર્ધક પણ છે. તેના ગુણ અને તેને ખાવાના ફાયદાઓ પણ છે. ફલાવર ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તેમાં મોજુદ ફાઇબર શરીરની પાચનક્રિયાને સુદ્રઢ બનાવે છે. શિયાળામાં ફલાવરનું સેવન કરવાથી સાંધાના દુ:ખાવામાં આરામ મળે છે. સાથે સાથે અન્ય બીમારીઓમાં પણ રાહત મળે છે.

બદલતી ઋતુની બીમારથી બચાવે:-

ફલાવરમાં મોજુદ વિટામીન-સી આપણને શરદી, ઉઘરસ જેવી બદલતી ઋતુની બીમારીથી બચાવે છે. આ સાથે જ તે ત્વચા માટે પણ ખુબ લાભદાયી છે. આ સિવાય, ફલાવર હાઇ કાર્બ્સથી ભરપુર હોય છે. જે આપણા શરીરને ઉર્જા પ્રદાન કરે છે.

ગળાનો સોજો ઘટાડવામાં મદદરૂપ:-

ઘણીવાર બદલત ઋતુમાં તાપમાન વારંવાર ઘટી જવાથી અને વધવાથી લોકોને ગળામાં દર્દ અથવા સોજો થવાની સમસ્યા થાય છે. આવા વખતે  ફલાવરનો ઉકાળો ગળાના સોજાને ઘટાડવામાં ખુબ મદદરૂપ થાય છે. ફલાવરના મુળીયાનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી ગળાનો દુ:ખાવો તથા ગળાના ઘામાં લાભ થાય છે. તથા ૧પ થી ર૦ એમ.એલ.આ ઉકાળો પીવાથી તાવ ઉતરવામાં પણ મદદ મળે છે.

હ્રદયને સ્વસ્થ રાખવામાં ફાયદામંદ:-

એક રિસર્ચ અનુસાર ફલાવરમાં એવા પોષક તત્વો મળી આવે છે જે શરીરમાં થનારા હ્રદય રોગોના લક્ષણોને રોકવા તથા ઓછા કરવામાં મદદરુપ નીવડે છે. ફલાવરમાં કૈરોટીનાયડ અને ફલેવોનોઇડ નામના એન્ટી એકિસડન્ટ પણ હોય છે. જે હ્રદય સંબંધીત બીમારીઓથી બચાવવા ખુબ મદદરૂપ થાય છે. આ સાથે જ ફલાવરના આ એન્ટીઓકિસડેન્ટ બોડીમાં રકત પરિભ્રમણ વ્યવસ્થિત રીતે કરવામાં મદદ કરે છે.

ઇમ્યુનિટિ બુસ્ટર:-

ફલાવરમાં વિટામીન-સીની માત્રા વધારે પ્રમાણમાં છે. જે એક એન્ટી ઓકસીડેન્ટના રૂપમાં કામ કરે છે. સાથે જ એન્ટી ઇંફફેકટના કારણે તે ઇમ્યુન સિસ્ટમને મજબુત કરે છે. અને શરીરને અનેક પ્રકારના સંક્રમણો અને બીમારીઓથી બચાવે છે.

હાડકા બનાવે મજબૂત:-

ફલાવરમાં વિટામીન જે મળે છે, તે હાડકાને મજબુત પ્રદાન કરે છે. સાથે જ તેમાં એવા પ્રોટીન મળી આવે છે. જે હાડકાને ધનત્વ, બોન ડેન્સીટીમાં સુધાર લાવીને ફેકચરના જોખમને ઘટાડે છે.

હોર્મોન:-

મહિલાઓ માટે વરદાનરૂપ ફલાવરનું સેવન કરવાથી પીરીયડસ બાદ શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર સંતુલિત રહી શકે છે. જેથી ફલાવરનું સેવન ફાયદેમંદ છે.

ત્વચા:-

ફલાવર ખાવાથી ત્વચાની કરચલીઓ દૂર કરવામાં મદદ મળે છે. તેના રહેલું કોલેજન એન્ટી ઓકિસડેન્ટના ગુણોથી ભરપુર છે. જે ત્વચાની કરચલી દૂર કરવા સિવાય મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે.

ફલાવરનો ઉપયોગ:-

ફલાવરનો મુખ્ય રીતે સબ્જી બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય તેને કેપ્સીકમ, કિશમીશ, તેમજ વિનેગાર ભેળવીને સલાડની જેમ ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. એ સિવાય ફલાવરમાં ક્રીમ અને ચીઝ મિકસ કરીને પણ ખાવાથી ખુબ સ્વાદિષ્ટ અને પૌષ્ટીકતાથી ભરપુર લાભ મળે છે. એ સિવાય તેનો પરોઠા બનાવીને પણ ખાય શકાય છે. અને તેનું સુપ પણ બનાવવામાં આવે છે. આમ વિવિધ રીતે ફલાવરનું સેવન શરીર માટે ખુબ પોષણવર્ધક છે.

Loading...