Abtak Media Google News

યુવાઅવસ્થાનો સૌથી મોટો પ્રશ્ન છોકરા તેમજ છોકરીઓ માટે એક જ હોય છે. કે વધતી આ ઉમર સાથે કેમ આ એકદમ સુંદર મુખડાં પર ક્યાથી આવ્યા આ નાના-મોટા ખીલ ? હવે કેમ કરી ફરી બનાવીશ હું મારા મુખડાંને એકદમ ખીલ મુક્ત. ખીલ તે ક્યારેક વધુ પ્રમાણમાં થતાં હોય તો ક્યારેક એકદમ ઓછી સંખ્યામાં થતું હોય છે. કિશોરઅવસ્થાથી આ ખીલનો ખૂબ મોટો પ્રશ્ન દરેકને થતો હોય છે. ક્યારેક વધતાં ખીલમાં ખંજવાળ તેમજ તેને ખોતરી  તે એકદમ ખરાબ લાગે છે અને તે બિભત્સ બની જતું હોય છે.

 ખીલ કઈ રીતે અને શા માટે થઈ છે ?

દરેક મનુષ્ય વધતી ઉમર સાથે પોતાના શરીર તેમજ બાહ્ય દેખાવમાં અનેક ફેરફાર થતાં જોતો તેમજ અનુભવતો હોય  છે. ત્યારે સૌ પ્રથમ ખીલની આ સમસ્યા થવાનો મુખ્ય કારણ તે આંતરસ્ત્રાવીય બદલાવ માનવામાં આવે છે. કારણ દરેક વધતી ઉમર સાથે  લિંગ સંબંધી સ્વાભાવિક પરિવર્તનો થવા લાગે છે. શરીરનાં બધા તંત્રો સક્રિય બની જાય છે અને અંતઃસ્ત્રાવોમાં પરિવર્તનની શરૂઆત થાય છે. આ પરિવર્તનોના કારણે ખીલ ઉત્પન્ન થઈ શકે છે. સાથે બીજું એક મોટું કારણ પાચનક્રિયામાં  અશીલતા તે પણ કહી શકાય છે. વધતી આ ઉમર તેમજ પાચનક્રિયામાં આવતો  બદલાવ તે  જે અપ્રત્યક્ષરૂપથી બીજું ખીલ થવાનું  કારણ બને છે.  

વધતા ખીલને કઈ રીતે અટકવા તેના ઉપાયો :-

  • સંતરાની છાલ અને પલાળેલી ચણાની દાળને પીસીને લેપ બનાવી લેવો. આ લેપને લગાવવાથી ખીલ, ડાઘ, આંખો નીચેના કાળા કુંડાળા વગેરે દૂર થાય છે.
  •  દરરોજ ટોપરાનું તેલ તેમજ ખાંડ અથવા મીઠું ઉમેરી તેનો લેપ  ચહેરા પર લગાવો અને દિવસમાં એક વાર લગાડો.
  • એલોવીરાનું જેલ તે ખૂબ અસરકારક ગણાય છે. આ જેલ તે દિવસમાં એકથી બે વાર સવારે અને રાતે લગાવો તે ચેહરા માટે એક અસરકારક કુદરતી ઔષધિ કહેવાય છે.
  • તેલ તેમજ એકદમ ખરા, મસાલેદાર, તેલથી ભરપૂર ખોરાક શકય હોય તો તેનું સેવન ના કરો.
  • જેટલું બને તેટલું પાણી વધારે પીવો તે ખૂબ ગુણકારી ગણાય છે. એક દિવસમાં આશરે 2-3 લીટર  પાણી પીવું જોઇયે.
  • સ્વચ્છ આંગળી અથવા સુતરાઉ પેડનો ઉપયોગ કરીને, ખીલ પર થોડું મધ ઘસવું. નહિંતર, ચહેરા અથવા બોડી માસ્કમાં મધ ઉમેરો. કારણ મધ એ  ત્વચા માટે  એન્ટિઓક્સિડેંટનું કામ કરે છે. 7537D2F3 4

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.