Abtak Media Google News

યોગ શું છે ?

તમે યોગા કરો છો એવું કોઈ પૂછે એટલે પહેલો વિચાર આસનોનો જ આવેને? (સૌથી પહેલાં યોગા નહીં, પણ યોગ સાચો શબ્દ છે અને એ એમ જ બોલાવો જોઈએ) યોગ એટલે આસન એવી પ્રચલિત માન્યતા કરતાં યોગની વ્યાખ્યા અનેકગણી ગહન અને વ્યાપક છે. ‘યુજ’ ધાતુમાંથી બનેલા આ શબ્દનો અર્થ છે યુનિયન, જોડાણ. પોતાની સાચી ઓળખને પામવી અને એની સાથે જોડાવું.
એક ખોટી જીવનશૈલી અસ્વસ્થ ખાવાની ટેવ, કસરતની કમી અને આર્થિક તનવ આ બધા કારણ તમારા પેટની ચરબીને વધારે છે. જેટલુ તમારુ પેટ વધશે એટલી અન્ય સમસ્યઓ પણ વધતી જશે અને પેટની ચરબી માટે કોઈ સહેલો ફોર્મૂલા પણ નથી. જેના ઉપયોગથી તમે તમારી ચરબી ચાર દિવસમાં ઓછી કરી લો.
 પેટની ચરબી ઓછી કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ યોગાસન બતાવી રહ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમારી ચરબી ઓછી થશે સાથ જ તમે તનાવ મુક્ત પણ રહેશો અને અન્ય બીમારીઓથી પણ દૂર રહેશો.

જાણો કયાં- કયાં આસનો છે પેટની ચરબી ઉતારવા ફાયદાકારક ? 

તાડાસન – તાડાસન એક પ્રકરનુ વોર્મ અપ પોઝ છે. આ રક્તનુ પરિસંચરણ સુધારે છે. જેના કારણે આ શરીરને અન્ય પોઝ માટે તૈયાર કરે છે.
  Uttan Tadasana
સૂર્ય નમસ્કાર – સૂર્ય નમસ્કાર 12 આસનોનો એક સંગમ છે. આ બધા આસન આપણા શરીરને લાભ પહોંચાડવામાં મદદ કરે છે. આગળ અને પાછળ નમવાથી શરીરમાં એક સ્ટ્રેચ આવે છે. જ્યારે કે ઊંડો શ્વાસ લેવાથી શરીરમાંથી ઝેરીલો પદાર્થ બહાર નીકળી જાય છે. રોજ સવારે સૂરજ સામે સૂર્ય નમસ્કાર કરવાથી તમને વધુ લાભ મળશે.

Image

પશ્ચિમોત્તાસન- આ આસન તમારી મણિપુર ચક્રને ઉત્તેજીત કરે છે. આ આસનમાં આગળ નમવાથી ધડ જાંધ સાથે જ હિપ્સ પણ સ્ટ્રેચ થાય છે. આ તેમને માટે છે જેમને પાચન સંબંધી સમસ્યા રહે છે.
01 
યોગ તે રોજ-બેરોજની દિનચર્યામાં સમય કાઢી જો થોડી વાર પણ  કરવામાં આવે તો જીવન તથા સ્વસ્થ્યમાં તે મોટો ફાયદો અપાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.