Abtak Media Google News

બ્રેકઅપ શબ્દ ભલે આજે સામાન્ય થઇ ગયો હોય પણ જેણે સાચા દિલથી કોઇને પ્રેમ કર્યુ હોય તેના માટે બ્રેકઅપ પછીનું જીવન વસમુ બની જાય છે. જો કે જીવન એક પાઠશાળા છે. જેમાં બનતી દરેક ઘટના દુર્ધટના આપણને કંઇક શીખવી જાય છે ખરા દિલથી કોઇને ચાહનાર માટે બ્રેકઅપ ક્યારેય સુખદ નથી હોતું.

જે વ્યક્તિ પ્રેમમાં આંધળી હોય તેમને સાચા ખોટાની ભાન રહેતી નથી. પરંતુ જ્યારે પ્રેમની પટ્ટી આંખ પરથી ઉતરી જાય છે. અને નરી વાસ્તવિકતા સામે આવે છે ત્યારે માણસ ઓળખવાની ભાન આવે છે. પ્રેમમાં આકર્ષણ મહત્વનો ભાવ ભજવે છે. ઘણી વાર આકર્ષણ પણ પ્રેમાન ભ્રમમાં રાખે છે. અને જેવા એકબીજાની વધારે નજીક આવીએ છીએ વધારે સમય પસાર કરીએ છીએ કે તરત જ પ્રેમનું ભુત ઉતરી જાય છે.

પ્રેમમાંથી નાસીપાસ થયેલી વ્યક્તિ આંતરિક રીતે ભાંગી પડે છે. તે પછી બીજા સંબંધ બાંધતા પહેલા ગભરાય છે. ઘણી વખત મનમાં સતત એ વાતનો ખ્યાલ સતાવે છે કે મારામાં શું કમી છે ? તો તેણે મને તણછોડ્યો માટે નવો સંબંધ કરતા નવો સંબંધ બાંધતા પહેલા થોડો સમય તમારે તમારી જાત માટે ફાળવવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.