Abtak Media Google News

ક્યારેક અરીસા સામે એકલતામાં થતી,

ક્યારેક હા કે ના જવાબથી થતી,

ક્યારેક પોતાના વિચારોમાં થતી,

ક્યારેક ના બોલવાની ઈચ્છામાં થતી,

ક્યારેક વ્યક્તિને મલવામાં થતી,

ક્યારેક સાથ વગર પોતાને જોતાં થતી,

ક્યારેક લોકોની ઉપસ્થિતિમાં થતી,

ક્યારેક કોઈના જવાબની રાહમાં થતી,

ક્યારેક પ્રેમની અનુભૂતિમાં થતી,

ક્યારેક કુદરતના દ્રશ્યો જોતાં થતી,

ક્યારેક અણગમતી વાનગી જોવાથી થતી,

ક્યારેક ભાવતી વાનગીની સુગંધ આવતી,

ક્યારેક પરીવર્તનની આબોહવામાં થતી,

ક્યારેક શબ્દોની અનુભૂતિ થતી,

ક્યારેક કોઈના પ્રતિસાદમાં થતી,

ક્યારેક જવાબની રાહમાં થતી,

ક્યારેક ઈશ્વરને જોતાં થતી,

ક્યારેક અંતરમન બદલાતાં થતી,

ક્યારેક સમજાયેલી વાતોમાં થતી,

ક્યારેક આનંદને સમજાતા થતી,

ક્યારેક વાસ્તવિકતાના અહેસાસમાં થતી,

એવી આ આંખોથી થતી વાતો.

7537D2F3 12

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.