Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં ડોર ટુ ડોર હેલ્થ સર્વેલન્સનો આરંભ

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર હેલ્થ સર્વેલન્સના ત્રીજા તબક્કાના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે.

હેલ્થ સર્વેલન્સના આ કાર્યની સાથે લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ આયુર્વેદીક ઉકાળાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહયું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રામ્ય કક્ષાએ પણ હેલ્થ સર્વે તથા આયુર્વેદિક ઉકાળા વિતરણની હાથ ધરાયેલ કામગીરીમાં આરોગ્યની ટીમ સાથે વઢવાણ મામલતદારતથા તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તેમનો સ્ટાફ સહભાગી બની રહયાં છે.

સુરેન્દ્રનગર ખાતે ત્રીજા તબક્કાની આ હેલ્થ સર્વેલન્સની કામગીરીના શુભારંભ પ્રસંગે સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકાના પ્રમુખ વીપીન ટોળિયા, વઢવાણ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકા તથા વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસરો તથા અધિકારી  પદાધિકારીઓ અને આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.