Abtak Media Google News

ફેસબુક એક નવું ફીચર્સ લાવે તેવી શક્યતા છે. આ ફીચર વિશેષરૂપે ઇન્સ્ટાગ્રામ લવર્સ માટે ખૂબ જ રસપ્રદ રહેશે. અહેવાલોના જણાવ્યા અનુસાર કંપની એક નવા ફીચરની ટેસ્ટિંગ કરી રહી છે, જેની મદદથી યુઝર્સ પોતાની ઇન્સ્ટા સ્ટોરીઝને ડાયરેક્ટ વોટ્સએપ પર વોટ્સએપ સ્ટેટસ તરીકે શેર કરી શકશો.

આ માટે યુઝર્સને આ માટે મેસેંજિંગ એપમાં જઇને સ્ટોરી પોસ્ટ કરવા માટે સેન્ડ બટન દબાવવું પડશે ત્યારબાદ જ થશે. વોટ્સએપ સ્ટોરી અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બંને જ 24 કલાક માટે જોઇ શકાય છે. જો યુઝર્સ બંને પ્લેટફોર્મ પર સ્ટોરી અપડેટ કરવા માંગે તો આ ફીચરથી તેમનો ઘણો સમય બચી જશે.

અત્યારે ફેસબુક કેટલાંક યુઝર્સ સાથે આ ફીચરનું ફક્ત ટેસ્ટિંગ કરી રહ્યું છે. કંપનીએ આ અંગે કોઇ નિવેદન આપ્યું નથી. આ ફીચર દ્વારા યુઝર્સ કોઇપણ અડચણ વિના પિક્ચર, વિડિયો અને જીઆઇએફ ફાઇલ શેર કરી શકશે કારણકે આ તમામ કન્ટેન્ટ અનક્રિપ્ટેડ હશે.

તમારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને વોટ્સએપ સ્ટોરીઝની સાથે ફેસબુક સ્ટોરીઝ પણ પસંદ હોય તો તમને જાણીને ખુશી થશે કે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝને સીધા જ ફેસબુકમાં પણ શેર કરી શકસો. જો કે આ ફીચરને હાલ ફક્ત યુએસના ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.