Abtak Media Google News

મનુષ્યો માટે વિશેષરૂપથી મહિલાઓ માટે કદાચ સૌથી વધુ ચિંતાનુ કારણ વાળનું સફેદ થવું હોય છે. જો કે એ વાત સાચી છે કે સમયની સાથે અને વધતી જતી ઉંમરની સાથે વાળ સફેદ થાય છે. પંરતુ આજકાલ જોઈએ છીએ કે ૩૦ વર્ષથી ઓછી ઉંમરના યુવાન લોકોને પણ સફેદ વાળની સમસ્યાથી બાકાત નથી. જ્યારે પિગમેન્ટ (જે વાળના કાળા રંગના માટે ઉત્તરદાયી હોય છે)નું ઉત્પાદન બંધ થઈ જાય છે તો વાળ સફેદ થવા લાગે છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અમેરિકાના લોકોના વાળ ૩૦ વર્ષની મધ્યવસ્થમાં, એશિયાઈ લોકોના વાળ ૩૦ વર્ષ પછી અને આફ્રીકી – અમેરિકી લોકોના વાળ ૪૦ વર્ષની મધ્યવસ્થાથી જ સફેદ થવાનું શરૂ થઈ જાય છે. જો કે એવું માનવામાં આવે છે કે ઘણાં કારણોથી તેમના વાળ પ્રાકૃતિક રૂપથી હાઈડ્રોજન પેરોકસાઈડનું ઉત્પાદન કરે છે જેના કારણે તેમના વાળનો રંગ ઉડી જાય છે. આવો આ લેખમાં જોઈએ કે સફેદ વાળ માટે કયા ઘરગથ્થું ઉપાયો ઉપલબ્ધ છે તથા તેના માટે શું કરી શકાય એમ છે.

Images 3 1અકાળે સફેદ થનાર વાળ માટે આમળા એક ઉત્કૃષ્ટ ઉપાય છે. આમળાના થોડા ટુકડાને નારિયેળ તેલમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળા ના થઈ જાય પછી વાળમાં આ તેલથી માલિશ કરો. આ પ્રકારે તમે પ્રાકૃતિક રૂપથી વાળને સફેદ થવાથી રોકી શકો છો.

ત્વચાની ઘણી સમસ્યાઓ માટે સારો ઉપાય સમજી શકીએ તેવું નારિયળ તેલ વાળને સફેદ થતા રોકી શકે છે. કાળા અને ચમકતા વાળ પ્રાપ્ત કરવા માટે નારિયેળના તેલમાં લીંબુનો રસ મેળવીને આ મિશ્રણથી માથાની ત્વચાની માલિશ કરો.

મીઠી લીમડીના પાંદડાને નારિયેળના તેલમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળા ન થઈ જાય. તેને તમારા માથાની ત્વચા પર ટોનિકની જેમ લગાવો. તે વાળ ઉતરવાની સમસ્યા અને વાળની પિગમેટેંશનની સમસ્યા માટેનો એક ઉપાયની જેમ છે. મીઠી લીમડીના પાંદડાને દહી કે છાશની સાથે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

Images 2 1૨ ચમચી હિના પાવડર, ૧ ચમચી મેથીના દાણાની પેસ્ટ, ૨ ચમચી તુલસીના પત્તાની પેસ્ટ, ૩ ચમચી કોફી, ૩ ચમચી ફુદીનાનો રસ અને એક ચમચી દહીનું મિશ્રણ વાળને સફેદ થવાથી રોકવા માટે ખૂબ પ્રભાવકારી છે. સારુ પરિણામ મેળવવા માટે આ મિશ્રણને નિયમિત રીતે લગાવો. પ્રાકૃતિક ડાર્ક બ્રાઉન રંય માટે હિનાને નારિયેળ તેલની સાથે મેળવીને પણ લગાવી શકાય છે.

શિકાકાઈની ત્રણ ચાર ફળીઓ અને ૧૦-૧૨ અરીઠાને એક જગ પાણીમાં આખી રાત પલાળીને રાખો. તેને ઉકાળો અને એક બોટલમાં ભરીને રાખો તથા તેનો ઉપયોગ પ્રાકૃતિક શૈમ્પૂની જેમ કરો. આમળાના થોડા ટુકડા જુદા પલાળીને રાખો અને પછી તેને ઉકાળો અને તેનો ઉપયોગ કંડીશનરની જેમ કરો. આ ઉપચાર વાળની અનેક સમસ્યાઓ જેવી કે વાળનું સફેદ થવું, રુખાપણું, વાળનું પાતળું થવું અને વાળ ઉતરવા વગેરેને દૂર કરવામાં સહાયક હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.