આ બોલીવુડની અભિનેત્રીઓએ સાબિત કરી બતાવ્યું કે લગ્નની નથી હોતી ચોક્કસ ઉંમર

વિશ્વભરમાં દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીનાં સહજીવનની શરૂઆતની વિધિને લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. લગ્નએ બે અલગ અલગ વ્યક્તિઓના સહ – અસ્તિત્વનો એકધારો પ્રયાસ છે.

અત્યારે સુધી ભારતમાં લગ્ન માટે છોકરીઓની લઘુતમ આયુ 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. સમાજના મતે આ વયમર્યાદામાં લગ્ન થઈ જવા જોઈએ કારણકે તે બન્ને માટે હિતાવહ રહે છે .જેમ પ્રેમ કરવાની તો કોઈ ઉંમર નથી હોતી એમ લગ્ન કરવાની પણ કોઈ ઉંમર ન હોવી જોઈએ આ વાતનું ઉદાહરણ બોલીવુડના કલાકારો દ્વારા લઈ શકીયે છીએ.

અત્યારેની જનરેશનનાં યુવાનો પોતાના કરિયરના કારણે લગ્નજીવનમાં વહેલા બંધાવા માંગતા નથી. આ ક્રેઝ સામાન્ય યંગ જનરેશનથી લઈને બોલીવૂડના અભિનેતા અને અભિનેત્રીઓમાં જોવા મળે છે .મોડા લગ્નકરવાથી પણ જીવનસાથી સારો મળી શકે છે એવા ઉદાહરણ બોલીવુડના ઘણા કલાકારો પુરા પાડે છે.

બોલીવુડના કેટલાક નામાંકિત કલાકારો છે કે જેમણે મોટી વયે લગ્ન કરીને યોગ્ય જીવનસાથી મેળવ્યો છે જેમકે

મનીષા કોઈરાલા

‘મન’ અને’ દિલ સે ‘ ફિલ્મની અભિનેત્રી મનીષા કોઈરાલા 40 વર્ષની ઉંમરે લગ્ન સબંધમાં બંધાઇ હતી.તેમણે નેપાળના બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા.

ઉર્મિલા માતોંડકર

‘રંગીલા’ અને ‘જુદાઈ ‘જેવી દિગ્દર્શક ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર 42 વર્ષેની ઉંમરે બિઝનેસમેન અને મોડેલ મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા હતા.

પ્રીતિ ઝીંટા

‘કલ હો ના હો’ અને ‘વીર -ઝારા’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી પ્રીતિ ઝીંટા 29 ફેબ્રુઆરી 2016માં જીન ગુડનફ સાથે લગ્ન કર્યા હતા ત્યારે તેમની ઉંમર 41 વર્ષની હતી.

નીના ગુપ્તા

આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ’ બધાઈ હો ‘ પછી ચર્ચામાં રહેલી નીના ગુપ્તાએ 54 વર્ષની ઉંમરે 2008માં વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા.

સુહાસીની મુલે

બોલીવુડની જાણીતી અભિનેત્રી સુહાસિની મૂલે વૃદ્ધ દુલ્હનની સૂચિમાં પ્રથમ નંબર ધરાવે છે. સુહાસિની લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહી. પરંતુ તેમના સંબંધ 1990 માં તૂટી ગયા. સુહાસીની લાંબા સમય સુધી સિંગલ રહી અને સુહાસિનીએ 16 જાન્યુઆરી, 2011 ના રોજ અતુલ ગુડ્ડુ સાથે લગ્ન કર્યા. લગ્ન સમયે સુહાસિની અને અતુલ બંનેની ઉંમર 60 વર્ષથી વધુ હતી.

Loading...