Abtak Media Google News

” નારી તું નારાયણી

સ્ત્રી વિનાનો પુરૂષ પાંગળો, શક્તિ વિનાનો જીવ અધૂરો

વિશ્ર્વ મહિલા દિને ‘અબતક’ સાથે રાજકોટના માનવ સેવાને સમર્પિત નારીરત્નોની  ગરવી ગોષ્ઠિ…

રાજકોટમાં જ નહિ પણ સમગ્ર નારી સમાજમાં જેમનું નામ એક મહાન અને ગૂણિયલ નારી તરીકે સુવણાંકિત થયું છે. તે વંદનીય-આદરણીય શ્રી સુશીલાબેન શેઠે વિનમ્રપણે કહ્યું હતુ કે ‘હું જે કાંઈ છું તે મારા બેન મીરાબેનની હુંફ અને હેત પ્રીતને કારણે છું મારે માટે તેઓ પ્રેરણાતિર્થસમા જ રહ્યા અને માનવ સેવાની તથા શિક્ષણના પરબ સર્જવાની પ્રેરણા આપ્યા કરી.રાજકોટ-સૌરાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્રને મૂલ્યનિષ્ઠ બનાવનાર તથા ક્ધયા કેળવણીનો વ્યાપ પ્રસરાવનાર સૌના પ્રિય ગુરૂ શ્રી લાભુભાઈ ત્રિવેદીના સુપુત્રી હેલીબેન (અલ્પનાબેન)એ પિતાને પગલે ચાલીને મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંચાલિકા તરીકે જુદા જુદા વિદ્યાલયો દ્વારા હજારો ક્ધયાઓ-કિશોરીઓ, યુવતીઓને વિવિધ ક્ષેત્રે શિક્ષિત કરીને તેમનામાં સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતાનાં અમૃતસિંચ્યા છે. વિદ્યા વિનયેન શોભતે એ સૂત્રને પોતાના વાણી વર્તન દ્વારા સિધ્ધ પણ કર્યું છે.

6 Banna For Site

આ ઉપરાંત ‘વિશ્ર્વ મહિલા દિન’ના અવસરે પોતે નારી હોવાનું ગૌરવ નિવેદિત કરીને એવું પ્રતિપાદિત કર્યુંહતુ કે, ખૂદ શ્રી રામે સ્ત્રીના સહનશીલતાના ગુણને અજોડ અને વિરલ ગણાવ્યો હતો. અને એનો સૂર વ્યકત કર્યો હતો. કે નારીની સહનશીલતાની પારાશીશી શિશુને જન્મ આપતી જનનીની રગેરગમાં અભિવ્યકત થયાવિના રહેતી નથી. ઓશોએ આનું ઉદાહરણ આપતા કહ્યું હતુ કે સંતાનનો જન્મ થાય છે. ત્યારે જ માનો જન્મ થાય છે.ઢીગલીથી માંડીને શિક્ષણના પાઠ ભણાવતાં સુધી સંતાનને પ્રેમ કરતી માતાના મૂલ્ય વિષે વેદવાણીમાં જણાવાયું છે કે, માનવ જીવનમાં પ્રથમ પ્રણાવને પાત્ર જો કોઈ હોય તો તે ‘મા’ જ છે. વિશ્ર્વનીમાતાઓના ટેકે જ આખું વિશ્ર્વ ઉભું છે. એ ટેકો ન હોત તો પરમાત્માએ સર્જેલી પૃથ્વી આટલી સુન્દર ન હોત અને આટલી દિવ્યોત્તમ તથા તેજસ્વી ન હોત ! કદાચ એટલે જ આ પૃથ્વી પર જન્મવાનું પરમાત્માને મન થયું ત્યારે સ્ત્રીરૂપે જન્મવાનું તેમણે પસંદ કર્યું હતું.

  • હું આજે જે કંઈ પણ છૂં મારા મોટાબેન હીરાબેન શેઠના કારણે છું : સુશિલાબેન શેઠ

1 6

‘સંઘર્ષ એજ વિજય’ને યથાર્થ કરનાર ૯૨ વર્ષિય સુશિલાબેન શેઠએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જે તે સ્થાન પર પહોચવા માટે સંઘર્ષ કરવો જ પડે છે. ઘણી વખત સફળતા ન મળતા લોકો નિરાશા અનુભવે છે. પરંતુ નિરાશાઓ પાછળ જ આશા છુપાયેલી હોય છે. પ્રયત્નો સખત અને સતત કરવામાં આવે તો સફળતા મળે જ છે. પોતાના જીવન કાળ વિશે વધુમાં ઉમેર્યું હતુ કે તેવો મેડીકલનાં વિદ્યાર્થી હતા પરંતુ તેઓએ મેડીકલ ફિલ્ડ છોડી પોતાના બેન હીરાબેન શેઠની જગ્યા સંભાળી અને ત્યારથી આજ સુધી તેઓ એ સતત સેવાકીય કાર્યો કર્યા આ ઉપરાંત શહેરની જી.ટી. શેઠ વિદ્યાલય પણ તેમના જ ડોનેશનથી શરૂ થઈ હતી અને હાલ અડીખમ ઉભી છે.

  • આપણે આપણા નસીબનું નહિ પરંતુ બાળકોનાં નસીબનું અને તેમની જરૂરીયાતોને પ્રાધાન્ય આપવું જોઈએ: નીમીષાબેન દેવાણી

2 5

વિશ્ર્વ મહિલા દિવસ પૂર્વે નીમીષાબેન દેવાણીએ અબતક સાથે વાર્તાલાપમાં માહિતી આપતા જણાવ્યું હતુકે, ૧૪ વર્ષ પહેલા જયારે તેમના પતીનું અવસાન થયું તે સમયથી અત્યાર સુધી બાળકોને તેમના પીતાની કમી અથવા તો બાળકોએ મને મારા પતીની કમી સાલવા દીધી નથી. ત્યારે બીજી તરફ તેમના સંતાનો દ્વારા જે સાથ સહકાર મળી રહ્યો છે. તે પણ અકલ્પનીય છે. આ તકે નીમીષાબેન દેવાણીએ જણાવ્યું હતુકે, તેઓએ તેમા સંતાનોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી છે.અને પગભર બનાવ્યાછે. જયારે તેમના પર દુ:ખનો પહાડ તૂટયો, ત્યારે તેઓએ હિંમત હાર્યા વગર કષ્ટને સહન કરી તેમની આવડતપ્રમાણે નોકરી ગોતી અને ઘરનું ગુજારાન ચલાવા માંડયા હતા.

આ તકે તેઓએ માહિતી આપતા એમ પણ જણાવ્યું હતુકે આજની મહિલાઓ સહેજ પણ તકલીફનો સામનો કરવો પડે તો તે હરહરી જાય છે. એ વાતની પણ તેઓએ સ્પષ્ટતા કરી હતી કે, એક સમય બાદ મહિલાઓએ તેમની અને તેમના નસીબનું નહિ, પરંતુ તેમના સંતાનોનાં નસીબનેક પ્રબળ અને સારા બનાવવા માટે જીવવું જોઈએ. જો મહિલાઓ આ કાર્ય કરતી થશે. તો ઘણી તકલીફો અને સમસ્યાનું નિવારણ થઈ શકશે, અને સમાજને પ્રોત્સાહીત પણ કરાશે.

  • મુશ્કેલી બધાને આવતી હોય તેનાથી ડરી પીછે હઠ ન કરવી : રૂપાબેન રાઠોડ

03

અબતક સાથેની વાતચીત દરમિયાન રૂપાબેન રાઠોડએ જણાવ્યું હતુકે હું એવું દ્દઢ પણે માનુ છું કે મહેનત કરીએ તો બધું જ મેળવી શકીએ છીએ. હું મારી વાત કરૂ તો મારા લગ્ન ૨૦ વર્ષ પહેલા થયા હતા અમે બે નાની અમથી ઓરડીમાં રહેતા હતા. અમારા લગ્નના બે વર્ષ બાદ મારા પતિનું બીમારીને કારણે નિધન થયું હતુ. ત્યારબાદ અમારા સમાજમાં દેવવટુ કરે ત્યારે મારા લગ્ન મારા દેર સાથે થયા તેઓ માનસીક બિમારીને કારણે ૬ વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા જયારથક્ષ મારા લગ્ન થયા ત્યારથી જ ઘર કામતો કરતી જ હતી ત્યારે હું ૧૦ થી ૧૨ ઘરના કામ કરતી હતી મારે ત્રણ સંતાનો છે. મારા પતિના નિધન બાદ મારા પર ઘરની જવાબદારી સામાજીક, જવાબદારી એકલા હાથે બાળકોને મોટા કરવા પરંતુ હું તેનાથી વિચલીત ન હતી થઈ અને મહેનત કરવામાં મે કાંઈ જ બાકી નથી રાખ્યું આજે એ જ મહેનતનું ફળ અને મારા ભાઈ પરિવારના સાથ મેં નવું ઘર બનાવ્યું છે. જેના માટે લોન લીધેલ હતી. તેની આજે હું અને મારી દિક્રીઓ કામ કરીને ભરપાઈ કરીએ છીએ.

આજે પણ હું ૫ થી ૬ ઘરના કામ કરૂ છું અને ઘરનું ગુજરાન ચલાવું છું હું એવું માનું છું કે દુ:ખ તો સૌ કોઈને આવતું હતુ પરંતુ તેનાથી ડરી ન જવું જોઈએ જે તે પરિસ્થિતિનો સામનો કરી આગળ વધવું જોઈએ મેં મારા બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે અથાગ મહેનત કરી રાત દિવસ પેટે પાંટા બાંધી કામ કર્યું અને આજે મારા બાળકોને પણ બીજા બાળકોની જેમ જોઈતી વસ્તુઓ મળી રહે છે. અને તેઓને મેં કયારેય તેમના પિતાની કમી મહેસુસ થવા નથી દીધી એકમાં પોતાના બાળકો માટે બધુ જ કરવા તૈયાર હોય છે. ત્યારે મેં પર એવું જ વિચાર્યુ હતુ કે મારા બાળકો પણ કોઈના ઓસીયાળા ન બને મને મારા દિકરાને ભણાવી ગણાવી સારો માણસ બને સારી નોકરી મળે. અને અમને સાચવે તે માટે હું આજે પણ કામ કરૂ છું કે તેનું ભવિષ્ય સારૂ અને ઉજજવળ બને ત્યારે હું બધાને એ જ કહીશ કે મુશ્કેલી સૌ કોઈ ને આવતી હોય તેના રસ્તા હોય જ છે. તેનાથી ડરી પીછેહઠ ન કરવી અને આગળ વધવું જોઈએ.

  • ૮ મહિનાના દીકરાને ખોળામાં રાખી આસી. પ્રોફેસર પરીક્ષાની તૈયારી કરી : ડો.ગૌરવી ધ્રુવ

04

પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજના ડિન ડો. ગૌરવીબેન ધ્રુવે અબતક સાથેની ખાસ વાતચીત માં તેમના ભૂતકાળ વિશે જણાવતા કહ્યું હતું કે મેં મારા ધોરણ ૧૦ સુધી નું તમામ શિક્ષણ જામખંભાળિયા ની સરકારી શાળા માં લીધું છે જે હાલ હું કોઈ ને કહું તો લોકો મારી વાતને મજાકમાં ઉડાવી દે છે. જામખંભાળીયા ખાતે વિજ્ઞાન પ્રવાહ નું શિક્ષણ નહીં હોવાથી હું રાજકોટ આવી. ધોરણ ૧૦ અને ૧૨ માં મને ખૂબ સારું પરિણામ આવ્યું તે બાદ મેં મેડિકલ માં પ્રવેશ મેળવ્યો અને સૌથી નાના પદ થી શરૂઆત કરી. મારી કારકિર્દી માં મેં ૩ ૠઙજઈ ની પરીક્ષા આપી અને હાલ મેડિકલ કોલેજના ડિન તરીકે ની જવાબદારી સંભાળી રહી છું.

તેમણે તેમના જીવનમાં કરેલા સંઘર્ષ વિશે જણાવ્યુ હતું કે દરેક મહિલા ને નાની નાની બાબતોમાં સંઘર્ષ કરવો પડતો હોય છે. તેવી જ રીતે મેં મારી જિંદગીમાં અનેક સંઘર્ષ કર્યો છે પરંતુ મને યાદ છે કે જ્યારે હું આસિસ્ટન્ટ પ્રોફેસર ની પરીક્ષા ની તૈયારી કરી રહી હતી ત્યારે મારો મોટો દીકરો ફક્ત ૮ વર્ષનો હતો ત્યારે હું ઘરના બધા કામ કરી દીકરાને ખોળામાં રાખી પરીક્ષાની તૈયારી કરતી હતી.ઉપરાંત તેમણે યાદગાર પળો વિશે જણાવતા કહ્યું હતું કે જ્યારે હું ચાઈલ્ડ પીડિયાટ્રિક તરીકે જવાબદારી સાંભળતી હતી ત્યારે એક બાળ દર્દી ની સારવાર હું કરી રહી હતી જે કુપોષણ ની સમસ્યા થી પીડાતો હતો પરંતુ જ્યારે તેની બીમારી દૂર થઈ અને તે સામાન્ય બાળક જેવો બન્યો એ ક્ષણ મારા હર્દય ની ખૂબ નજીક છે.મહિલા દિન નિમતે તેમણે મહિલાઓ ને તેમનું સ્વાસ્થ્ય જાળવવા નો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ક્યાંક પરિવાર ની કાળજી રાખવામાં મહિલાઓ પોતાની કાળજી રાખવાનું ભૂલી જાય છે જે ન થવું જોઈએ, સ્વસ્થ પરિવાર માટે સ્વસ્થ મહિલા અતિમહત્વપૂર્ણ છે.

  • સ્ત્રી તત્ત્વને સમાજે મહત્ત્વતા આપવી જોઈએ : ગીતાબેન પટેલ

05

મહિલાના ઉથાન અને તેમના વિકાસ માટે સમાજ સેવીક તથા મહિલાઓનું પ્રભુત્વને સમાજમાં ઉદભવીત કરનાર ગીતાબેન પટેલએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે સ્ત્રી શકિતકરણ એટલે શું? ‘નારી ઘરી શકલ વિશ્ર્વતણી’, એટલે કે નારી વિશ્ર્વની ધરી છે. અને પૃથ્વી ઉપર ઉત્પતીમાં મહિલાઓનો અહેમ ફાળો હોઈ છે. નારી અસ્તીત્વ અત્યંત મહત્વપૂર્ણ છે. નારીને જો પ્રોત્સાહીત કરવામાં આવે તો સમાજનું ઉથાન અત્યંત સારી રીતે થઈ શકશે. આ તકે ગીતાબેન પટેલએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતુકે, તેઓનું બાળપણ ખૂબજ સામાન્રીતે વીત્યું છે. અને બાળપણ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે વિત્યું છે. પરિવારની પરિસ્થિતિ સામાન્ય હતી, પરંતુ સંસ્કારનું સિંચન ખૂબ સારી રીતે કરવામાં આવ્યું હતુ લગ્ન બાદ પરિવારનાં સાથ સહકાર મળતા લગ્ન જીવનની સાથોસાથ ઉચ્ચ અભ્યાસ પણ કરવામાં આવ્યો બીજી તરફ પરિવારનાં સાથ સહકારથી જે પ્રેરણા મળી તેને અનુલક્ષી સમાજ સેવાની સાથોસાથ મહિલા ઉત્થાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા ભીક્ષુક મહિલાઓને ભીક્ષુક વૃત્તીથી હટાવી સમાજ સાથે તાલ મેલ મેળવવામાં જે હુંફ આપવામા આવી છે. તેનાથી ઘણો સપોર્ટ મળ્યો છે. પરિવારમાં સમય ઓછો આપવા છતા જે રીતે પરિવાર સાથે અને સહકાર આપે છે. તે અત્યંત મદદરૂપ નીવડે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે ખરા અર્થમાં સ્ત્રી સશકતીકરણ એટલે મહિલાઓને પગભર બનાવી. હેતુએ છે કે મહિલાઓ સ્વતંત્ર બની તેમના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે.

અંતમાં તેઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે, દુખએ એવી વસ્તુ છે. કે જે સિકકાની બંને બાજુ છે. દુખ લગભગ દરેક સ્ત્રીને નડે છે. ત્યારે ખરા અર્થમા સ્ત્રી સશકત છે, માત્ર જરૂર છે. તેઓ તેમના પગભર થ, શકે. માત્ર મહિલાદિવસ એક જ દિવસની મોતાજ કે સીમીત નથી. પરંતુ દરોજ મહિલા દિવસ તરીકે ઉજવણી થવી જોઈએ. હરહંમેશ સ્ત્રીનું નામ પૂરૂષનાં નામની જ આગળ રાખવામાં આવે છે. જે સ્ત્રી શકિતકરણ હોવાનું પૂરવાર કરે છે.

  • સ્ત્રી કુટુંબને નિભાવી પણ જાણે છે : આરતીબેન સોની

06

મારા જીવનમાં હંમેશા મને નવી વસ્તુઓ માટે જાણકારી લેવાની ઉત્સુકતા રહેતી ત્યારે મે મારા શિક્ષણમાં પણ મને જે ગમતુ એ પહેલા કર્યું. મે ફાર્મશી કરેલું છે. જોબ પણ સારી મળી હતી પણ મારે બુટીક શરૂ કરવું હતુ મારે બિઝનેશમાં ઝંપલાવું હતુ અને સફળ બિઝનેશ વુમન બનવાનું સ્વપ્ન હતુ જે મે પૂર્ણ કર્યું છે. આ સાથે મે મારા બૂટીકમાંથી ઘણી છોકરીઓ તે પણ પ્રોત્સાહીત કરી છે. જે આજે પોતે મારા અન્ય બૂટીક સંભાળે છે. તેમાં કૌશલ્ય હતુ અને બંને છોકરીઓની પરિસ્થિતિખૂબ નબળી હતી. એક છોકરીના માતા પિતાનો આકસ્મીક મૃત્યુ થયું ત્યારે એ તેને માત્ર પ્રોત્સાહન આપ્યું અને આજે તે મારૂ અન્ય બૂટીક એકલી સંભાળે છે. એવીજ રીતે મારૂ બીજુ બુટીક મોરબીમાં છે. જયારે માત્ર ૧૯ વર્ષની છોકરી એકલી આખુ બૂટીક સંભાળે છે.એક સમયએ આ છોકરી શિક્ષણને લય હતાશ થઈ ચૂકી હતી. બોર્ડની પરીક્ષામાં પાસ થઈ ન શકતી ત્યારે મે તેને એટલું જ કહ્યું તૂ જે કરવા સક્ષમ છો એને મેહનત કરીને આગળ વધારે ત્યારે આજે એ છોકરી નીચે ૧૦ અન્ય છોકરાઓ તથા બૂટીકમાં કામ કરે છે.

જે મહિલાઓના લગ્ન થઈ ગયા છે. અને જે ગૃહિણીઓ છે તે મહિલાઓને મારે એટલું જ કહેવું છે કે સ્વપ્નાઓ કયારે પૂરા થતા નથી હું પણ પરિણીત છૂં અને મે જે સ્વપ્નાઓ જોયા છે. તેને સાકાર કર્યા છે. માત્ર તમારા પર વિશ્ર્વાસ રાખો પરિસ્થિતિકેવી પણ હોય સંજોગો કેવા પણ હોય જો તમારો ઈરાદો મજબૂત કરી લીધો છે તો કયારે પણ તમે ઉભા રહેશો નહિ માત્ર પ્રગતી કરશો બસ સ્વપ્નાસાચા હોવા જોઈએ અને તમારો દ્દૃઢ નિશ્ર્ચય હોવો જોઈએ જે તમને કોઈપણ ક્ષેત્રમાં જવા માંગો છો તેમાં પ્રગતી કરાવશે.

  • નારી શકિત નારી સન્માન નારી તું નારાયણી : અલ્પનાબેન ત્રિવેદી

07

સંઘર્ષ મારા જીવનમાં ઓછો હશે,પણ અનુભવો પુસ્કળ કર્યા છે. એવી જ ૧૯૮૬ની વાત કરૂ તો મારૂ ટી.વાય. પૂરૂ થયું એ સમયમાં શિક્ષણમાં દિકરીઓ ટીવાય કરતી એટલે ખૂબજ મોટી વાત હતી. શિક્ષણ પૂરૂ કર્યા બાદ મારે કંઈક કરવું તું મે મારા પિતા લાભુભાઈ ત્રિવેદીને વાત કરી મારે જીવનમાં કંઈક અલગ કરવું છે. આગળ વધવું છે. ત્યારે મારા પિતા મને મહાત્મા ગાંધી વિદ્યાલયખાતે લઈ ગયા તે મારા જીવનનું પ્રથમ પગથીયું હતુ ત્યારે ત્યાં મે મારા પિતા સાથેના સાત વર્ષનાં સારા અનુભવ લીધા જાણે મારા જીવનનું સારામાં સારૂ ઘડતર કર્યું હાલ છેલ્લા ૨૫ વર્ષથી હું આ અનુભવો કર્યા છે. અને મારૂ જે જ્ઞાન છે તે મારા વિદ્યાર્થીઓને જ્ઞાન સ્વરૂપે આપું છું શિક્ષણમા હાલ રાજકારણ અને વેપારીકરણ થઈ રહ્યું છે. તે અત્યારના શિક્ષણ જગત માટે નુકશાનકારક છે.શિક્ષણનો વ્યાપ વધવો જોઈએ સામાન્ય વર્ગનાં બાળકોથી તેમજ જયા શિક્ષણ ન લઈ શકતા બાળકો સુધી શિક્ષણ ને પહોચાડવું જોઈએ સારૂ માર્ગદર્શન મળતું રહેવું જોઈએ.

જયારે સ્ત્રી સશકિતકરણની વાતો કરીએ છીએ ત્યારે હાલ અત્યારના સમયમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. અને પૂરૂષ સમોળી બની છે. ત્યારે મહિલા દિને હવે વાસ્તવમાં સાર્થક થઈ રહ્યો હોય તેવી લાગી રહ્યું છે. અને જે પણ મહિલાઓ પોતાના વિચારોને સમાજ સમક્ષ રજૂ કરવા માંગે છે. તેમણે દ્દઢ નિશ્ર્ચયી રજૂ કરવા અને પોતાને જે ક્ષેત્રમાં આગળ વધવું છે તેમાં પૂરેપૂરો પરિશ્રમ કરવો તેવી મારી મહિલા દિવસ નિમિતે તમામ મહિલાને શુભેચ્છા છે.

  • સંઘર્ષનાં સમયમાં પણ સ્ત્રીઓએ સન્માન અને સ્વાભિમાનથી પગભર થવું જોઈએ : હેમબા ગોહિલ

08

મહિલાઓમાં પ્રેરણા અને સંઘર્ષના પર્યાય એવા હેમાબા ગોહિલ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ એક સામાન્ય પરિવારમાં જન્મેલા તેમના લગ્ન ૨૦ વર્ષની ઉંમરે થયા તેમના ઘરે પુત્રનો જન્મ થયો પરંતુ કહેવાય છે કે નાથ ને કયાંક તેમનું સુખ ભાષ્યુ નહિ, પુત્ર જયારે પાંચ વર્ષનો થયો ત્યારે તેમના પતિનું અવસાન થયું અને ત્યારથી તેઓ ગામડુ છોડી રાજકોટ આવ્યા અને અથાગ પરિશ્રમ શરૂ કર્યો, તેઓએ યુવા અવસ્થાથી લઈને હાલ વૃધ્ધા અવસ્થા સુધી એટલે હાલમાં પણ તેઓ રસોઈ કામ કરી પોતે એકલા રહે છે. અને તેનો જીવનનિર્વાંહ કરી રહ્યા છે. ખાસતો તેઓએ ઉમેર્યું હતુ કે અમુક મહિલાઓ પૈસા કે અન્ય વસ્તુ માંગી અને પોતાના પેટ ભરે છે. પરંતુ પરિશ્રમ કરવો એજ સાચી રાહ છે. આ પરથી સંઘર્ષ એજ વિજય યુકતી પણ યથાર્થ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.