Abtak Media Google News

ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, જ્ઞાતિવાદ, ગ્રામ્ય વિસ્તારોનાં પ્રશ્નો, વેપારઉદ્યોગમાં મંદી, ફુગાવા સહિતના  મુદાઓ અસરકારક રહેશે તેવો રાજકીય પંડિતોનો મત

ચૂંટણીમાં ૧૭. લાખ  વીવીપફભેટ મશીનનો ઉપયોગ થશે

૨૦૧૯માં ૧૦ લાખથી વધુ વોટીંગ બુથ

ચૂંટણીને લગતી માહિતી કે પુછપરછ માટે ડિજિટલ માઘ્યમો અને ૧૯૫૦ હેલ્પલાઇન નંબર

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે લોકસભાની ચૂંટણીની વિધિવત્ જાહેરાત કરી દેવામાં આવી છે તે સાથે જ દેશભરમાં સર્વત્ર લોકસભાની ચૂંટણીઓની ચર્ચા વિચારણા થવા લાગી છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસમાંથી લોન જીતશેથી માંડીને કયાં મુદાઓ અસરકારક રહેશે તે મુદાઓ અંગે તર્કવિતર્કો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીના પ્રચાર કાર્ય દરમ્યાન રાષ્ટ્રીય સંરક્ષણ અને આતંકવાદનો મુદો મુખ્ય રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત ભ્રષ્ટાચાર અને બેરોજગારીનો મુદો પણ ઉછળવાની સંભાવના છે.

ભાજપ કોંગ્રેસને આતંકવાદનો મજબુત દેશહિતના જવાબ આપીને નામે રાષ્ટ્રીય સંરક્ષણના મુદે ઘેરવાનો પ્રયત્ન કરશે તો કોંગ્રેસ રાફેલ સોદામાં કહેવાતા ભ્રષ્ટાચાર તથા બેરોજગારીના મુદે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત આ ચૂંટણીમાં જે મુદાઓ ‘અસરકારક રહેશે તેમાં ગ્રામ્ય વિસ્તારનાં પ્રશ્નો, જ્ઞાતિવાદ, સોશ્યલ મીડિયાની અસર, ફુગાવો, વેપાર-ઉદ્યોગમાં મંદી સહિતના ૧૫ મુદાઓ હારજીત માટે અસરકારક રહેશે તેવું રાજકીય નિષ્ણાંતોનું માનવું છે. 

સંરક્ષણ ક્ષેત્રેન્યુ ઈન્ડિયાનુંઘડતરDefence

ચૂંટણીના પડધમ શ‚ થઈ ચૂકયા છે. ત્યારે દેશભરની સંવેદના સાથે જોડાયેલ પુલવામાં અટેક અફભને ત્યારબાદ તેનો વળતો જવાબ એટલે કે ‘અરે સ્ટ્રાઈક’ લોસભા ૨૦૧૯ને ચોકકસથી અસર કરશે. વર્તમાન સરહદી સ્થિતિને જોતા વિશ્ર્વભરના દેશો જેમ કે રશિયા, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટેને ભારતનો સાથ આપ્યો હતો.

ત્યારે સંરક્ષણમાં કોઈપણ પ્રકારે બાંધછોડ ન રહે માટે સુરક્ષાના તમામ પડકારોને જીલવા ‘ન્યુ ઈન્ડિયા’ના વિચારોનું ઘડતર કરવામાં આવી રહ્યું છે. જે ભારતને આર્થિક અને રાજનૈતિક મોરચે પણ મદદરૂપ સાબિત થશે. ત્યારબાદ સરહદે જે તંગદીલીનો માહોલ ભારતીય જાબાઝ વિંગ કમાંડર અભિનંદનની વાપસી લોકોનો દેશપ્રેમ જોડતા લાગ્યું કે માત્ર પ્રજાસત્તાક દિન કે સ્વતંત્રતા દિન નિમિતે જ નહીં પરંતુ દેશભકિત સદાબહાર છે.

ઉઘડતી બજારે ૩૦૦ પોઈન્ટ સાથે શેર બજાર ગ્રીનઝોનમાં

લોકસભા ૨૦૧૯ ચૂંટણીની તારીખો જાહેર થયાની સાથે જ શેર બજારે ગ્રીન ઝોનમાં છલાંગ મારી છે. છેલ્લા અઠવાડીયાથી સતત રેડ ઝોનમાં જતા શેર બજારમાં હવે તેજીનો માહોલ સર્જાયો છે. ત્યારે રોકાણકારો પણ હાશકારો અનુભવી રહ્યા છે. કમોસમી વરસાદ, બદલતા વાતાવરણ અને આંતરીક તેમજ બાહ્ય આવેગો, કયાંકને કયાંક બજારને ઈફેકટ કરતા હોય છે. આજરોજ ઉઘડતી બજારની શરૂઆત જ પોઝીટીવ જમ્પ સાથે થતા બજારની સ્થિતિ ૩૦૦ પોઈન્ટ અપ રહેતા સપાટી ૩૬,૯૭૯ રહી હતી. તેની સાથે જ નિફટીએ ૧૦૦ પોઈન્ટ સાથે ગ્રીનઝોનમાં રહેતા તેની સપાટી ૧૧,૧૪૪.૫૦ નોંધાઈ ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ શેર બજારમાં લીલા લહેર જેવો માહોલ સર્જાયો છે. 

રોજગારીની તકો યુવા મતદારોને આકર્ષશેJob Employmentc

વિપક્ષોની રોજગારીની તકો અંગેની માંગ અને ઉધોગ સાહસિકતાના તમામ પડકારોનો સામનો કરવા માટે મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ જેવી કેટલીક મહત્વની યોજનાઓ બનાવવામાં આવી હતી ત્યારે ડિજિટલ ઈન્ડિયા જેવા કેમ્પેઈન અને સોશિયલ ડ્રાઈવના કારણે હજારો યુવાનોને નોકરીની તકો મળી છે અને જીએસટી તેમજ નોટબંધી જેવા ઐતિહાસિક નિર્ણયો બાદ ડેટા અને ટેકનોલોજી ક્ષેત્રે યુવાનોનું આકર્ષણ વઘ્યું છે.

લોકોની નોકરી પ્રત્યેની માનસિકતામાં ફેરફારો લાવવામાં ડિજિટલ ઈન્ડિયા તેમજ સરકાર દ્વારા ચલાવાતા વિવિધ પ્રકારના કેમ્પેઈનો આશીર્વાદ સમાન સાબિત થયા છે. જેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર જોવા મળી છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયાના કારણે ભારતના કેટલાક બિઝનેસો મિલિયન ડોલરે પહોંચ્યા છે. ત્યારે યુવા પેઢીની જે માંગ હતી અને નોકરીની તકો અંગે સરકાર કેટલી પુરવાર સાબિત થઈ છે તેની જલક ચુંટણીમાં જોવા મળી શકે છે. આ વર્ષે ગુજરાતમાં ૧૮ વર્ષથી લઈ ૩૯ વર્ષના ૫૦ ટકા વોટરો છે જેઓ વિવિધ ક્ષેત્રે વ્યવસાયે જોડાયેલા હોય. 

વિવિધતામાં એકતા: ધર્મ અને સમાજનું બેલેન્સCaste System

અનેકતામાં એકતા એવા ભારત દેશમાં અનેક ધર્મ, જ્ઞાતિ અને સમાજના લોકોના જોડાયેલા છે ત્યારે વિવિધ સમાજને અનુલક્ષીને જે કાંઇ પણ વિકાસના કાર્યો થયા છે તેની અસર લોકસભાની ચુંટણી ઉપર જોવા મળી શકે છે. મુસ્લીમ મહીલાઓ માટે ત્રીપલ કલાક ના કાયદામાં સુધારો, મઘ્ય વર્ગને અનુલક્ષીને જાહેર કરાયેલા બજેટ,  અને વિવિધ વર્ગના લોકો માટે જે જોગવાઇઓ કરવામાં આવી છે.

જે તમામ વર્ગના લોકોને આકષી અને મતદાનથી લઇ ચુંટણીના પરિબળો લઇ પણ અસરકારક બની શકે છે. જ્ઞાતિવાદ જાતીવાદીઓ માનસીકતા દુર કરવા માટે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પ્રગાય કુંભ મેળામાં સફાઇ કામદારોના પગ ઘોયા હતા ત્યારે રાજકીય પાર્ટી, નેતાઓ અને તેના દરેક કાર્યક્રમોનો નિર્ધાર ચુંટણી ઉપર જોવા મળી શકે છે. 

જેવા ઐતિહાસિક નિર્ણયો ભ્રષ્ટાચાર નાબુદી માટે ઉપયોગી

Corruptionc

૨૦૧૪ની ચુંટણીમાં કોંગ્રેસે ભ્રષ્ટાચાર અંગે કેટલાક પડકારોનો સામનો કરવો પડયો હતો ત્યારે સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણયો અને તેને લીધે બહાર આવેલા કૌભાંડોની જાણ લોકોને થઈ છે. મોદી એકાતરે અનેક પક્ષી મારવા માટે જાણીતા છે ત્યારે નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોને લીધે કેટલાક કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારોના ભાંડા ફુટયા હતા.

ભ્રષ્ટાચારને નાથવા માટેના કેમ્પેઈનો અને આર્થિક વ્યુહરચનાએ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે ચુંટણીમાં તેની અસર જોવા મળે તેવી શકયતા છે. મોદી સરકારે લોકો સુધી પહોંચતી યોજનાઓને અન્યના માધ્યમ મારફતે ન બનાવતા ડિજિટલ કેમ્પેઈનને બુસ્ટર ડોઝ આપ્યો જેને લઈ વચેટીયાઓ નિકળી જતા ભ્રષ્ટાચાર નાબુદી અંગે વધુ એક સફળ પહેલ હાથ ધરવામાં આવી.

સોશિયલ મીડિયા અને આચારસંહિતાSocial Media Icon

ફેક ન્યુઝ, અફવાઓ અને આચારસંહિતાને ધ્યાનમાં લઈ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ચુંટણી કમિશનની બાજ નજર રહેશે. સોશિયલ મિડીયા પર ચુંટણી અંગેની વિગતો મુકશે તેની જાણ ચુંટણીપંચને કરવાની રહેશે. સૌપ્રથમ વખત તમામ ઉમેદવારને લોકસભા ચુંટણી માટે ઉમેદવારી પત્રક દાખલ કરતી વખતે સોશિયલ મિડીયા એકાઉન્ટની માહિતી આપવાની રહેશે.

ચુંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ ઈલેકશન કમિશનને જણાવ્યું હતું કે, ટવીટર, ગુગલ અને ફેસબુકે લેખિતમાં કમીટમેન્ટ આપવાનું રહેશે કે તેઓ ચુંટણીને લગતી તમામ પોસ્ટ અને શેર અંગે સતત મોનીટરીંગ માટે ઓટોમેટીક મેકેનીઝમનું નિર્માણ કરશે અને ચુંટણી પારદર્શક બની રહે તેના માટે સહકાર આપશે.

પાકા મકાન, શૌચાલયોનું નિર્માણ, રાંધણગેસની સુવિધાથી ગ્રામ્ય વિસ્તાર વિકાસના પંથેCartoon Village Vector 1348210

૨૦૧૪ની ચુંટણીમાં વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીને જીતાડનાર સૌથી મોટો ફેકટર ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતો રહ્યા હતા જોકે ત્યારબાદ કેટલીક વખત ખેડુતોની માંગને લઈ તેમને કેટલીક નારાજગી રહી હતી. ખેડુતલક્ષી યોજનાઓ અને ૨૦૧૯નું બજેટ ગ્રામ્ય વિસ્તારના તેમજ મધ્યમ વર્ગીય લોકોને અનુલક્ષીને જાહેર કરવામાં આવ્યું હતું.

કૃષિપ્રધાન દેશ ભારતમાં પહેલાથી જ સુત્ર રહ્યું છે જય જવાન, જય કિશાન ત્યારે ખેડુતોને લાભ મળી રહે તેને લઈ કેટલાક નિર્ણયો લેવાયા હતા. ગ્રામ્ય વિસ્તારના લોકોને આકર્ષવા માટે સ્ત્રીઓને રાંધણગેસ, વિજળીનું કનેકશન, શૌચાલયોનું નિર્માણ અને ગ્રામ્ય વિકાસ માટે કરાયેલા કાર્યોને લઈ ૨૦૧૯ની ચુંટણીનો નિર્ધાર રહે અથવા તો આ મુદ્દો કયાંકને કયાંક અસર કરશે તેવી શકયતાઓ છે.

લોકોની માથાદીઠ આવક અને જીડીપીમાં વૃદ્ધિInflationc

માર્કેટમાં આંતરીક તેમજ બાહ્ય પરીબળો અસર કરતા હોય છે જેને લઈ ઉધોગ બજારની સ્થિતિ અને ઓપન તેમજ કલોઝ માર્કેટનો નિર્ધાર રહેતો હોય છે ત્યારે લોકોની માથાદીઠ આવક પરકેપીટા ઈન્કમ અને જીડીપી ગ્રોથની મહત્વની ભૂમિકા હોય છે ત્યારે મેક ઈન ઈન્ડિયા જેવા કેમ્પેઈનો દ્વારા ભારતમાં જ મેન્યુફેકચરીંગની જે તકો ઉભો થઈ છે તેને લઈને આયાતી માલને કારણે લાગતું કિંમતી હુંડિયામણ પણ ઘટયું છે તેથી અર્થતંત્રની સ્થિતિને સ્થિરતા મળવાની સાથે જ કેટલીક વસ્તુઓના ભાવ પણ ઘટયા છે.

ગુજરાતમાં ૫૦ ટકા વોટરો યુવા વર્ગEle

ગુજરાત રાજયમાં કુલ ૪.૪૫ કરોડ મતદારોમાંથી અડધો અડધ એટલે કે ૫૦ ટકા વોટરોનો નિર્ધાર યુવા મતદારો છે ત્યારે સરકારની યોજનાઓ ખરેખર મદદરૂપ બનશે.આ વખતેની ચુંટણીમાં ૧૮ થી ૧૯ વયના ૭.૬૬ લાખ મતદારો પ્રથમવાર મતદાન કરી રહ્યા છે.

તો ૨૦ થી ૨૯ વયના ૯૦ લાખથી વધુ મતદારો ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે.ગુજરાતમાં આ વર્ષે ૪૦ વર્ષ સુધીના મતદારોની સંખ્યા ૩૯ ટકા છે ત્યારે વિવિધ વર્ગના મતદારોને લઈ જે યોજનાઓ અને નિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે તેની અસર લોકસભા-૨૦૧૯ની ચુંટણી ઉપર જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.