Abtak Media Google News

ઉત્તર ગુજરાત અને સાઉથ ગુજરાતમાં હળવાથી મધ્યમ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી ૫ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે.

છેલ્લા ૨૪ તાલુકામાં રાજ્યના ૧૧૨ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો તેની વિગતવાર વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતના ૧૦ તાલુકાઓમાં ૨૪ કલાકમાં દરમિયાન અઢીથી ચાર ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેમાં કુકરમુંડા અને વાંસદામાં ૪-૪ ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત ઉમરપાડામાં સવા ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે કપરાડામાં ૩ ઈંચ, વ્યારામાં પોણા ત્રણ ઈંચ, નાંદોદમાં અઢી ઈંચ જ્યારે નીઝર અને માંડવીમાં અઢી-અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઈ, ડોલવણ, કુતિયાણામાં સવા ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાત્રે ૨થી સવારે ચાર વાગ્યા સુધી વડોદરાના કરજણમાં પોણા ૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રે ૧૦થી ૧૨ વાગ્યા સુધીમાં સુરત શહેરમાં સવા ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢના વિસાવદરમાં સવા ૨ ઈંચ, બારડોલીમાં ૨ ઈંચ, નવસારીમાં ૨ ઈંચ, ખેરગામ, ધોરાજી, ભરૂચમાં ૨-૨ ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં જ્યારે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદ પડશે. ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

દેવચંડી બાંદરામાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદથી મગફળીને પાકને નુકસાન

ગોંડલ પંથકમાં છેલ્લા પાંચ દિવસ થી સતત અનરાધાર વરસાદ વરસતો હોય ખેડુતોને મગફળી માં મોટુ નુકશાન થવાં પામ્યું છે.તાલુકા નાં બાંદરા દેવચડી પંથકમાં માં બે થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.અને હજું પણ મેઘ વર્ષા ચાલું છે.આવા સંજોગોમાં  મગફળી ની સમય મર્યાદા પુરી થતી હીય ખેડુતો ને ના છુટકે મગફળી ઉપાડવાની ફરજ પડી હતી, મગફળી ની  સમય મર્યાદા પુરી થતા વિસ્તારનાં તમામ ખેડુતોએ મગફળી નો પાક ઉપાડ્યો હતો ત્યારે  ત્રણ દિવશ નાં અતી વરસાદનાં પગલે  ખેડુતો નો પાક નાશ પામ્યો છે. ખેડુતોની મગફળી ભર્યા પાણી માં તરતી જોઈ ખેડુતોની કફોડી  સ્થીતી ઉભી થઇ છે, ખેડુતોની ચાર માસ ની મહેનત સહિત બીયારણ, દવા ખાતર વગેરેનો ખર્ચ પણ જાણે પાણી માં તણાયો હોય તેવી હાલત સર્જાઇ છે. ખેતરોમાં મગફળી નાં પાથરાં પાણી માં તણાયાં છે.અધુરામાં પુરું હોય તેમ મગફળી માં ગેરું નામનો રોગ લાગું પડતાં પાંદડા કાળાં પડવાં લાગતાં મગફળી ઉપાડવી ફરજિયાત બની હતી.વધું વરસાદ થી પોપટાં માં કોટા ફુટવા લાગતાં ખેડુતો ને મગફળી ઉપાડવાં મજબુર થવું પડ્યું હતું.આમ બન્ને બાજું થી ભિસાયેલાં ખેડૂતો એ મગફળી ઉપાડી ખેતરમાં પાથરાં તો કર્યા પણ સતત વરસતાં વરસાદે ખેડૂતો નાં અરમાનો પર પાણી ફેરવી દેતાં જગત નો તાત નિરાશ થવાં પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.