હવે કરો જલસા…. ગુજરાતમાં હવે છુટથી બીયર મળશે….

572
beer
beer

બીયર પીનારા માટે આલ્કોહોલ રહિત બીયર આગામી વર્ષે બજારમાં ઉપલબ્ધ થશે

ગાંધીના ગુજરાતમાં દા‚ બંધીનો કડક રીતે અમલ કરાવવામાં આવી રહ્યો હોવાથી શરાબ શોખીનો માટે દા‚ અને બીયર મેળવવો સામાન્ય રીતે મુશ્કેલ રહે છે અને કાયદાની ચુંગાલમાં ફસાવવાનો સતત ભય રહેતો હોય છે ત્યારે કર્ણાટકની યુનાઇટેડ બ્રુઅરી કંપનીએ નોન આલ્કોહોલ બીયર બજારનું ઉત્પાદન કર્યુ છે અને તે નોનઆલ્કોહોલ હોવાથી તેના વેચાણની ગુજરાતમાં પણ છુટ આપવામાં આવી છે.

જો કે કેટલીક દવાઓમાં ૧૧ ટકા આલ્કોહોલની છુટ આપવામાં આવી છે ત્યારે યુનાઇટેડ બ્રુઅરીએ બનાવેલા બીયરમાં જીરો ટકા આલ્કોહોલ હોવાથી તેના વેચાણ સામે ગુજરાતમાં કોઇ વિરોધ કે વાંઘો આવે તેમ નથી જેના કારણે જ કેન્દ્ર સરકાર દ્વારા નોનઆલ્કોહોલ ગણાતા યુનાઇટેડ બ્રુઅરી કંપનીએ બનાવેલા બીયરને ગુજરાતમાં વેચવાની છુટ આપી છે.

આગામી વર્ષે નોન આલ્કોહોલ ગણાવવામાં આવતા બીયર ગુજરાતમાં છુટથી વેચાતું થશે અને છુટથી પીવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

Loading...