Abtak Media Google News

જસદણમાં પ્રજાજનોને દર ચાેથા દિવસે પાણી મળી રહ્યું છે. મુખ્ય સ્ત્રોત આલણસાગર તળાવમાં હાલ ૧૨ ફુટ પાણી છે. શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પાણી વિતરણ કરવા માટે તળાવમાંથી દરરોજ ચાર એમએલડી પાણી ઉપાડાય છે અને બે એમએલડી પાણી નર્મદા મહી યોજનામાંથી આવે છે.

દરરોજ ૬૦ લાખ લીટર કોઈપણ ભોગે જોઈએ પણ આગામી ઉનાળામાં શું થશે તે વિચાર નાગરિકોને કંપાવી રહ્યો છે. એકબાજુ નગરપાલિકા સરકારની નાણાકીય ગ્રાન્ટોથી ચાલે છે. કરોડો રૂપિયા જેવી મસમોટી રકમો પાણી પુરવઠા બોર્ડ નર્મદાના પાણીના માંગે છે અને પીજીવીસીએલ ઈલે.બિલની રકમ માંગે છે.

આવા માહોલ વચ્ચે તંત્ર તો છાતી ઠોકીને કહે છે કે ઉનાળામાં પ્રજાને પાણીની ખેંચ નહીં પડવા દઈએ. આ માટે પ્રથમ હજારો ભુતિયા નળ જોડાણે દુર કરાવશું. ઈલે. મોટરોથી થતી પાણીચોરી બંધ કરાવશું અને થોડા સમય પછી શોપીંગ સેન્ટરો બનાવી તેની કમાણીમાંથી પાણી પુરવઠા બોર્ડ અને પીજીવીસી એલ નું દેવુ ભરપાઈ કરી દઈશું ત્યારે પ્રજા માટે ઉનાળો કપરો તો સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.