Abtak Media Google News

ટીવીના પોપ્યુલર રિયલીટી શો કેબીસીને આ સત્રના પ્રથમ કરોડપતિ મળી ગયા છે. જમશેદપુરની અનામીકા મજુમદાર 1 કરોડ સુધી પહોંચવા વળી પ્રથમ કન્ટેસ્ટન્ટ બની ચુકી છે. પરંતુ તે 7 કરોડના જેકપૉટના સવાલનો જવાબ ન આપી શકી.

અનામિકાએ 1 કરોડના સવાલનો જવાબ વગર લાઈફલાઈને આપ્યો હતો. પરંતુ 16 માં જેકપોટનો સવાલ એટલો ટફ હતો કે તેને રિસ્ક લીધા વગર ક્વિટ કર્યું. ચાલો જાણીએ સવાલ વિશે જે સવાલે અનામિકાને આ સત્રની સૌથી મોટી વિજેતા બનતા રોકી.

સવાલ- આમાં થી કઈ જોડી નોબેલ પુરસ્કાર વિજેતા માતાપિતા અને સંતાનની જોડી નથી?

જબાવ- ડી (હર્મન એમીલ ફિશર, હાન્સ ફિશર)

ખરેખર જ આ સવાલ ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ અનામીકા જે સમજદારી સાથે 1 કરોડ સુધી પહોંચી છે તે ખરેખર પ્રશંસા કરવા યોગ્ય છે. તેના 1 કરોડ જીતવા થી  બિગ બી પણ ઘણા ખુશ હતા કે તે કહેવા આતુર હતા કે તમે બની ગયા છો આ સિઝનના પ્રથમ કરોડપતિ અને ખરેખર આ સિન જોવા લાયક હતો.

જ્યારે અનામિકા 1 કરોડના સવાલ પર પહોંચી ત્યારે તેની પાસે કોઈ લાઈફલાઈન ન હતી. આ દરમ્યાન અનામિકાના માતા રોવા લાગ્યા, કારણ કે તે નહોતા ઇચ્છતા કે વગર લાઈફલાઈને રિસ્ક લે.

1 કરોડ વિજેતા અનામિકા જમશેદપુરની રહેવાસી છે. તે પરણિત છે અને તેમને બે બાળકો છે. અનામિકા સોશિયલ વર્કર છે જે ‘ફેથ ઇન ઇન્ડિયા’ નામથી એનજીઓ ચલાવે છે. તેમણે કરોડોપતિ બન્યાં પછી જણાવ્યું હતું કે, તે આ નાણાં એનજીઓ માં ખર્ચ કરશે જેથી ઝારખંડના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ માં વધુ સંખ્યામાં કામ કરી શકાય. અનામિકાની પહેલાં બિરેશ ચૌધરી આ સિઝનના પહેલાં કરોડપતિ બનવા થી ચુક્યા હતા. તેઓ 1 કરોડના સવાલ નો જવાબ આપી શક્યા ન હતા. તેઓએ 50 લાખ જીતીને જ રમત છોડી દીધી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.