Abtak Media Google News

ગ્રાહક દ્વારા વીજ કનેકશનમાં માંગેલી કરારીત વીજભાર કરતા વધુ વીજભારનો વપરાશ તો હતો જે ગેરકાયદેસર છે

જીબીયાની મુખ્યમંત્રીને રજૂઆત: ઘટનાની તટસ્ તપાસ કરીને દોષનો ટોપલો ડીજીવીસીએલના નિર્દોષ અધિકારી કે કર્મચારીઓ ઉપર ન ઢોળવાની માંગ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા નામના બિલ્ડિંગમાં આગ લાગવા ને કારણે બિલ્ડિંગના ચોથા માળે અગાશીમાં ગેરકાયદેસર ઊભું કરવામાં આવેલ ડોમમો ટયુશન કલાસના ૨૨ જેટલા બાળકોની માનવ જીંદગીઓનો ભોગ બનેલ, સદર બનાવની ગંભીરતા સમજી રાજયભરમાં પ્રજામાં ઉગ્ર આક્રોશ અને ઊહાપોહ થતા રાજ્યના મુખ્યમંત્રીએ તુરત જ બનાવ સ્થળની મુલાકાત લઈ સ્થળ તપાસ માટેની એક ઉચ્ચ સ્તરીય સમિતિ નિમણૂંક કરવામાં આવેલ અને દિવસ -૩ મો તપાસણી અહેવાલ સરકારમાં રજૂ કરવા સૂચના આપવામાં આવેલ , જેના અનુસંધાને તપાસણી સમિતિ દ્વારા ઘટના

સ્થળની વિગતવાર નિરીક્ષણ કરવામાં આવેલ, જેમાં જુદા જુદા સરકારી ખાતાઓ જેવા કે યુ. કોર્પોરેશન, ડીજીવીસીએલ, ફાયર બ્રીગેડ, પોલીસ વિભાગ, એફએસએલ વિભાગ અને અન્ય નિષ્ણાતોની મદદ અને સહકારથી વિસ્તૃત તપાસણી અહેવાલ આશરે એકાદ અઠવાડિયા પહેલા સરકારમાં જમા કરવામાં આવેલ છે, જે તપાસણી અહેવાલ માં સ્પષ્ટ લખીને જણાવેલ છે કે  “આ બિલ્ડીંગને વીજ પુરવઠો ડીજીવીસીએલ વીજ કંપની દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે બિલ્ડિંગમાં આપવામાં આવેલ વીજ કનેકશનોના વિજ સ્થાપનમાં કોઈપણ જાતની ખામી જણાયેલ નથી અને નિયમ મુજબના આપવામાં આવેલ છે, જેમાં ડીજીવીસીએલના મેનેજમેન્ટ, અધિકારીઓએ કે કર્મચારી કોઈપણ દોષ નથી.

જે સ્થળે ઘટના બની છે તે માં સત્ય હકીકત એ છે, તે તક્ષશિલા બિલ્ડિંગના બીજા માળે આવેલ ઓફિસમાં લાગેલ એસી, મશીન કં પ્રેશરમાં સ્પાર્કિંગ થવાથી બાજુમાં આગ લાગેલ જેથી બાજુમા આવેલ પગથિયાંની સીડી પર રેલિંગમાં ગેરકાયદેસર ટીંગાળવામાં આવેલ ફલેક્ષા બોર્ડો અને હોડીંગોના કે જે

રેકઝિનના હોય સળગવાથી કારણે આગ ઝડપથી ફેલાવા થી તેમજ સીડી રેસલિંગમાં લાગેલા ફલેક્સ બોર્ડ અને હોડીંગો સળગાવી ને કારણે નીચે પડવાથી તથા ઉપરના ત્રીજા અને ચોથા માળે ગેરકાયદેસર ડોમ હોય તેમાં જ્વલનશીલ પદાર્થો અને ડેમમાં કોચિંગ ક્લાસ હોય તે માં વિદ્યાર્થીઓને બેસવા બેઠક વ્યવસ્થા

માટે રબ્બરના ટાયર રાખવામાં આવેલ હોય તે સળગાવાથી આગના ધુમાડાને કારણે વિદાર્થીઓ ગુગાળામણ થવાથી, દાઝવાથી અને ચોથા માળેથી કુદવાથી જીવ ગુમાવવાની દૂ:ખદ ઘટના ઘટેલ છે, જેમાં ૨૨ જીંદગીઓ અકાળે જીવન ગુમાવવા નો વખત આવેલ છે આમે અઘટિત ઘટના બનવા પામેલ છે.

અગાઉ સમાચાર પત્રોમાં વાત વહેતી યેલી કે ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ગેરકાયદે વીજ કનેકશન આપવામાં આવેલ છે. આ વાત તદન ખોટી છે. કેમ કે સદર બિલ્ડિંગમાં જ વીજ કનેક્શન આપવામાં આવેલા છે તે તમામ કનેક્શન કાયદેસરના અને સરકારના વિદ્યુત નિરીક્ષણ કચેરીના હેઠળના નીમવામાં આવેલા સુપરવાઈઝર દ્વારા ટેસ્ટ રિપોર્ટ ભરી તેઓએ ગ્રાહકનું વાયરીંગ બરાબર કરવામાં આવેલ છે, તેવું જણાવી જરૂરી ફી ભરપાઈ કર્યા વીજ કનેકશનો ચાલુ કરવામાં આવેલ છે, જેથી વીજ કનેક્શન ગેરકાયદેસર આપવામાં આવેલ છે તેવો કોઈ પ્રશ્ન રહેતો નથી, આમાં કોઈ અધિકારી, કર્મચારીની સંડોવણી કે ગેરરીતિ ગણી ન શકાય, પરંતુ ગ્રાહક દ્વારા વીજ કનેકશનમાં માંગેલ કરારીત વીજભાર કરતાં વધુ વીજભારનો વપરાશ કરતો હોવાથી તે ગ્રાહક પૂર્વ મંજૂરી લીધા વગર ગેરકાયદેસર વપરાશ કરતો હોય તેવું જાણવા મળેલ છે, જેમાં ગ્રાહક પોતાનો વિજભાર લોડ વધારી લેવાની કાર્યવાહી કરવાને બદલે કોઈપણ જાતની ખાતાકીય મંજૂરી વગર વપરાશ કરવાથી વીજ સિસ્ટમ પર વિજભાર વધવા પામેલ છે, જે બાબત ખરેખર કંપનીના નિયમ ગ્રાહકે કરેલ કાર્યવાહી ગુના અને દંડની પાત્ર ઠરે છ.

આ બનાવની તટસ્થ તપાસ કરી દોષિતોને પકડી ગુનેગાર ઠેરવવાને બદલે તેમણે મદદરૂપ થઈ છાવરવા માં આવતા હોય અને નિર્દોષ કર્મચારીઓને સંડોવણી કરવા અને ખરેખર દોષિત હોય કે ગુનેગારો હોય તેને છટકી જવામાં મદદરૂપ થવાની પ્રવૃતિ છેલ્લા ચાર પાંચ દિવસથી કાર્યવાહી ચાલી રહેલ હોય તેવું જણાય છે, આમ ખરેખર ડીજીવીસીલના નિર્દોષ કર્મચારીઓ પર દોષનો ટોપલો ઢોળવો કાર્યવાહી થતી હોય તેવું સ્પષ્ટ જણાય છે.

આ તકે ” જી.ઈ.બી, એન્જીનિયર્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરી સદર બનાવની તટસ્થ તપાસ થાય અને અસલી ગુનેગારોને સજા થાય તેવી મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી યોગ્ય કાર્યવાહી ન્યાયના સિધ્ધાંત ના માર્ગે પારદર્શક રીતે તપાસણી કરવા અરજ કરે છે તેમજ કોઈ નિર્દોષ કર્મચારી કે અધિકારી ભોગો ન બને તે માટે જીબીયા ની રજૂઆત ને ધ્યાને લેવા અનુરોધ કરે છે અન્યથા ન છૂટકે તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ સામૂહિક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય માંગવા ની ફરજ પડશે, અને ગુજરાત રાજય માં ઔદ્યોગિક શાંતિ જોખમાશે તો તેની તમામ જવાબદારી જીયુવીએનએલ અને સરકારની રહેશે તેમ જીબીયાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.