Abtak Media Google News

ધર્મ સંકટની છેતરામણાં બહાને અસંખ્ય દુષ્ટચારને નિર્લજજ છૂટ્ટો દોર!

લોકસભાની ચૂંટણીનો પ્રચાર અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રચારને લગતાં પ્રવચનોમાં હવે એવું પણ કહેવામાં આવે છે કે, અત્યારે આપણા દેશમાં એવું કોઇ ક્ષેત્ર નથી જયાં લાગવગનું રાજ નથી! ચૂંટણીને પણ એ લાગુ પડે છે… ધર્મસંકટના અંચળા હેઠળ અસંખ્ય દુષ્કૃત્યોને નિર્લજ છુટ્ટો દોર અપાઇ રહ્યો છે.

વૈશ્ર્વિકસ્તરના એક લોકપ્રિય મેગેઝીનમાં એવું દર્શાવાયું છે કે આખું  વિશ્ર્વ ગોટે ચડયું છે. એનો કારભાર કે ચલાવવોએ એક કોયડો બની ગયો છે. જગતને ચલાવવાનો જાણે કોઇ રસ્તો નથી. (નો વે ટુ રન ધીસ વર્લ્ડ…)

આની સામે ફાધર વાલેસે જીવન વિષે મહત્વનું ચિંતન કર્યુ છે.

જીવન એક ખેતર છે. તે જુઠું નહિં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સો ગણું કરીને તે પાછું આપે. પણ તમે કશું નહી આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે, જીવન ખોટું  લગાડતું ની અને ખુશામત કરતું નથી. ચોખો હિસાબ છે. જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે? સાચું કહો જીવન પ્રત્યે તમને અવિશ્ર્વાસ છે. કંજૂસાઇ છે. નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો. પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય? તમે ફરીયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડયું નહિ, જીવન ફળ્યું નહિ, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરીયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જુઠું બોલતું નથી જીવન તમને ફકત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. કયાં પ્રેમ કર્યો છે. કયાં સાહસ કર્યુ છે. કયા ભોગ આપ્યો છે. કયાં શ્રઘ્ધા રાખી છે? તમે ઝંપલાવ્યું નથી અજમાવ્યું નથી.

તો પછી બલવામાં શું મળે ? કાંઇક લાવો નહિં તો ધીંગો બદલો કયાંથી પામે? છતાં આપણા નેતાઓ જુઠું બોલે છે. જીવનને ખેતર સમજતા નથી.  કાંઇ ક આપતા નથી. ને સો ગણું લઇ લે છે, બીજાનું લઇ લે છે.

આપણા દેશમાં એવી એક કહેવત પ્રવર્તે છે કે જેનું કોઇ નહિ તેનો ભગવાન..!! પરંતુ આપણા દેશમાં આ કહેવતને રાજકર્તા અને રાજપુ‚ષોએ ખોટી પાડી છે. આ દેશમાં કરોડો ગરીબો છે. પગથી માથા સુધી નિર્ધન છે. ફુટપાથને ‘માં’ ગણીને એની હુફે તે રાતો ને રાત્રો વિતાવે છે ને સવારથી સાંજ સુધી અર્ધુપર્ધુ પેટ ભરવા ભટકયા કરે છે. કૂતરાને રોટલો નાખવાનો આપણે ત્યાં રિવાજ છે. પણ ગરીબને રોટલો દેવાનો આપણે ત્યાં રિવાજ નથી. ગરીબડી સ્ત્રીઓ એમનાં બાળકની આંગણી ઝાલીને કોઇના મકાનને ઝ‚ખે અવાજ પહોંચે એમ એંઠુ જૂઠું ખાવાનું આપવાની ધા નાખે છે. અને બાળકને યાચવા મોકલે છે. પણ કૂતરાને રોટલીની ચાનકી નાખતા પુણ્યને ખાતર પણ ઝ‚ખે દેખાતા નથી. અને જો હોય તો ઘણે ભાગે જતા રહે છે!

ધર્મસંકટના નામે દુષ્ટૃત્યો આચરવાનો પાખંડ પર્ણ અહીં ચાલતો રહ્યો છે. જો ધર્મસંકટ ન હોત તો વાજપેયી તેમના એક સાથે પ્રધાન જશવતસિંહને ખુંખાર ત્રાસવાદીઓને મુકત કરવા કંદહાર મોકલવાનું નિર્લજ કુત્ય આચરતા ખરાં?

પરંતુ ધર્મસંકટ કોને ગણવું અને ધર્મસંકટના નામે કેટલાક  પાપ તથા દુષ્કૃષ્યો આચરવા, એ સવાલ પણ ઓછો ગંભીર નથી.

આ દેશના રાજકીય રંગરાગ તરફ દ્રષ્ટિ કરતા અને તેને લગતી સમીક્ષા કરતા એવું જ લાગે વછે કે આપણા રાજનેતાઓએ, રાજકારણીઓએ ધર્મગુરુઓએ, ધર્માચાર્યોએ કેળવણીકારોએ તથા સમાજશાસ્ત્રીઓએ ધર્મસંકટની વ્યાખ્યા બદલી નાખી છે.

આજના જમાનામાં કેવા કેવા ધર્મસંકટ આવે છે, એનું વર્ણન થઇ શકે તમે નથી.

એકવાર સરકીટ હાઉસના અધિકારી પર પ્રધાનના અંગત સેકેટરીનો ફોન આવ્યો. રવિવારે સાહેબ ત્યાં આવવાના છે. તેમના પત્ની પણ સાથે આવશે રુમ બુક કરી લેજો.

પેલાએ કહ્યું રૂમ નં.૧૩ બુક કરું છું. પણ બધી સાધન સુવિધાવાળો છે ને ? હા, હા, અહીં બધા જ ‚મ સાધન સુવિધાવાળા જ છે! વાતચીત થઇ ગઇ.

તુરત ફરી ફોન આવ્યો. સરકીટ હાઉસ?

હાજી.. વાતચીત તો થઇ ગઇને?

થઇ તો ગઇ મારા ભાઇ! પણ તે નંબરના રુમને બદલે કોઇ બીજો બુક કરો. પ્રધાનના પત્ની તેરના આંકડાને અપશુકનીયાળ ગણે છે. અને હા નવ નંબરનો હોય તો તે જ બુક કરજો…

પેલાએ રજીસ્ટર તપાસ્યું તેર નંબરના રૂમ સિવાય એકેય રુમ ખાલી નથી.

તેમણે નવ નંબરવાળા મહાનુભાવનો સંપર્ક કર્યો. પ્રધાનની વાત કરી.. રુમ બદલવાનું સૂચન કર્યુ.

પેલો તાડુકયો, તેર નંબર એના માટે અપશુકનીયાળ હોય તો મારા માટે શુકનિયાળ કયાંથી થઇ જાય? તમે પ્રધાન પાસેથી કોઇ મોટો લોચો તો મેળવતા નથીને?

સરકીટ હાઉસના અધિકારી માટે તો ધર્મસંકટ સર્જાયું.

પ્રધાનના પત્ની એકના બે ન થયા.

છેવટે તેમણે તેર નંબરના રુમ પર આંડકો બદલને નવ નંબરનો કરી નાખ્યો. પ્રધાન અને પત્ની રાજી થઇ ગયા. હોશે હોંશે રહ્યા અને ગયા ત્યારે  શાબાશી આપતા ગયા.

ગરીબો અને નબળા લોકો ફરીયાદ કરે છે કે દેશ પ્રજાસત્તાક બન્યો તો પણ એમનું ભાગ્ય ઊઘડયું નથી અને જીવતર સુખ પામ્યું નથી… તેઓ મતદાન કરવામાં છેતરાયા છે, અને તેમના સંતાનોનાં ભવિષ્ય બરબાદ થયાનો દોષ એમના શિરે આવ્યો છે. પરંતુ એમની આ ફરીયાદ સાચી નથી.

આજની સ્થિતિ માટે એ પણ સરખા ભાગીદાર છે.. તેમણે મતદાન કરતી વખતે સાચ-જુઠુનું પારખું કરવાની અને તેમાં ઇષ્ટદેવને સાથે રાખવાની દરકાર કરી નથી ને પોતાનો ધર્મ બજાવ્યો નથી…

અહીં યાદ રહે કે,  જે ખોટા વચનોથી છેતરાય અને ભરમાઇ જાય છે એ લોકો જ આજની હાલત માટે દોષિત છે.

આજે જમાનો જ એવો છે કે ભ્રષ્ટાચાર કરવો પડે છે. ખરું પૂછો તો એ ધર્મસંકટ છે.

પક્ષાંતર કર્યા વિના છૂટકો જ નહોતો. રૂપિયાનો ઢગલો અને પ્રધાનપદ એમ બેઉ  મળ્યા હવે થોડાં સત્કર્મો પણ કરી લેશું.

ચૂંટણી ઢંઢેરામાં પ્રજાને આપેલા વચનો ન પાળીને એ પ્રજાનો દ્રોહ છે અને એમાં વિશ્વાસઘાતનું પાપ છે. એ ખરું, પણ રાજકીય પક્ષ ચલાવવામાં અને રાજગાદીને હાથમાં ચલાવવામાં અને રાજગાદીને હાથમાં રાખવામાં એ કરવું પડે છે.

લોકસભાનું ચૂંટણી બાદ અસ્તિત્વમાં આવનાર સરકારે તેના ચૂંટણી ઢંઢેરામાં ન હોય તો પણ આવાં ઘર ગયેલા અનિષ્ટોને સ્તનાબુદ કરવાં જ પડશે, પછી ભલે, એ ધર્મસંકટનાં છેતરામણાં સ્વરુપનાં હોય કે બહુ‚પી સ્વરુપનાં હોય જો કે રાજકીય આગાહી સારી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.