Abtak Media Google News

ગઇકાલે અધધધ સવાલાખ ગુણીને બમ્પર આવક સામે રપ હજાર જેટલી ગુણીનું વેચાણ: સ્ટોક ખાલી થયા બાદ ફરી આવક શરૂ કરાશે: દૈનિક સરેરાશ રપ૦૦૦ મગફળીની ગુણીનું વેચાણ

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે મગફળીની બમ્પર આવક થતા હવે નવો માલ ઉતારવા પર બ્રેક લગાડવામાં આવી છે. માર્કેટીંગ યાર્ડમાં જગ્યાના અભાવે મગફળી ઉતારી શકાય તેમ ન હોય જેથી આગામી ત્રણથી ચાર દિવસ ખેડુતોને મગફળી નહિ લાવવા સુચના પણ અપાઇ છે.

સરેરાશ દૈનિક રપ૦૦૦ ગુણીની મગફળીનું વેચાણ થતું હોય જેથી હજુ લગભગ ચાર દિવસ વેચાણ કરી શકાય તેટલો પુરતો સ્ટોક હોય ત્યારે હાલ આવક બંધ કરવામાં આવી છે.

ગઇકાલે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રેકડ બ્રેક મગફળીની આવક થવા પામી છે. મગફળીની આવક શરુ કરવામાં આવતા પ્રથમ દિવસે જ અધધધ સવાલાખ ગુણી મગફળીની બમ્પર આવક થઇ હતી. ખેડુતોએ પોતાની મગફળી વેચવા પડાપડી કરી હતી. ગઇકાલે મગફળીના સરેરાશ ભાવ રૂ ૭૫૦ થી ૯૫૦ આસપાસ જોવા મળ્યા હતા.

7537D2F3 3

મોટા પ્રમાણમાં મગફળી ઠલવાતા રાજકોટ માકેટીંગ યાર્ડ મગફળીથી ઉભરાયું છે. ગઇકાલે થયેલી મગફળીની આવક જે ચાલુ સાલ માટે રેકર્ડ બ્રેક હતી.

મગફળીની અધધધ આવકથી હવે મગફળી લાવવા પર બ્રેક લગાડાઇ છે. ગઇકાલે ઠલવાયેલી મગફળીના વેચાણ બાદ ફરી ખેડુતોને મગફળી લાવવા જાણ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીના જણાવ્યા મુજબ સવા લાખ મગફળીની ગુણીની આવક સામે રપ૦૦૦ જેટલી ગુણીનું વેચાણ થવા પામ્યું છે. એટલે કે હજુ એક લાખ જેટલી મગફળીની ગુણીના રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં થપ્પા લાગ્યા છે. ચારથી પાંચ દિવસ વેચાણ કરી શકાય તેટલો નવો માલ આવ્યો હોવાથી હાલ મગફળીની આવક પર બ્રેક લગાડવામાં આવી છે સ્ટોકના વેચાણ બાદ ત્રણ ચાર દિવસો બાદ ફરી મગફળીની આવક શરુ કરવામાં આવશે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મબલખ આવકથી જગ્યાનો અભાવ વર્તાયો છે હાલ મગફળી રાખવા માટે પુરતી જગ્યા ન હોય જેથી આવક બંધ કરી દેવામાં આવ્યું  હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.