Abtak Media Google News

“પોલીસ ધારે તો તર્કથી જુદી જુદી માહિતીઓનું સંકલન કરી ગમે તેવા વણ શોધાયેલા ગુન્હા શોધી શકે છે

એક દિવસ વહેલી સવારમાં જ દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદઆવી કે ગારીયાધારના સીમાડે આવેલા છેલ્લા ગામ ભટ્ટવદરમાં ગઈરાત્રીનાં સશસ્ત્ર લૂંટ થયેલછે. ઈજા પામનાર પણ હજુ ભટ્ટવદર જ છે. તેવી જાહેરાત થતા ફોજદાર જયદેવ તાત્કાલીક જીપ લઈને ભટ્ટવદર આવ્યો બનાવવાળા ઘરની મુલાકાતલીધી, જગ્યા જોઈ આરોપીઓ ઘરની દિવાલો ઠેકીને ફળીયામા આવેલા આ ત્રણચાર આરોપીઓએ મોઢે બુકાના બાંધેલા હતા. ઘરધણી ઉઠી જતા તેને તીક્ષ્ણ હથીયારોથી ઈજા કરી સોના ચાંદીની તથા રોકડ રકમની લૂંટ કરી ગયા હતા.

અગાઉ આ ભટ્ટવદર ગામ કે આજુબાજુના ગામડાઓમાં પણ આવો કોઈબનાવ બનેલ નહિ તેથી આ ગુન્હો શોધવામાં હવે મોડસ ઓપરેન્ડી પોલીસ રેકર્ડ ખાસ ઉપયોગી થઈ શકે તેમ નહતુ આથી જયદેવે સતર્કતાથી ઉંડાણથી તપાસ પૂછપરછ ફરીયાદી સાક્ષીઓ, પડોશીઓ ગામલોકોને કરવાની શ‚આત કરી, જયદેવે પેલુ ડીઝરાઈલી નું સુત્ર”As a general the mostsuccessful man in life is the man who has the best information વાળુ ફરીથી અમલમાં મૂકવાનું વિચાર્યું, કેમકે હવે તોભટ્ટવદર ગામમાં ગુન્હાવાળી જગ્યા આ ઘર, ગામના લોકો અને ગામની સીમમાં રહેતા લોકોમાંથી જો માહિતી મળે તોજ આરોપીઓ અંગે કાંઈક સુરાગ મળવો હોય તો મળેબાકી તો અંધારામાં ફાંફા મારવા જેવુ હતુ.

ઘરના સભ્યોને પૂછપરછ કરતા આ ગુનેગારોની ભાષા આ વિસ્તારનીજ હોય તેમ આરોપીઓની અંદરો અંદરની વાતચીત ઉપરથી લાગેલુ. બીજી નોંધપાત્ર હકિકત એ જાણવા મળી કે આરોપીઓ ઘરમાંથી લૂંટ કરીને ગયા પછી દસેક મીનીટ બાદ ગામથીદૂર સીમમા એક છકડો રીક્ષા ચાલુ થયાનો અને પૂર્વ દિશામાં વાવડી ગામ બાજુ ગયાનું અનુમાનરીક્ષા છકડાના અવાજ ઉપરથી થયેલું વાવડી ગામ ગારીયાધાર થાણાનું હતુ.

આ માહિતી ઉપરથી જયદેવે અનુમાન લગાવ્યું કે આરોપીઓ રીક્ષાછકડો લઈને આવેલા અને ગયા વાવડી અને ભાવનગર જિલ્લાની હદમાં, જયદેવજીપ લઈને અવાજની દિશામાં આવ્યો અહિંથી કાચો રસ્તો વાવડી ગામ તરફ જતો હોઈ જયદેવ પણ તેરસ્તે આગળ ચાલ્યો પણ રસ્તા ઉપર હલન ચલન ચાલુ હોય વ્હીલ માર્ક ખાસ મળ્યા નહિ પણ જયદેવને થયું કે હવે વાવડી નજીક જ છે. અને રાત્રે કોઈએ રીક્ષા છકડો જોયોહોય કે નંબર પણ લીધા હોય તેવું બને તો તે મોટી માહિતી મળી જાય. પણ વાવડી ખાતે રીક્ષા છકડાની તો કોઈ હકિકત મળી નહિ પણ આ ગામે પણ રાત્રીના ચોરી થયેલાનું અને તે જગ્યાએ ગરીયાધાર પોલીસ તપાસમાં આવેલાનું જાણવા મળતા જયદેવ આ ગુન્હાવાળી જગ્યાએ આવ્યો.

વાવડી ગામની આ ચોરી વાળી જગ્યા પણ એક ખેડુતનું ઘર જ હતુ. પરંતુ બનાવ વખતે ઘેર કોઈ હાજર હતુ નહિ તેથી ઘરનું છાપ‚ તોડી તેમાં પ્રવેશ કરી રોકડ રકમનીજ ચોરી કરેલાનું જાણવા મળ્યું. પરંતુ અહી એક નવી હકિકતની જયદેવેનોંધ લીધી કે ઘરના રસોડામાં રહેલ મજુસમાંથી શાક રોટલા કાઢીને આરોપીઓએ ખાધા હતા આ ગુન્હાની પધ્ધતિ (મોડસ ઓપરેન્ડી) ખાસ અમુક કોમનીજ છે તે જયદેવ જાણતો હતો.

ગારીયાધારથી તપાસમાં આવેલ અધિકારી સાથે ગુન્હા અને ગુનેગાર અંગે ચર્ચા કરી પરંતુ તેમની પાસેથી પણ ખાસ હકિકત મળી નહિ. છતા જયદેવે કહ્યું કે કાંઈક સગડ (લીંક) મળે તો મને પણ જાણ કરજો કેમકે ભટ્ટવદર અને વાવડીના બંને ગુન્હા એક જ રાત્રીનાં બનાવ છે તો આ ગુન્હા પણ એક જ ટોળકીએ જ કર્યા હોવાની શકયતા છે.

જયદેવનો અનુભવ એવો હતો કે આમ સમાજમાં તમામ સ્તરના લોકોઆવો વણશોધાયેલો ગુન્હો બને એટલે પોત પોતાના મંડળમાં આ ગુન્હામાં સંડોવાયેલા ગુનેગારોનીબાબતો, થયેલ વાહનના હથીયારના ઉપયોગ અંગે, આગલે દિવસે કે અગાઉ કોઈ વ્યકિત બજારમાં કે તે જગ્યાએ ફેરીયા રૂપે કે માંગણના વેશમાં આવેલા હોયતેની ચર્ચાઓકરતા જ હોય છે. અને પોતાના મંડળમાં ચર્ચા કરી આરોપીઓ અંગે ‘કલ્પના ના ઘોડા દોડાવતા’ હોય છે. આ ચર્ચાઓ એકંદરે વાસ્તવીકતાથી ઘણી નજીક હોય છે. જો તેચર્ચાઓ જાણવા મળે તો જે તે પોલીસ અધિકારીએ આ ચર્ચામાંથી નોંધપાત્ર અને જરૂરી હકિકત મેળવી લે તો કયારેક ગુન્હાનોઉકેલ મળી જાય.

આ ભટ્ટવદરના ગુન્હામાં આવી હકિકતો મેળવ્યા સિવાયઅન્ય કોઈસાચો વિકલ્પ પણ નહતો આથી ફરિયાદ પક્ષ ને આવી ચર્ચાઓનો નિચોડ જાણવા મળે તો પોલીસને જાણકરવાકહ્યુંં ગામડાઓમાં હજુ રીવાજ છે કે આવો કોઈ બનાવ બને તો ભોગ બનનારની ખબર લેવા તેનાસગા સંબંધીઓ આજુબાજુના ગામડાઓમાંથી પણ આવતા હોય છે. આ ભોગ બનનારખેડુતની દિકરીને પાલીતાણા પાસેના વેળાવદર ગામે પરણાવેલી તે પણ ભટ્ટવદર તેનાપિતાની ખબરકાઢવા આવેલી. પોલીસનો કેમ્પ હજુ ભટ્ટવદર જ હતો જયદેવે આ દિકરીનેપણ પૂછપરછ કરી નિવેદન લીધુ ફકત એમ જ પુછપરછ ચાલતી હતી કે વેળાવદરથી અહી ભટ્ટવદર કઈરીતે આવી શકાય તેમ પૂછતા આ દિકરીએ કહ્યું આમતો વેળાવદરથી પાલીતાણા અને પાલીતાણાથી બીજી રીક્ષાઓમાં કટકે કટકે વાહન પકડીને આવવું પડે છે.પરંતુ છેલ્લાબે ત્રણ વખતથી જયારે મારે વેળાવદરથી ભટ્ટવદર આવવાનું હોય ત્યારે વેળાવદરનો જ ગામેચોજે વેળાવદર પાલીતાણા વચ્ચેના પાટે જ ચાલે છે. પણ તે છેક ભટ્ટવદરએ શરતે આવતો કે વચ્ચે વચ્ચે બીજા પેસેન્જર લેવા દેવાના. પરંતુઆ વખતે આવવાનું થયું ત્યારે તે વેળાવદર ગામના પાદરમાં જ નવરો બેઠો હતો. મે તેને ભટ્ટવદર જવાનું કહેતા તેણે કાંઈક અકળાઈને આવવાની ના પાડેલી તેથી હુબીજી રીક્ષામાં પાલીતાણા આવેલ અને ત્યાંથી બીજી રીક્ષા કરી વાવડી થઈને આવેલનું કહ્યું.જયદેવને આમતો આરીક્ષા વાળા ઉપર શંકા કરવાનું બીજુ કોઈ કારણ ન હતુ પણતેની જયદેવે નોંધ તો રાખી જ.

બે ચાર દિવસમાં જ દામનગરથી દસ કિલોમીટર દૂર ગઢડા(સ્વામીના) પોલીસ સ્ટેશનના ઢસા જં. આઉટ પોસ્ટમાં  જમાદારને ઘેર બહુ મોટી ચોરી થઈ જમાદારનું ઘણ પણ મુખ્ય બજારમાં જ હતુ. જમાદારની દિકરીના લગ્ન કરવાના હોય કરીયાવર માટે સોના ચાંદીના દાગીનાખરીદેલા તે તમામ ચોરીમાં ગયા. ભાવનગર જિલ્લા પોલીસ માટે આ પડકારજનકબનાવ હતો કે તેમના દળના જવાનના ઘરમાંજ ચોરી થયેલી ગઢડાના ફોજદાર કુંપાવત માટે તો આચોરી પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન થઈ ગયેલો અને તેઓ તથા ભાવનગર ક્રાઈમ બ્રાંચ બરાબર ધંધે લાગ્યાહતા પરંતુ ગુનેગારો કોઈ પૂરાવો મૂકતા ગયા નહતા. ચારેય તરફ તપાસમાટે દોડાદોડી ચાલુ હી.

તે પછી વળી બે ચાર દિવસે એક વર્તમાન પત્રમાં જયદેવે સમાચાર વાંચ્યા કે ઉમરાળા અને ટીંબી ગામ વચ્ચે રોડ ઉપર જ છકડો રીક્ષા પલ્ટી ખાઈગઈ હતી રીક્ષામાં ત્રણ ચાર વેડવા ઈસમો પાલીતાણાના મુસાફરી કરતા હતા પણ કોઈ ને ખાસ ઈજા થયેલ નહિ આ બનાવની જાણવા જોગ નોંધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં થયેલી.

આ સમાચાર વાંચતા જ જયદેવને પોતાના ભટ્ટવદરનાં લૂંટના ગુન્હામાં ફરિયાદીની દીકરીનું લીધેલું નિવેદન યાદ આવ્યું. વેળાવદરનો છકડા રીક્ષા વાળો ગામેચો હતો આથી શંકા જતા જયદેવ તપાસમાં ઉમરાળા આવ્યો જાણવા મળ્યું કે આલોકો રીક્ષા લઈને ચાલ્યા ગયા છે. પણ કાગળો વાંચતા જણાયું કે રીક્ષા ડ્રાઈવર વેળાવદરનો ગામેચો હતો અને મુસાફરો પાલીતાણાના વેડવા હતા તે હકિકત જાણીને જયદેવે મનમાં તાળો મેળવ્યો શંકા દ્દઢ થવા લાગી પરંતુ નકકર પુરાવો કાંઈ નહિ. વળીઆ શકદારો ધંધાદારી ગુનેગારો કોઈ હિસાબે મરી જાય પણ ગુન્હો કબુલે નહિ અરે ઘણી વખત તો એક આરોપી માન્યો હોય તો પણ બીજાને ઉંધો કરી દો તો પણ માને નહિ તેવા મકકમ મનના હોય છે. જયદેવનું મન કહેતું હતુ કે આમાં કાંઈક દાળમાં કાળુ તો છે જ.

દામનગર આવતા રસ્તામાં ઢસા ખાતે ફોજદાર કુંપાવત મળીજ તાજયદેવે આ શંકાસ્પદ રીક્ષા છકડો પલ્ટી ખાઈ ગયેલોતેની વાત કરી કુંપાવત પણ અનુભવી અધિકારીહતા તેમણે તુરત કહ્યું કે સાલુ ગામેચા અને વેડવા ભેગા તે જ શંકાસ્પદ છે. કુંપાવતે જયદેવ પાસેથી છકડો રીક્ષાના નંબર વેળાવદર વાળા ડ્રાઈવર અને પાલીતાણાવાળા વેડવાઓના નામ મેળવીલીધા. કુંપાવતે કહ્યું કે જમાદાર ના ઘરમાંઆ ના સિવાય કોઈ બીજા ન હોય. કુંપાવતે જયદેવને કહ્યું ‘તમને વાંધો ન હોય તો આ શકદારોને પહેલા હું ઉપાડી લઉ કેમકે અમારા માટે તો પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે’ જયદેવે કહ્યું ભલે તમે પહેલાઉપાડી લ્યો પરંતુ તમા‚ કામ પત્યા પછી આરોપીઓને બીજી પોલીસને સોંપતા પહેલા અમને કબ્જો સોંપવાનો આથી કુંપાવતે કહ્યું ચોકકસ તેમજ થશે. જયદેવને ખબર હતી કે ગઢડા અને પાલીતાણા એક જ જીલ્લા ભાવનગરના હોય તેમને આરોપીઓને પકડવાની સરળતા રહેશે અને પછી તો આપણીપાસે આવવાના જ છે ને?

ફોજદર કુંપાવત ઉમરાળા અને પાલીતાણા પોલીસની મદદથી વેળાવદરના રીક્ષાવાળા ગામેચાને ઝડપવામાં સફળ થયા. આ ગામેચો છ ફૂટનો કદાવરજાખી અને હટ્ટોકટ્ટો તો ખરો જ અને રંગ પણ પાકો કાળો હતો. કુંપાવતેગામેચાને ગઢડા લાવીને ઉપલક (પોલીસની ભાષામાં ઓનેઓન) રાખેલો, ભાવનગર પોલીસની પ્રતિષ્ઠા જેવો પ્રશ્ર્ન ઢસાજમાદારના ઘરની ચોરી અંગે શકદાર કુંપાવતે પુરી નિષ્ઠા અને તાકાતથી પૂછપરછ કરી યુકિતપ્રયુકિતથી હકિકત કઢાવવા પ્રયત્નો કરેલા પરંતુ સફળતા નહિ મળતા ગઢડા પોલીસે આ ગામેચાનીત્યારબાદ ખાસ પોલીસ વાળી ભરપૂર સરભરા કરી પરંતુ આ ખમતીધર, રીઢોઅને ધંધાદારી ગુનેગાર ન માન્યો તે ન જ માન્યો અને પોલીસે પણ સરભરા ચાલુ રાખી અંતે શકદારશારીરીક રીતે સરભરા પચાવી શકયો નહિ અને કુલ્લા માંડીને બેસી પણ શક્તો ન હતો અને ગંધપણ મારવા લાગ્યો હતો. પણ મનથી ભાંગ્યો નહતો તે નામકકર જ રહ્યોથાકીને કુંપાવતે દામનગર કહેવડાવ્યું કે હવે તમારે આ ઈસમની જરૂરત હોય તો લઈ જાવ!

જયદેવ ગઢડા આવ્યો આ વ્યકિતની હાલત જોઈ કુલ્લા માંડીને બેસીશકે નહિ બરાબર ચાલી શકે નહિ અને ગંધાઈ ગયો હતો આ સ્થિતિમાં હવે પોલીસ વાળી સરભરાતો થઈ શકે તેમ નહતી પરંતુ વધારામાં તેની સારવાર કરાવવી પડે તેમ હતી આથી તે અવઢવમાં હતો કે શું કરવું?

જયદેવે મનોમંથન કરતા બે મુદ્દા આરોપીની હાલત જોતા એવા ઉપસ્થિત થતા હતા કે કાયરની જેમ ભયથી ડરીને તેને ફરજ રયુત થવું પાલવે તેમ ન હતુ. પહેલો મુદો ધાર્મિક હતો. શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાનશ્રી કૃષ્ણએ અર્જુનને કુ‚ક્ષેત્રમાં લડવુ કે ન લડવું તે પ્રશ્ર્ન થયેલો તેનો જવાબ આપેલો કે ‘સત્ય માટેની લડાઈમાં કોઈ સ્વજનકે દુશ્મન હોતુ જ નથી. પરંતુ જે દુષ્કર્મ કરતા હોય અને સજજનોમાટે આતતાયી (દુશ્મન દુ:ખ આપનાર)બનતા હોય તેની સામેનો જ જંગ હોય છે. આ કથન અનુસારઆ ફોજદારીનું કામ જયદેવ માટે સજજનો અને શાંતિપ્રિય લોકોની રક્ષા (આતતાયીઓથી) કરવા માટેનું હતુ અને તે જોખમ લેવું પણ જરૂરી હતુ.

બીજો મુદો આ લૂંટનો ગુન્હો પણ જયદેવ માટે પ્રતિષ્ઠાનો હતો કેમકે આતો ગુનેગારોએ પહેલો જ હાથ માર્યો હતો. તે પેલી કહેવતની જેમ ‘ડોસી મરે તેનો વાંધો નહિ પરંતુ જમ ખોરડા ભાળી જાય’ તેનો વાંધો હતો. પોલીસ ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહે તો ફરીથી આવો અથવા આનાથી વધારે ભયંકર ગુન્હો કરે તો દામનગર પોલીસ જોડે તેનું પણ ‘નાક કપાઈ જાય’ આથી ગુન્હો શોધાઈ જાય પછી વળી નિરાંત આમ વિચારીને હિંમત કરી આ ગંધ મારતા ઈસમને દામનગર લઈ આવ્યા.

દામનગર ખાતે પોલીસે તેની જુદા જ પ્રકારે સરભરા શ‚ કરી ડી સ્ટાફે પ્રથમ આ ગંધારાનેનવરાવી ગુજરીમાંથી બીજા કપડા લાવી પહેરાવ્યા ટીંચર આયોડીનનો ઉપયોગ કર્યો અને આરોપીના ભોજનમાં ખાટકીવાડમાંથી મોટાના બુકા અને દામનગરનાં પાલનું સરબત પીવરાવી સરભરા કરતા બેત્રણ દિવસમાં પાછો આ ઈસમ ‘ઘોડા વાળતો થઈ ગયો’ આ સમય દરમ્યાન તેની શાંતિથી ફોસલાવી ને પૂછપરછ કરેલી પરંતુ પોલીસને ખાસ કોઈહકિકત મળેલી નહિ.

પોલીસ માટે કોયડા રૂપ બે ત્રણ પ્રશ્નો હતા અને તે શંકાને મજબુત કરતા હતાતે પૈકી એકતો વેડવા અને ગામેચા કયારેય એક સાથે ન હોય પણ ટીંબી પાસે રીક્ષા ઉંધી પડીત્યારે સાથે હતા તો એક સાથે કેમ થયા, બીજો પ્રશ્ન એ હતો તોસાથે મળીને કયાં અને અને કોને ત્યાં જતા હતા. અને ત્રીજી બાબતશા માટે જતા હતા. આ ત્રણ પ્રશ્ર્નોના જવાબ આપે અને તેની પોલીસખાત્રી ખરાઈ કરી લ્યે એટલે શંકાના વાદળો દૂર થાય તેમ હતા. પરંતુઆ ગામેચો આ ત્રણ પ્રશ્ર્નો આવતા જ મોઢુ બંધ કરી દેતો હતો આથી જ જયદેવ વારંવાર આજ પ્રશ્ર્નોગામેચાને પૂછતો હતો પણ જમાદાર બોરીચા કંટાળી ગયા અને જયદેવને કહ્યું સાહેબ આ ‘લાતો કે દેવ બાતો સે નહિ માનતે’ આને જુની બાદી થઈ છે.તે કાઢવા તેને એનીમા આપવી પડશે. જયદેવને આ પ્રયોગનોકયારેય અનુભવ નહિ તેથી તે કાંઈ બોલ્યો નહિ.

પરંતુ રાત્રીના નવેક વાગ્યે જમાદારે આરોપીને ભુખ્યા પેટેએનીમા આપી, પણ એનીમા જથ્થો વધારે હોય કે વધુ ઉંડે ચાલ્યું હોયહોય ગામેચાને તેજ ક્ષણે મોઢેથી મોટા મોટા ઓડકાર આવવા લાગ્યા અને કદાવર ખવીસ જેવો ઈસમપરસેવે રેબઝેબ થઈ હાથ ઉંચા કરી કાંઈક બોલવા જાય છે. પણ અવળી એનીમાલાગી હોય તેમ લાગ્યું પણ બીજી જ ક્ષણે તે એકદમ ઢીલો થઈ ગયો અને બે આંગળીઓ ઉંચી કરીકુદરતી હાજતનો ઈશારો કર્યો થાણામાં સંડાસ હતુ નહિ તેથી તે જ હાલતમા તે ફળીયામાં દોડીનેનગર પંચાયત બીલ્ડીગ પાસે બેસી ગયો થોડીવાર ભરેરાટી બોલી અને થોડીવારે સ્વસ્થ થતા પોલીસજવાનો તેને લઈને પાછા આવ્યા. અહિં રબ્બરની નોજલ ફરીથી એનીમાથી ભરાતી જોતા જ તે બોલીગ થયો બસ સાહેબ કહી દઉ છું આમ કહી ગામેચાએ મનમાં દાબી રાખેલી વાતોનીબાદી પણ સાફ કરી દીધી અને શરૂથી અંત સુધીની તમામ હકિકત જણાવી દીધી.

ગામેચાએ પાલીતાણામાં રહેતા વેડવાઓના નામ સરનામા આપી દીધા.શરૂઆતમાં પોતે વેડવાઓ જોડે ભાડે જતો પરંતુ દરરોજ આજ ધંધા હોય વેડવાઓએ ચોરીમાંપણ ભાગ આપવાનું ચાલુ કરેલુ શ‚આતથી લઈ છેલ્લે રીક્ષા પલ્ટી ખાઈ ગઈ ત્યાં સુધીની ગુન્હાઓની યાદી લખાવી દીધીતેમાં ભૂલથી જ અમરેલી, દામનગરનું ભટ્ટવદર ઝડપે ચડેલું પણ બાકીબધા ગુન્હા ગારીયાધાર, ગઢડા અને ઉમરાળા પોલીસ સ્ટેશનના હતા તેમાભટ્ટવદરની લૂંટ વાવડીની ચોરી અને ઢસા જં. આઉટ પોસ્ટના જમાદારનાઘરમાંથી કરેલી ચોરી પણ કબુલી લીધી પોતાના ભાગે આવલે સોનાના દાગીનાપૈકી અમુક ઘેર તથાઅમુક સોનીને વેચ્યાનું જણાવ્યું જે દાગીના રાતોરાત વેળાવદર જઈ પોલીસે પ્રથમ કબ્જે કર્યા.

જયદેવે આ સારા સમાચાર વાયરલેસ સંદેશા દ્વારા અમરેલી જિલ્લા પોલીસ વડા તથા ભાવનગર જિલ્લા પોલીસ વડાને મોકલતા બીજે દિવસે ગઢડાથી ફોજદાર કુંપાવત અને ભાવનગર ક્રાઈમ બ્રાંચ વિગેરે દામનગર આવેલા પરંતુ ઢસા જંકશનના જમાદારે તો વહેલી સવારથી જ દામનગર મુકામ કર્યો હતો.

આમ સાવ સામાન્ય નાની નાની માહિતીઓ જુદી જુદી જગ્યાએ થીજુદી જુદી વ્યકિત પાસેથી એકઠી કરી એક મુદો તૈયાર કર્યો જેમાં વેળાવદરના રીક્ષા વાળાએ ભાડે આવવાની ના પાડી ભટ્ટવદરમાં લૂંટ થયાબાદ દસેક મીનીટે રીક્ષા ચાલુ થયાનો અવાજ દૂરથીસંભળાયેલો અને તે અવાજ ગારીયાધારના વાવડી ગામ તરફ ગયેલ તે બાબતો સાક્ષીઓ પાસેથીમેળવીઅને છાપામાં વેળાવદરની રીક્ષા ઉમરાળાના ટીંબી ગામ પાસે પલ્ટી ખાઈ ગઈ તે સમાચાર આવ્યાતેની સાથે ઉપરોકત મુદાઓનું સંકલન કરી તર્ક બધ્ધ રીતે તપાસ આગળ કરીને મોટી મોટી ઘરફોડીઅને લૂંટ કરનાર ટોળકીને પકડી પાડેલ અને જનતામાં રાહત થયેલ. ‘મનુષ્યયત્ન ઈશ્ર્વર કૃપા’ સુત્ર સાર્થક થયેલું.

આમ દામનગર પોલીસનો તો જય જયકાર થયો પરંતુ ટુંક સમયમાં જ જયદેવની બદલી દામનગરથી કોડીનાર એડીશ્નલ ફોજદાર તરીકે થઈ ગઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.