Abtak Media Google News

એક વર્ષમાં ૨.૫ કરોડા લોકો વાયુ પ્રદુષણને કારણે મૃત્યુ પામે છે

દેશમાં પ્રદુષણનું પ્રમાણ વધુ રહ્યું છે. માટે વધુને વધુ વૃક્ષો વાવવા લોકો પ્રેરાયા છે ત્યારે પશ્ર્ચિમી ભારતના મેરૂત શહેરમાં ૩૫૦ હિન્દુ પંડિતોએ વાયુ પ્રદુષણને ઘટાડવા એક સો મળીને હવન કરી ભગવાનને રીજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કહેવાય છે તે ધર્મ કરતા ધક્કો લાગ્યો એવું જ કંઈક આ હવનમાં બન્યું હતું. પ્રદુષણ ઘટાડવા માટે હવન તો કર્યું, પણ તેમાં હજારો આંબાના ઝાડના લાકડા આહુતી માટે વપરાયા હતા. ઈશ્ર્વરમાં લોકોની અનેરી આસ હોય છે કે હવન કરવાી હવાનું શુદ્ધિકરણ થાય છે.

ત્યારે પંડિતોએ મળીને એટલા આંબાના ઝાડના લાકડાને સ્વાહા કરી દિધા, પ્રદુષણ રોકવા માટેના પ્રયાસમાં જ વધુ પ્રદુષણ કરી ચુકયા. ભારતમાં રોડ પર ચાલતી હજારો ગાડીયો લાયસન્સ વગરની હોય છે. વર્ષ ૨૦૧૫ના અભ્યાસ પ્રમાણે એક જ વર્ષમાં ૨.૫ કરોડ લોકો વાયુ પ્રદુષણને કારણે મૃત્યુ પામ્યા હતા. ગત વર્ષે પણ ભારતની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ અતિશય વધી ગયું હતું. ડોકટરોના રિપોર્ટ પ્રમાણે શ્ર્વાસની તકલિફને લીધે હોસ્પિટલાઈઝડ તા દર્દીઓમાં આશ્ર્ચર્યજનક વધારો થયો છે. એક તરફ સરકાર પર્યાવરણ બચાવની યોજનાઓ લોન્ચ કરે છે ત્યારે પંડિતો આટલા લાકડાનું સ્વાહા કરી રહયાં છે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.