પબ્લીક ટોઇલેટ કરતા પણ વધુ બેક્ટેરીયા ધરાવે છે જીમના આ સાધનો……

Gym tools
Gym tools

લોકોમાં જીમ જવાનો ક્રેઝ વધી રહ્યો છે ઘણાં લોકો તો જીમ કસરત માટે નહીં પરંતુ દેખાદેખી માટે જતા હોય છે. હવે તમે દેખાદેખી માટે જતા હોય છે. કસરત માટે તમારા માટે આ વાત જાણવી ખૂબ જ જરુરી છે. એક રીસર્ચ પ્રમાણે જામના સાધનોમાં પબ્લીક ટોયલેટ કરતા પણ વધુ બેક્ટેરીયા હોય છે. જીમમાં તમે અજાણતા કેટલાય બેક્ટેરીયાના સંપર્કમાં આવો છો જેમાં ૯૦ ટકા શરીર માટે નુકશાન કરે છે. આ રીચર્સ પ્રમાણે અમુક સાધનોમાં સૌથી વધુ બેક્ટેરીયાઓ રહેલા હોય છે. ચોક્કસથી હાથ સાફ કરી લેવા.

– ટ્રેડમીલ : દરેક જીમમાં ટ્રેડમીલ વપરાતું હોય, લોકો લાંબા સમય સુધી ટ્રેડમીલમાં દોડતા હોય છે અને પરસેવો પાડતા હોય છે. હવે આટલું તો ઠીક પણ આ પરસેવો જે ટ્રેડમીલ પર પડે છે. તેનું શું ? તેનાથી ટ્રેડમીલ સૌથી વધુ ગંદુ બનતુ હોય છે. જીમમાં જનારા લોકો પરસેવો પોછવા માટે ટુવાલ રાખતા હોય છે જે તેએ ટ્રેલમીલ પર પણ છોડી દેતા હોય છે.

– ડમબેલ્સ : જો તમે પણ જીમમાં ડમબેલ્સ વાપરતા હોય તો આ જાણવું ખૂબ જ જરુરી છે કે ડમબેલ્સથી હાથમાં ખૂબ જ બેક્ટેરીયા આવે છે. જે સારી બાબત નથી માટે ડમબેલ્સ એક્સસાઇઝ કર્યા બાદ ચોક્કસથી હાથ સાફ કરી લેવા.

– જીમ બોલ્સ : જીમમાં લોકો એકાગ્રતા અને માનસીક સંતુલન માટે બોલીંગ એક્સરસાઇઝ કરતા હોય છે. જેમાં ઘણા લોકો કસરત કરતા હોય છે. અને પરસેવો પાડતા હોય છે. જે તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે.

– વેઇટ લિફ્ટર : વેઇટ લિફ્ટીંગ કરવાથી બાવડા અને મસલ્સ મજબૂત થતા હોય છે. પરંતુ તેમા પણ ખૂબ જ બેક્ટેરીયા હોય છે જે દેખાતા નથી પરંતુ તેના પરિણામો જરુરથી દેખાય છે.

જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા જીમ જાતા ફ્રેન્ડને આ શેર કરો.

Loading...