Abtak Media Google News

મોટા ભાગની મમ્મીઓની સમસ્યા હોય છે કે તેનું બાળક શાક નથી ખાતુ. બાળકને પનીર તો બહુ ભાવતુ હોય છે. અને એટલે જ મમ્મીઓ એ આશાએ શાકમાં નાખીને પનીર વાળું શાક બનાવે છે. પરંતુ શાકનું નામ આવતા જ બાળક ખાવાથી કતરાય છે. ત્યારે પનીર બાળકના સ્વાસ્થ્ય માટે હેલ્ધી ખોરાક છે અને એટલે જ બાળકોને એ શાકના સ્વરુપમાં નહિં તો પકોડાનાં સ્વરુપમાં આપો બાળક પેટ ભરીને જમશે.

આ ઉપરાંત ઘરે, મહેમાન આવ્યા હોય અને કંઇક ખાશ ભોજન જમાડવાની ઇચ્છા છે તો જલ્દીથ બનાવો ‘પનીર પકોડા…!

સામગ્રી :

પનીર ટુકડા – ૧ કપ

ચણાનો લોટ – ૧ કપ

હિંગ – ૧ નાની ચમચી

હળદળ – ૧/૨ ચમચી

લાલ મરચું પાઉડર – ૧ ચમચી

અજમો – ૧ નાની ચમચી

ચાટ મસાલો – જરુર મુજબ

પાણી – જરુર મુજબ

તેલ – તળવા માટે

પનીર પકોડા બનાવવાની રીત :

– એક વાસણમાં ચણાનો લોટ, હિંગ, હળદળ, લાલ મરચું, ગરમ મસાલો, અજમો, મીઠું અને જરુર મુજબનું પાણી નાંખી એક સરખું મીક્સ કરો.

– ત્યાર બાદ એક કડાઇમાં તેલ ગરમ કરી, તૈયાર કરેલાં મિશ્રણમાં પનીરનાં ટુકડાને ડુબાળી ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળો.

– આ રીતે પકોડા તૈયાર કરી સોસ અને ચટણી સાથે પીરસી, મહેમાનો અને બાળકોને ખુશ કરો.

Paneer Pakora Recipe(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.